New Parliament: આધુનિક ભારતની આધુનિક સંસદ, નવા સંસદભવન ની ખાસિયતો

New Parliament: નવુ સંસદભવન: ભારતના નવ સંસદભવન નુ રવિવારે ઉદઘાટન થનાર છે. નવી સંસદમાં તમને ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળશે. તો આ નવુ સંસદ ભવન સ્વદેશી છે તથા તેમાં આધુનિક ભારતની ઝલક પણ જોવા મળશે. ભારતનુ નવુ સંસદ ભવન ઘણી રીતે અનોખી વિશેષતાઓ ધરાવે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે આ સંસદ ભવન સ્વદેશી છે. સંસદમાં આધુનિક સુવિધાઓની સાથે ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની ઝલક પણ તમામ આખા બીલ્ડીંગ મા જોઈ શકાય છે. શું છે સંસદની ખાસિયતો, જોઈએ આજની આ પોસ્ટમા.

New Parliament

આપના દેશે આઝાદી મેળવી ત્યારથી અત્યાર સુધી દેશનો કારભાર જે સંસદભવનમાં હાલતો હતો, તે સંસદ હતી તો ભારતમાં પણ તેને તૈયાર કરાવનારા વિદેશી હતા. 1947માં જ્યારે ભારતને અંગ્રેજો પાસેથી સત્તાની કમાન મળી, ત્યારે અંગ્રેજોએ બનાવેલી સંસદમાં જ સ્વતંત્ર ભારતનો કારભાર શરૂ થયો હતો.

ધીમે ધીમે સમય વિતતો ગયો. ભારતે દરેક ક્ષેત્રે વિકાસ કરી આગેકૂચ કરી, વિકાસ કર્યો. દેશની લોકશાહી મજબુત બનતી ગઇ . પણ સંસદનુ વર્ષો જુનુ બીલ્ડીંગ નબળુ પડતુ ગયુ. આ બીલ્ડીંગનુ અનેક વખત સમારકામ કરવામાં આવ્યું. આ ઉપરાંત સંસદની ઈમારતમાં જગ્યા પણ ઓછી હતી. જેને જોતાં કેન્દ્ર સરકારે 2020 માં જૂના સંસદ ભવનની પાસે જ નવું સંસદ ભવન બનાવવાનો નિર્ણય કયો હતો અને અઢી વર્ષમાં નવા સંસદ ભવનની આ ઈમારત તૈયાર પણ થઈ ગઈ. ચાલો જાણીએ આ New Parliament નવા સંસદભવન ની ખાસિયતો.

આ પણ વાંચો: Mini AC: બજેટ ઓછુ છે, નો ટેન્શન, 2000 મા લાવો આ મીની એસી; મળશે શીમલા જેવી ઠંડક Free

નવુ સંસદભવન

આ નવું સંસદભવન New Parliament આમ તો ઘણી રીતે વિશેષતાઓ ધરાવે છે , પણ તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સ્વદેશી છે. ઈમારતના નિર્માણમાં જે પણ વસ્તુઓનો ઉપયોગ કરાયો છે, તે તમામ સ્વદેશી વસ્તુઓ છે.

  • સંસદના સ્વદેશીપણા ને એવાત કરીએ તો નવા સંસદ ભવનમાં નાગપુર ના સાગના લાકડાનો ઉપયોગ કરાયો છે. માર્બલ રાજસ્થાનના સરમથુરાનો ઉપયોગ કરવામા આવ્યો છે. સંસદભવનમાં જે સફેદ માર્બલનો ઉપયોગ કરાયો છે, તે અંબાજીની ખાણ નુ છે. જ્યારે ગ્રીન સ્ટોન ઉદયપુર થી મંગાવવામા આવ્યા છે.
  • પથ્થર પર કોતરણી આબુ રોડ અને ઉદયપુરમાં કરવામા આવી છે. તો બ્રાસ વર્કને અમદાવાદથી લેવામા આવ્યા છે. સંસદભવનમાં જે જાળીદાર પથ્થર લગાવાયા છે, તે રાજસ્થાનના રાજનગર અને નોઈડા ના છે. સંસદમાં જે કાર્પેટ પાથરવામાં આવ્યા છે, તે યુપીના મિર્ઝાપુર માં બનાવવામા આવ્યા છે.
  • આ નવા સંસદભવનના ભોંયતળિયાને બનાવવા માટે ત્રિપુરાના ખાસ પ્રકારના વાંસનો ઉપયોગ કરાયો છે. સંસદ ભવન પર સ્થાપિત કરાયેલા રાષ્ટ્રચિહ્ન મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને જયપુરમાં બનાવવામા આવ્યા છે. સંસદ ભવનની અંદર લગાવેલું અશોક ચક્ર ઈન્દૌરમાં બનાવવામા આવેલ છે. જ્યારે સંસદ ભવનનું ફર્નિચર મુંબઈથી મંગાવવામાં આવેલ છે.

