વરસાદ આગાહિ: અંબાલાલ પટેલ ની આગાહિ: ગુજરાતમા વરસાદ ત્રીજા રાઉન્ડમ અખુબ જ પડયો હતો અને ઘણી જગ્યાએ નુકશાની પહોંચાડે તેટલો વરસાદ પણ પડયો હતો. હવે મેઘરાજાએ થોડા દિવસ વિરામ આપ્યો છે. એવામા હવે ચોમાસુ કેવુ રહેશે અને કયારે વરસાદ પડશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહિ સામે આવી છે. અંબાલાલ ના મતે બંગાળ નુ ડીપ ડીપ્રેશન ને લીધે ઓરિસ્સા અને મધ્યપ્રદેશ સહિત ગુજરાતમા ભારે વરસાદ પડશે.
અશ્લેષા નક્ષત્રમા પડશે ભારે વરસાદ
‘આશ્રેશા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક બની શકે છે.
અંબાલાલ પટેલે હવે પછીના વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું કે, આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. તારીખ 4, 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા જિલ્લાઓના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ , નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે.
આ પણ વાંચો: કંડકટર ભરતી: ગુજરાત એસ.ટી. મા આવી કંડકટરની 3342 જગ્યા પર મોટી ભરતી,પગારધોરણ 18500
વરસાદ આગાહિ
5 દિવસ હળવા થી મધ્યમ વરસાદની હવામાન વિભાગ ની આગાહી.
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છોટોછવાયો વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદ તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અધિકારી મનોરમાં મોહંતીએ જણાવ્યું કે, છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી વરસાદ નહીં આવે તેમજ દરિયાકાંઠે ભારે પવન અને વરસાદ પડવાની શકયતા છે તેમજ આગામી 5 દિવસ માછીમારોને દરિયામા ન જવા સૂચના આપવામા આવી છે.
દરિયામા ચક્રવાત સર્જાશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહિ અનુસાર 17 ઓક્ટબરથી સમુદ્રમાં હલચલ વચ્ચે અને ઓક્ટોબર નવેમ્બરમાં દરિયામાં ચક્રવાત સ્ર્જાવાની શક્યતા રહેલી છે. 30 નવેમ્બરથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડીશકે છે અને ડિસેમ્બરની શરુઆત સુધી આ વરસાદ છૂટોછવાયો ચાલુ રહે તેવી શકયતા છે.
આ પણ વાંચો: અંત્યોદય શ્રમીક સુરક્ષા વિમા યોજના: હવે માત્ર 499 મા મળશે રૂ.10 લાખનો વિમો, દરેક માટે છે ફાયદાકારક
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં 4 થી 6 ઓગસ્ટમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. કારણ કે બંગાળના ઉપ સાગર મા સર્જાયેલ ડિપડિપ્રેશનનો ઘેરાવો ઘણો મોટો છે અને તેની અસર મધ્યપ્રદેશ સુધી પહોચી જવાની શક્યતા રહેલી છે. 8 ઓગસ્ટ સુધી ધીમી ધારે વરસાદ પડી શકે છે. તેમજ 8 અને 9 ઓગસ્ટના બફારો થશે . તેમજ 12 થી 17 ઓગસ્ટના વરસાદી ઝાપટા પડવાની શકયતાઓ રહેલી છે.
આ સાથે જ અંબાલાલ પટેલે ડિસેમ્બર સુધીનું વાતાવરણ કેવુ રહેશે તેની પણ આગાહિ કરી હતી. ઓગસ્ટ બાદ 13 સપ્ટેમ્બરથી આકરી ગરમી પડશે. અને 13 થી 20 સપ્ટેમ્બરમાં રાજયના ઘણા વિસ્તારોમા વરસાદી ઝાપટા પડવાની શકયતાઓ રહેલી છે . 23 સપ્ટેમ્બરથી ભારે બફારાવાળી ગરમી વચ્ચે ખેતરમાં ઝેરી જીવજંતુનો ત્રાસ વધવાની શક્યતાઓ રહેલી છે. તેમજ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર ગરમી વચ્ચે અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.
અગત્યની લીંક
| કંડકટર ભરતી ડીટેઇલ નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
| ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
| Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
| Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |
