Uttarakhand tunnel rescue: 41 મજૂરોને મળી નવી જીંદગી, 17 દિવસ બાદ આવશે ટનલમાથી બહાર

Uttarakhand tunnel rescue: ઉતરાખંડ ટનલ રેસ્ક્યુ: ઉતરાખંડના ઉતરકાશીના સિલકયારા મા નિર્માણાધીન ટનલ મા ફસાયેલા 41 મજૂરોને નવી જીંદજી મળી છે. આ મજૂરો ટનલમા 17 દિવસથી ફસાયા હતા. જેમને બચાવકાર્ય કરી ટનલમાથી હેમખેમ બહાર કાઢવામ આવ્યા છે. રેટ હોલ માઇનીંગ સીસ્ટમ દ્વારા આ બની રહેલ ટનલમા 57 મીટર ઉંડુ ખોદકામ કરી મજૂરોની બચાવ કામગીરી કરવામા આવી હતી.

Uttarakhand tunnel rescue

ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલક્યારા બની રહેલ ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવી નવી જિંદગી મળી છે. 17 દિવસની ભારે જહેમત અને રેસ્ક્યૂ મિશન બાદ આજે એટલે કે મંગળવારે રેટ હોલ માઈનિંગ સિસ્ટમ 57 મીટર ઊંડું મેન્યુઅલ ખોદકામ કરવમા સ્ફળતા મળી હતી અને 41 મજૂરોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યાં હતા. ટનલની એકદમ નજીક તેમના પરિવારજનોને પણ બોલાવવામા આવ્યા હતા. મજૂરો ટનલમાંથી બહાર નીકળે એટલે તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ટનલના પ્રવેશદ્વાર પાસે 41 એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામા આવી હતી. ટનલમા ફસાયાના 17 દિવસ બાદ બચાવ ટીમને ભારે જહેમત બાદ મજૂરોને બહાર કાઢવામાં સફળતા મળી છે.

ઉત્તરકાશીની નિર્માણાધીન ટનલમા ફસાયેલા 41 મજૂરો માટે રેટ હોલ માઈનિંગ નામની સિસ્ટમ જીવનદાતા બની છે. રેટ હોલ માઈનિંગ દ્વારા જ તેમને બહાર લાવવામાં આવ્યા છે. રેટ હોલ માઈનિંગ સીસ્ટમ દ્વારા 57 મીટરનું ઉંડુ ખોદકામ કરાયું હતું. ઉત્તરકાશીની નિર્માણાધીન સિલ્કયારા ટનલમાં 17 દિવસ થી આ મજુરો ફસાયા હતા જેમના માટે 41 કામદારો માટે મંગળવારનો દિવસ નવજીવન આપનાર બન્યો હતો. રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલી ટીમને ભારે મહેનત બાદ આજે સફળતા મળી છે. ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે રેટ હોલ માઈનિંગ પદ્ધતિ દ્વારા ટનલની અંદર મેન્યુઅલ ડ્રિલિંગ કરવામા આવ્યુ હતુ.

શું બની હતી ઘટના ?

12 નવેમ્બર 2023ના રોજ સવારે 05.30 વાગ્યે સિલ્કયારા અને બડકોટ વચ્ચે નવી બની રહેલી સુરંગમાં ધરાશયી થઈ હતી. ટનલના સિલ્કયારા ભાગમાં 60 ટન દૂર કાટમાળ પડવાના કારણે આ ઘટના બની હતી.આને કારણે ત્યાં કામ કરી રહેલા 41 મજૂરો તેમા ફસાઇ પડયા હતા અને છેલ્લા 17 દિવસથી તેમને બહાર કાઢવાના પ્રયાસો તંત્ર દ્વારા શરુ હતા. આ ઘટનાની જાણ તાત્કાલિક રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ એજન્સીઓને કરવામાં આવી હતી અને ઉપલબ્ધ પાઈપો દ્વારા ટનલમાં ફસાયેલા કામદારોને ઓક્સિજન, પાણી, વીજળી, ફૂડ પેકેટ નો પુરવઠો પૂરો પાડવાની સાથે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફસાયેલા કામદારો સાથે વોકી-ટોકી દ્વારા વાતચીત કરવામા આવી રહી હતી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!