આ પણ વાંચો: Gold Price in 1963: 60 વર્ષ મા એટલો વધ્યો સોનાનો ભાવ, તમે પણ કહેશો મારા દાદાએ સોનુ ખરીદ્યુ હોત તો કરોડપતિ હોત

નવા સંસદભવનની ખાસિયતો

New Parliament ભારતની આ નવી સંસદનું નિર્માણ આપણી સ્વદેશી વસ્તુઓમાંથી જ કરાયું છે અને ઈમારતનું નિર્માણ ભારતીયોએ જ કર્યું છે. ગુજરાતીઓએ ગર્વ ની વાત એ છે કે નવા સંસદ ભવનના આર્કિટેક્ટ અને કોન્ટ્રાક્ટર ગુજરાતી છે.

મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે ટાટા પ્રોજેક્ટ્સે સંસદ ભવનનું નિર્માણ કરેલ છે, જ્યારે આર્કિટેક્ટ બિમલ પટેલની કંપની HCP ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે સંસદ ભવનની આખી આધુનિક ડિઝાઈન તૈયાર કરી છે.

નવું સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ સમગ્ર પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન અને ડિઝાઈન બિમલ પટેલ દ્વારા જ તૈયાર કરવામા આવેલા છે. આ પ્રોજક્ટના કન્સલટન્ટ તરીકે તેમને 229 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. દેશના આર્કિટેક્ટ જગતમાં ખુબ મોટુ નામ અને નિષ્ણાંત બિમલ પટેલે કાશી વિશ્વનાથ કોરિડોર અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સહિતના ઘણા મોટા પ્રોજેક્ટની ડિઝાઈન તૈયાર કરેલ છે.

ટાટા ગ્રુપે 861 કરોડ રૂપિયાની બિડ લગાવીને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવેલ હતો. એલ એન્ડ ટી અને ટાટાની બિડ વચ્ચે 3 કરોડ રૂપિયા જેવો તફાવત હતો. ટાટા જૂથ તેની વિશ્વસનીયતા માટે જાણીતું છે. હવે નવી સંસદના નિર્માણ સાથે પણ ટાટાનું નામ જોડાઈ ગયું છે, કેમ કે આ સંસદ ભવન ના આ નવા બીલ્ડીંગની આવરદા 150 વર્ષની ગણવામા આવે છે.

New Parliament નવા સંસદ ભવનના નિર્માણમાં વાસ્તુશાસ્ત્ર અને ભારતની સાંસ્કૃતિક વિવિધતા પર ખાસ ભાર મુકવામા આવ્યો છે.સમગ્ર સંસદ પરિસરમાં વિવિધ મૂર્તિઓ, પેઈન્ટિંગ, સુશોભન, વોલ પેનલ્સ તમજ પથ્થર અને મેટલના સ્થાપત્યના પાંચ હજાર જેટલા મુકવામા આવ્યા છે. જેમાં ગરુડ, અશ્વ અને મગર સહિતના પ્રાણીઓના શિલ્પનો સમાવેશ કરવામા આવ્યો છે. આ તમામ પ્રાણીઓનું ધાર્મિક મહત્વ રહેલુ છે. સંસદ ભવનના મુખ્ય ત્રણ દ્વારને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર આવા નામ આપવામા આવ્યા છે. એટલે કે નવું સંસદ ભવન ધર્મ, સંસ્કૃતિ અને સ્થાપત્યનો બેજોડ નમૂનો બની રહેશે.

અગત્યની લીંક

નવુ સંસદભવન ડ્રોન વ્યુ વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
New Parliament
New Parliament

નવા સંસદભવન નુ નિર્માણ કઇ કંપનીએ કર્યુ છે ?

ટાટા પ્રોજેક્ટ્સે

What is the Sitting Capicity of New Parliament Building?

999 Seats for Loksabha and 384 Seats for Rajya sabha

Leave a Comment

error: Content is protected !!