ચોમાસુ આગાહિ 2024: કેવુ રહેશે આ વર્ષે ચોમાસુ, કેટલા આને થશે વર્ષ; શું છે અંબાલાલ ની આગાહિ

ચોમાસુ આગાહિ 2024: Monsoon Forecast 2024: અંબાલાલ ની આગાહિ: ચાલુ વર્ષે રાજયમા શિયાળો પુરો થવાને આરે છે પરંતુ જોઇએ તેવી ઠંડી નો અનુભવ થયો નથી. આ વર્ષે આખા શિયાળામા કડકડતી ઠંડીના કયારેય દર્શન થયા જ નથી. એવામા આ વર્ષે ચોમાસા નો વરસાદ કેવો રહેશે અને કેટલા આની વર્ષ થશે તે બાબતે લોકો અટકળો લગાવી રહ્યા છે. એવામા ચોમાસા બાબતે અને આવનારા સમયમા ગરમી કેવી પડશે તે બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહિ સામે આવી છે.

હવામાન આગાહિ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે રાજયમા આગામી 24 કલાક પછી તાપમાનમાં વધારો થવાની શકયતા છે. બે થી ત્રણ ડિગ્રી તાપમાન મા વધારો થતા ગરમીનો અહેસાસ થશે. હાલ રાજયમા સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને ત્યારપછી બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી જેટલુ નોંધાયું હતુ. તો સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 9.5 ડિગ્રી જેટલુ રહ્યું હતુ. હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાઇ રહ્યા છે. જેથી વાતાવરણમાં અચાનક ઠંડી વધી છે. પરંતુ આ ઠંડી નો રાઉન્ડ હવે 1-2 દિવસ જ રહે તેવી શકયતા છે. ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થાય તેવી શકયતાઓ છે. પવનની વધુ ગતિ રહેતાં આંબાનો મોર ખરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

આ પણ વાંચો: Ambaji Prasad Online: હવે ઘરેબેઠાં મંગાવો અંબાજીનો પ્રસાદ, જાણો ઓનલાઇન પ્રોસેસ

રાજયમા આગામી સમયમા ગરમી ને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે જ્યારે પણ આવશે ત્યારે ભુક્કા બોલાવશે. ગુજરાતમાં દર વર્ષે ભીષણ ગરમી તોબા પોકારે છે. એપ્રિલ મહિનો આવતા જ ગરમી થી કંટાળેલા લોકો વરસાદ ક્યારે આવશે તેવું પૂછવા લાગે છે. ત્યારે 2024 ની વરસાદની આગાહી પણ આવવા લાગી છે. આ વર્ષે ચોમાસું સારું થશે અને વર્ષ એકંદરે સારુ રહેશે તેવી હવામાન શાસ્ત્રીઓ આગાહી કરી રહ્યાં છે. દેશની બે હવામાન એજન્સીઓએ જણાવ્યું કે, અલ નીનો નબળુ પડી રહ્યું છે, તેથી આ વર્ષે ચોમાસું સારું રહે તેવી શકયતાઓ છે.

ગુજરાતમાં આ અઠવાડિયાથી જ ગરમીના પડવાની શરૂ થઇ જશે. આ વર્ષે ભીષણ ગરમી પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હજી તો ફેબ્રુઆરી મહિનો છે, પરંતું એપ્રિલ, મે અને જુન મહિના ના તડકા ગુજરાત માટે આકરા બની રહેશે.. ગુજરાત મા એપ્રીલ અને મે મહિનામા ખૂબ જ ગરમી પડતી હોય છે.

ચોમાસુ આગાહિ 2024

અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું હતુ કે, આ વર્ષે આકરો ઉનાળો રહેવાની શકયતાઓ છે. 19-24 ફેરબુઆરીથી જ ગરમી પડવાની શરુ થઇ જશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી જશે. આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉતરોત્તર વધારો થતો જશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી જશે. એમા પણ મે મહિનામા કાળઝાળ ગરમી પડશે.

આ પણ વાંચો: આજના સોના ના ભાવ: સોનાના ભાવમા ધરખમ ફેરફાર, જાણો આજનો તમારા શહેરનો સોનાનો લેટેસ્ટ ભાવ

મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા લો પ્રેશર ઉભા થશે. જો કે તમામ લોકો માટે રાહતના સમાચાર એ છે કે, ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસુ સારું રહેશે. અલ નીનોનો પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસુ સારું જવાની આગાહિ કરવામા આવી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!