અયોધ્યા રામ મંદિર: કરોડો હિન્દુઓના આસ્થા ના પ્રતિક સમાન અયોધ્યા મા નવનિર્મિત રામ મંદિર મા 22 જાન્યુઆરી એ ભગવાન શ્રી રામલલા નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા વડાપ્રધાન નરેન્દ્ર મોદિ સહભાગી બનશે. PM મોદિ એ ટવીટ કરી આ જાણકારી આપી છે.
અયોધ્યા રામ મંદિર
ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમા યોજાનાર છે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેનાર છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી.
- અયોધ્યા મા 22 જાન્યુઆરીએ રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા અભિષેક યોજાશે.
- આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં PM મોદી હાજરી આપશે
- PM મોદીએ સોશિયલ મીડિયા પર ટવીટ કરી આ જાણકારી આપી હતી.
ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં થનાર છે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો ભાગ લેશે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ જાણકારી આપી હતી. આ અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી છે. તેમણે કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ તેને મળવા આવ્યા હતા અને તેમને તેમની પ્રાણ પ્રતિષ્ઠાના અભિષેક માટે અયોધ્યા આવવા આમંત્રણ આપવામા આવ્યુ છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે પોતાને ભાગ્યશાળી માને છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, આજનો દિવસ મારા માટે લાગણીઓથી ભરેલો છે. હમણાં જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ મને મારા નિવાસસ્થાને મળવા માટે આવ્યા હતા. તેઓએ મને શ્રી રામના અભિષેક પ્રસંગે અયોધ્યા આવવા આમંત્રણ આપ્યુ છે. હું ખૂબ જ ધન્યતા અનુભવું છું. એ મારું સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં હું આ ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બનીશ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા ઉતારશે આરતી
રામ મંદિરમાં ભગવાન રામલલાને બિરાજમાન કરવા માટે તિથિ ને શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યા છે. 16 થી 24 જાન્યુઆરી દરમિયાન નવનિર્મિત મંદ્રિઅ મા પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન કરવામાં આવનાર છે. અભિજીત મુહૂર્તમાં રામલલા મૂળ ગર્ભગૃહમાં સિંહાસન પર બિરાજમાન હશે. દક્ષિણ અને ઉત્તર ભારતના 51 વૈદિક આચાર્ય આ અનુષ્ઠાન કરશે. આ દરમિયાન રામલલાને ગાય અને ગજ દર્શન કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલા પાલકી યાત્રાથી નગર ભ્રમણ કરશે. રામલલા મંદિરમા બિરાજમાન થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા આરતી ઉતારશે. આ દરમિયાન દેશ-વિદેશના મહેમાનો અને સાધુ સંતો હાજર રહેશે. રામ મંદિરનું ઉદઘાટન કોણ કરશે, તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
जय सियाराम!
— Narendra Modi (@narendramodi) October 25, 2023
आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है।
मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn
ભવ્ય મહોત્સવ,દિવ્ય ઉત્સવ
- જાન્યુઆરીમાં નવનિર્મિત રામમંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠા કરવામા આવશે.
- 15થી 24 જાન્યુઆરી વચ્ચે અનુષ્ઠાન કરવામા આવશે.
- 22 મીએ થશે ભગવાન રામલ્લાની પ્રાણપ્રતિષ્ઠા
- 22 મીએ PM મોદી અયોધ્યામાં રહેશે ઉપસ્થિત
- પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 8 હજાર જેટલા લોકોને આમંત્રણ આપવામા આવશે.
- મહોત્સવ માટે આમંત્રિત મહેમાનોની યાદી બનાવવામાં આવી છે
- તમામ જ્ઞાતિ-જાતિના લોકો સંતો અને નેતાઓને આમંત્રણ આપવામા આવશે.
- વિદેશથી પણ અતિથિઓ આવશે.
- 12 કલાકમાં 70 હજારથી 75 હજાર લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામા આવી છે.
- એક મિનિટ સુધી ભક્ત રામલલ્લાના દર્શન કરી શકશે
- દિવસમાં 1 લાખ 25 હજાર ભક્તોની ભીડ હશે તો ભક્તોને 20 સેકન્ડ થઇ શકશે દર્શન
- 4 લાખ ગામના પ્રવાસનું પણ આયોજન કરવામા આવનાર છે.
- ભક્તો પાસેથી દાન એકઠું કરવામા આવશે.
- અત્યાર સુધી મંદિરને 3500 કરોડનું દાન મળી ચૂકયુ છે.
- મંદિરમાં 3 પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામા આવશે.
- રામમંદિર નુ કામ તેજીથી ચાલી રહ્યું છે
- 30 હજાર 923 કરોડનો ખર્ચ થનાર છે.
- રામનવમીના દિવસે સૂર્યના કિરણો ભગવાન રામના માથા પર રહેશે
- બેંગાલુરૂના વૈજ્ઞાનિકો બનાવી રહ્યાં છે ખાસ ઉપકરણ
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
1 thought on “અયોધ્યા રામ મંદિર: અયોધ્યા મા નવનિર્મિત રામ મંદિર મા 22 જાન્યુઆરી એ થશે પ્રાણ પ્રતિષ્ઠા, PM મોદિ થશે સહભાગી”