Aadhar Authentication History: આધાર હિસ્ટ્રી: આપણી પાસે રહેલા વિવિધ ગવર્નમેન્ટ આઇ.ડી, પૈકી આધાર એ સૌથી અગત્યનુ સરકારી ડોકયુમેન્ટ છે. હવે આધાર કાર્ડ દરેક જગ્યાએ ઉપયોગી છે અને આપણા દરેક નાણાકીય વ્યવહાર આધાર કાર્ડ પર જ ચાલતા હોય છે. એવામા ખાસ સાવધ રહેવાની જરૂર છે કે આપણા આધાર કાર્ડનો કયાય દુરૂપયોગ ન થાય. તમારા આધાર નો છેલ્લા 6 મહિના મા કયા કયા ઉપયોગ થયો છે એ આધાર ની ઓફીસીયલ વેબસાઇટ પરથી હવે તમે સરળતાથી ચેક કરી શકો છો.
Aadhar Authentication History
આપણુ આધાર અપાણા બેંક એકાઉન્ટ અને પાન કાર્ડ સાથે લીંક કરેલુ હોવાથી નાણાકીય વ્યવહારો મા ખૂબ સાવચેત રહેવુ જરૂરી છે. જેથી કરીને નાણાકીય ફ્રોડનો ભોગ ના બનીએ. નાણાકીય ફ્રોડ ના કિસ્સાઓ આપણે ખૂબ જ સાંભળતા હોઇએ છીએ. આપણા આધાર કાર્ડનો કયા કયા ઉપયોગ થઇ રહ્યો છે તે એટલે કે Aadhar Authentication History આપણે આધારની ઓફીસીયલ વેબસાઇટ પરથી ચેક કરી શકીએ છીએ.
આ પણ વાંચો: ભારત રત્ન એવોર્ડ: ભારત રત્ન એવોર્ડ એવોર્ડ લીસ્ટ, કોને આપવામા આવે છે ભારત રત્ન એવોર્ડ; શું મળે છે સુવિધાઓ
હવે આપણા લગભગ બધા કામોમાં આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નવા સિમ કાર્ડ ખરીદવા હોય કે રાશન લેવું હોય કે પછી કોઇ સરકારી યોજના નો લાભ લેવાનો હોય દરેક જગ્યાએ આધારની જરૂર પડે છે. ઘણા લોકોને એ ખબર નથી હોતી કે તેમના આધારનો ક્યાં ક્યાં ઉપયોગ થઇ રહ્યો છે. જેને લીધે ઘણી વખત લોકો નાણાકીય ફ્રોડ નો ભોગ બનતા હોય છે. પરંતુ આજે અમે તમને જે ટ્રિક અમે જણાવી રહ્યા છીએ તેનાથી તમારા આધાર કાર્ડનો કયા કયા ઉપયોગ થઇ રહ્યો છે તે બધા રેકોર્ડની જાણકારી મળી જશે.
આધાર કાર્ડ એક ખૂબ જ અગત્યનુ ડોક્યુમેન્ટ છે. આધાર દ્વારા ઘણા કામ સરળતાથી થઈ જાય છે. બેંકમાં એકાઉન્ટ ખોલાવવા થી માંડીને સરકારી યોજના નો લાભ લેવા સુધીના કોઇ કમ આધાર વગર નથી થતું. તો ઘણી જગ્યા પર વેરિફિકેશન માટે પણ આધાર આપવું પડે છે. કુલ મળીને તમામ કામ એવા છે જે આધાર વગર શક્ય નથી. આમ દરેક આધાર કાર્ડ દેવાથી ઘઈ વખત તેનો દુરૂપયોગ થવાના કેસ સામે આવતા હોય છે. પરંતુ આપણ ને એ વાતની ખબર હોવી જોઈએ કે આપણા આધારનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે. આપણે એ જરૂર ચેક કરી લેવું જોઈએ કે ચોરી છુપે કોઈ આપણા આધારનો ખોટો ઉપયોગ તો નથી કર્યો?
આ પણ વાંચો: આજના સોના ના ભાવ: સોનાના ભાવમા ધરખમ ફેરફાર, જાણો આજનો તમારા શહેરનો સોનાનો લેટેસ્ટ ભાવ
Aadhar Authentication History કેમ ચેક કરશો ?
તમારા આધાર કાર્ડનો છેલ્લા 6 મહિનામા કયા કયા ઉપયોગ થયો છે તે આધાર ની ઓફીસીયલ વેબસાઇટ પરથી સરળતાથી ચેક કરી શકાય છે. આ માટે નીચેના સ્ટેપ ફોલો કરો.
- સૌ પ્રથમ આધાર માટેની ઓફીસીયલ વેબસાઇટ https://uidai.gov.in ઓપન કરો.
- ત્યારબાદ આ વેબસાઇટમા તમારી પસંદગીની ભાષા સીલેકટ કરો.
- ત્યારબાદ ઓપન થયેલ વેબસાઇટ મા My Aadhar સેકશન મા Aadhar Services મેનુ મા Aadhar Authentication History ઓપ્શન પર કલીક કરો.
- ત્યારબાદ તમારા આધાર નંબર થી લોગીન કરો
- ત્યારબાદ છેલ્લા 6 મહિનામા તમારા આધાર નો કઇ કઇ જગ્યાએ ઉપયોગ થયો છે તે દર્શાવશે.
અગત્યની લીંક
આધાર ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
આધાર ને લગતા કામ માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://uidai.gov.in
Good information pl my name and mail you ragister in your book send me more details and information always by mail