Ambaji Live Darshan: હવે ઘરેબેઠા કરી શકસો મા અંબાજીના લાઇવ દર્શન, મંદિરની નવી વેબસાઇટ લોન્ચ

Ambaji Live Darshan: અંબાજી લાઇવ દર્શન: ambajitemple.in: ભારતમા આવેલ શક્તિપીઠ મા અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લામા દાંતા તાલુકામા આવેલુ છે. લાખો ભક્તોના આસ્થાના પ્રતિક અંબાજીની મંદિરના હવે ઘરેબેઠા લાઇવ દર્શન કરી શકો છો. અંબાજી મંદિરની નવી ઓફીસીયલ વેબસાઇટ લોન્ચ કરવામા આવી છે. ઓનલાઇન દર્શન ઉપરાંત ઓનલાઇન પ્રસાદ બુકીંગ જેવી સુવિધાઓ પણ આ વેબસાઇટમા આપવામા આવી છે.

Ambaji Live Darshan

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રીના હસ્તે યાત્રાધામ અંબાજીની નવી ઓફીસીયલ વેબસાઈટ WWW.AMBAJITEMPLE.IN લોન્ચ કરવામાં આવી છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના માર્ગદર્શન અને ભવિષ્યલક્ષી વિઝન મુજબ અંબાજી મંદિરની ઓફીસીયલ વેબસાઇટ http://WWW.AMBAJITEMPLE.IN લોન્ચ કરવામાં આવી છે. યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ WWW.AMBAJITEMPLE.IN દ્વારા વિશ્વભરમાં વસતા માઇભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન, આરતી, પૂનમ અને ભાદરવી પૂનમના મેળા સહિતના પ્રસંગો ઓનલાઇન લાઇવ નિહાળી શકશે.

આ પણ વાંચો: Sarangpur Live Darshan: ઘરેબેઠા કરો સાળંગપુર કષ્ટભંજન દાદા ના Live દર્શન, ઓમ નમો હનુમંતે

અંબાજી મંદિર દર્શન સમય

Ambaji Temple Darshan Timing અને Ambaji Temple Aarti Timing નીચે મુજબ છે.

  • અંબાજી મંદિર સવાર આરતી સમય: 7:30 થી 8:00
  • અંબાજી મંદિર સવાર દર્શન સમય: 7:30 થી 11:30
  • અંબાજી મંદિર બપોર દર્શન સમય: 12:30 થી 04:15
  • અંબાજી મંદિર સાંજ આરતી સમય: 6:30 થી 7:00
  • અંબાજી મંદિર સાંજ દર્શન સમય: 6:30 થી 9:00

AMBAJITEMPLE.IN ઓનલાઇન સુવિધાઓ

અંબાજી મંદિરની આ ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન લાઇવ દર્શન ઉપરાંત નીચે મુજબની વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામા આવી છે.

  • અંબાજી મંદિરની ઈ-પરિક્રમા: મંદિરની એક વિડીયો ટુર બનાવવામા આવી છે. જે ભક્તોને એઆર વીઆર ટેકનોલોજી દ્વારા હેડસેટ પહેરીને મંદિરની ડિઝીટલ પરિક્રમા કરવાની સુવિધા પ્રદાન કરે છે.
  • ઓનલાઇન દાન: ભક્તો વિવિધ ડિઝીટલ પેમેન્ટ મોડથી મંદિરમા ઓનલાઇન દાન કરી શકે છે.
  • ઓનલાઇન પ્રસાદ ઓર્ડર: મંદિર ટ્રસ્ટની આ નવી સુવિધા શરૂ કરવામા આવી છે. જેમા તમે ઓનલાઇન પ્રસાદ ઓર્ડર કરતા તમારા સરનામા પર મોકલવામા આવે છે.
  • ધજા: ધજા માટેના ઉપલબ્ધ સ્લોટમાથી ધજા બુક કરી શકો છો.
  • પાર્કિગ: પાર્કિંગ માટે તમે ઓનલાઇન પ્રીબુકીંગ કરાવી શકો છો.
  • આવાસ: એસી અને નોન એસી રૂમનુ પણ ઓનલાઇન બુકીંગ કરાવી શકો છો.
  • ઉડનખટોલા: સૌ કોઇ માટે ઉડનખટોલામા બેસવુ તે અલગ આનંદ હોય છે. અંબાજી મંદિરમા હવે આ સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: Dwarka Live Darshan: આજના દ્વારકાધિશ મંદિરના લાઇવ દર્શન, Dwarkadhish.org

અંબાજી કઇ રીતે પહોંચશો ?

  • રોડમાર્ગે: અંબાજી બનાસકાંઠા જિલ્લામા દાંતા તાલુકામા આવેલુ છે. અમદાવાદ થી 175 કીમી અને આબુ થી 50 કીમી થાય છે. અંબાજી પહોંચવા માટે સારી રોડ કનેકટીવીટી છે.
  • હાઇ માર્ગે: અંબાજી હવાઇ માર્ગે જવા માટે નજીકનુ એરપોર્ટ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.
  • ટ્રેન દ્વારા; ટ્રેન દ્વારા અંબાજી પહોંચવા માટે તે ગુજરાત અને રાજસ્થાન ની લોકલ ટ્રેનો દ્વારા સારી રીતે જોડાયેલ છે.

અગત્યની લીંક

અંબાજી મંદિર ઓફીસીયલ વેબસાઇટઅહિંં કલીક કરો
Ambaji Mandir Youtube channelઅહિંં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Ambaji Live Darshan
Ambaji Live Darshan

Leave a Comment

error: Content is protected !!