પરેશ ગોસ્વામી ની આગાહિ: વરસાદ આગાહિ 2023: ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ધૂમ મચાવી રહ્યો છે. સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતમિત્રો ખુશખુશાલ છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમા તમામ તાલુકાઓમ સર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. એવા મા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ની વધુ એક આગાહિ સામે આવી છે. જેમા તેમણે હજુ 3 દિવસ ભારે વરસાદ પડવાની આગાહિ કરી છે.
પરેશ ગોસ્વામી ની આગાહિ
ગુજરાતમા વરસાદ ની અને હવામાન ની આગાહિ હવામાન વિભાગ દ્વારા કરવામા આવતી હોય છે. ઉપરાંત ઘણા હવામાન નિષ્ણાંતો દ્વારા પણ હવામાન અને વરસાદની આગાહિ આપવામા આવતી હોય છે. જે મોટાભાગે સાચી પડતી હોય છે. વરસાદ ની આગાહિ માટે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી ગુજરાતમા ખુબ જ જાણીતા નામ છે. એવા મા નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ વધુ એક વરસાદની આગાહિ કરી છે.
આ પણ વાંચો: Pan Card Status: 1 જુલાઇ બાદ તમારૂ પાન કાર્ડ વેલીડ છે કે કેમ ? ચેક કરો આસાન સ્ટેપથી
વરસાદની આગાહિ માટે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ધોધમાર વરસાદ તૂટી પડવાની શકયતાઓ વ્યકત કરી છે. તેમાં આગામી 8, 9 અને 10 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહિ કરવામા કરી છે. જેમાં તેમણે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. સુરત, વલસાડ, ડાંગ તાપી આહવા, બારડોલી, બીલીમોરા, અંકલેશ્વર, ભરૂચમાં ધોધમાર વરસાદ પડવાની શકયતાઓ રહેલા છે.
વરસાદ આગાહિ 2023
પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર મા વરસાદની આગાહી કરી છે કે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. જેમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ દેખાઈ રહી છે તેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર, દ્વારકા અને મોરબી જિલ્લા મા વરસાદ પડવાની સંભાવનાઓ છે. આ સિવાય પોરબંદર, રાજકોટ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.
પરેશ ગોસ્વામીએ આ આગાહી કરીને સૌરાષ્ટ્રવાસીઓ માટે ખાસ સાવધ રહેવાની સલાહ આપી છે. આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કચ્છના પણ અમુક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરીને જણાવ્યું છે કે, પશ્ચિમ કચ્છના ભાગો છે કે જ્યાંથી બિપરજોય વાવાઝોડાની અસર થઈ હતી ત્યાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: World cup Team List: વર્લ્ડ કપ માટે ટીમો નુ લીસ્ટ થયુ ફાઇનલ, નોંધી લો ભારતના મેચની તારીખો
અંબાલાલ ની આગાહિ
ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહિ જોઇએ તો તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 36 કલાક ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 36 કલાક મા પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલે આગાહિ કરતા જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. તો પૂર્વ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
2 thoughts on “પરેશ ગોસ્વામી ની આગાહિ: 3 દિવસ પડશે સાંબેલાધારે વરસાદ, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ કરી આગાહિ”