Mango Price: કેરીના ભાવ: કેસર કેરીના ભાવ: કેરી એ ફળોનો રાજા ગણાય છે અને દર વર્ષે કેરીના શોખીન લોકો સીઝન ની રાહ જોતા હોય છે. કેરી નાના મોટા સૌ કોઇને પસંદ હોય છે. પરંતુ કેરીના શોખીન લોકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે કેરીની સીઝન મોડી આવે તેવી શક્યતા છે અને કેરીના ભાવ સામાન્ય કરતા ઉંચા રહે તેવી શકયતા છે. ચાલો જોઇએ કેરી પકવતા વિસ્તારો જુનાગઢ, તાલાલા, પોરબંદર અને અમરેલી મા આ વર્ષે પાકની શું સ્થિતિ છે ?
Mango Price
કેસર કેરીની આમ તો એપ્રીલ મહિનાથી આવક શરૂ થઇ જતી હોય છે. પરંતુ સામાન્ય માણસ પણ ખાઇ શકે તેવો કેરીનો પાક મે મહિનામા આવતો હોય છે. કારણ કે આ સમયમા વધુ આવક થવાથી કેરીના ભાવ સામાન્ય રહેતા હોય છે. અત્યારે આ સીઝનમા સામાન્ય રીતે આંબામા કેરીના પાક માટે મોર આવી જતો હોય છે. પરંતુ આ વર્ષે કેરે પકવતા વિસ્તારો જેવા કે પોરબંદર, તાલાલા, જુનાગઢ અને અમરેલી મા હજુ આંંબા પર મોર આવ્યા નથી. જેથી કેરીનો પાક આ વર્ષે મોડો આવે તેવી શકયતા દેખાઇ રહિ છે.
આ પણ વાંચો: Aadhar Authentication History: ચેક કરો તમારા આધાર કાર્ડનો કયા કયા થઇ રહ્યો છે ઉપયોગ
દરેક લોકોને કેરી ખાવાનો ખૂબ શોખ હોય છે. એમાં પણ ગુજરાતીઓ કેરી ખાવાના ખાસ શોખીન હોય છે. ત્યારે કેરી ખાવાના શોખીનો અને ખાસ કરીને ગીરની પ્રખ્યાત કેસર કેરીની મજા માણવાના શોખીનો માટે માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતના અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં કેસર કેરીનુ ઉતપાદન મોટા પાયે થાય છે. આ જિલ્લાના ખેડૂતો કેસર કેરીનું ઉત્પાદન કરીને સારી એવી કમાણી કરતા હોય છે, પરંતુ આ વખતે કેસર કેરીના ખેડૂતોને નુક્શાન થવાની ભીતિ સેવાઇ રહિ છે.
આ વર્ષે કેરીના ખેડૂતોને નુક્શાન થાય તેવી શકયતા દેખાઇ રહિ છે, કારણ કે કેરીના પાક માટે આંબામાં આ વર્ષે હજુ સુધી મોર નથી આવ્યો. આમ સામાન્ય રીતે કેરીના ઝાડ ડિસેમ્બરના અંતથી લઈને જાન્યુઆરી સુધીમાં મોર લાગી જતો હોય છે. ત્યારે હજુ સુધી અંકુર ફૂટ્યા ન હોવાથી ખેડૂતોને ખૂબ જ ચિંતિત બન્યા છે. જાણકાર ખેડૂતો ના મતે આ વર્ષે કેરીના પાકમાં અંકુર ન ફૂટવાની સમસ્યા સર્જાઈ છે અને પાક અંકુરિત થવામાં હજુ 20 દિવસનો વિલંબ થશે તેવો અંદાજ છે.
આ પણ વાંચો: આજના સોના ના ભાવ: સોનાના ભાવમા ધરખમ ફેરફાર, જાણો આજનો તમારા શહેરનો સોનાનો લેટેસ્ટ ભાવ
કેસર કેરીના ભાવ
કેસર કેરી માટે જુનાગઢ નુ તાલાલા જગવિખ્યાત છે. જો કે હવે તો સૌરાષ્ટ્ર મા તાલાલા સિવાય પોરબંદર અને જુનાગઢ મા પણ મબલક કેસર કેરીનુ ઉત્પાદન થાય છે. એપ્રીલ મહિના થી ધીમે ધીમે કેસર કેરીની આવક ચાલુ થઇ જતી હોય છે. શરૂઆત મા કેસર કેરીના ભાવ 1 કિલોના 200 થી 300 રૂ. જેટલા હોય છે. ઉત્પાદન વધતા માર્કેટમા કેરીની આવક વધવાથી ભાવ નીચા આવે છે અને ભર સીઝનમા 1 કિલો ના 100 થી 120 રૂ. જેટલા ભાવ હોય છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

કેસર કેરીનુ ઉત્પાદન કયા વિસ્તારોમા થાય છે ?
કેસર કેરીનુ ઉત્પાદન જુનાગઢ, તાલાલા અને પોરબંદર ના વિસ્તારોમા વધુ થાય છે.