Ayodhya Live Darshan: સિંહાસન પર બિરાજમાન થયા રામલલા, કરો ગર્ભગૃહ મા સ્થાપિત મૂર્તિ ના દર્શન

Ayodhya Live Darshan: 22 તારીખે અયોધ્યામા નવનિર્મિત રામમંદિરમા ભગવાન રામલલા ની મૂર્તિ નો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. એવામા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઇ ગઇ છે. આજરોજ 4 કલાકની વિધી બાદ ભગવાન રામલલાની મૂર્તિને ગર્ભગૃહમા સ્થાપિત કરવામા આવી છે. ભગવાન રામલલા ની આ મૂર્તિની તસવિરો રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી પોસ્ટ કરવામા આવી છે. લોકો ભગવાન રામ ની આ મૂર્તિના દર્શન કરે ધન્યતા અનુભવી રહ્યા છે.

Ayodhya Live Darshan

માત્ર ભારતના જ નહિ પરંતુ દેશ વિદેશમા વસતા કરોડો ભારતીય લોકોની આસ્થા ના પ્રતિક ભગવાન રામલલા ના નવ નિર્મિત રામમંદિરમા પ્રાણપ્રતિષ્ઠા 22 તારીખે યોજાનાર છે. ત્યારે આખો દેશ ભકતિ ના રંગે રંગાઇ રહ્યો છે. આખરે અયોધ્યાના રાજા રામ તેમના સિંહાસન પર બીરાજમાન થયા છે. 4 કલાકના વિધિ-વિધાન બાદ રામલલ્લાની પ્રતિમાને ગર્ભગૃહના આસાન પર સ્થાપિત કરવામાઆવી છે. જોકે આ મૂર્તિને હાલ કપડાંથી ઢાંકી દેવાઈ છે. જે 22મીએ થનારી પ્રાણ પ્રતિષ્ઠામાં ખુલવામા આવશે. 4 કલાક ચાલેલા મંત્રોચ્ચાર અને વિધી બાદ પ્રતિમાને આસાન પર બિરાજમાન કરવામા આવી હતી.

આસન પર રામલલાની મૂર્તિને સ્થાપિત કરાયા બાદ હાલ પ્રતિમાને કપડાથી ઢાંકી દેવામાં આવી છે જે 22મી જાન્યુઆરીએ દર્શન માટે ખુલવામા આવનાર છે. પ્રાણ પ્રતિષ્ઠા ના 4 દિવસ પહેલા રામ મંદિરની નવી તસવીરો પણ સામે આવી છે. એક તસવીર બહારથી આખા રામ મંદિરના બિલ્ડિંગની છે. બીજી તસવીરમાં દિવાલ પર કોતરવામાં આવેલી શ્રી રામના વિશિષ્ટ ભક્ત હનુમાનજીની પ્રતિમા જોવા મળી રહિ છે. ત્રીજી તસવીરમાં ભગવાન શ્રી નારાયણ અને દેવી લક્ષ્મીની મૂર્તિ દિવાલ પર કલાત્મક રીતે કોતરવામાં આવી છે, જેમાં નારાયણ શયનમુદ્રામાં છે. હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમોની શરૂઆત થઇ ગઇ છે અને મંદિરમાં 3 દિવસથી વિધિ ચાલી રહી છે.

આ પણ વાંચો: Ram mandir Photo Editor App: અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે ફોટો બનાવી વોટસઅપ DP મા રાખો, જય શ્રી રામ

રામલલા પોતાના ત્રણ ભાઈઓ સાથે જૂના ઘરેથી નવા રામ મંદિર પહોંચ્યા છે. રામલલાની નવી મૂર્તિ પણ રામ મંદિર અયોધ્યા ગર્ભગૃહમા સ્થાપિત કરવામા આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જાન્યુઆરીએ અયોધ્યા પહંચનાર છે અને 22 જાન્યુઆરીની સવારે સરયૂ નદીમાં સ્નાન કરીને રામ મંદિર પ્રાણૅપ્રતિષ્ઠા મહોત્સવમા જશે. ઉલ્લેખનીય છે કે તેઓ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના યજમાન નહીં હોય, પરંતુ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ શર્મા અને તેમની પત્ની ઉષા મુખ્ય યજમાન છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!