અયોધ્યા લાઇવ દર્શન: રામનવમી નિમિતે રામમંદિર અયોધ્યા થી લાઇવ દર્શન કરો ઘરેબેઠા

અયોધ્યા લાઇવ દર્શન: Ayodhya Live Darshan: Ramnavmi Live Darshan: અયોધ્યામા નવનિર્મિત રામમંદિર ભગવાન શ્રી રામલલા ની મૂર્તિની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા જાન્યુઆરી માસમા યોજવામા આવી હતી. રામનવમી નિમિતે ભગવાન રામલલા ના દર્શન કરવા માટે લાખો ભક્તો અયોધ્યા જતા હોય છે. રામનવમી નિમિતે ભગવાન રામલલા ના લાઇવ દર્શન કઇ રીતે ઘરેબેઠા કરી શકો તેની માહિતી મેળવીએ.

અયોધ્યા લાઇવ દર્શન

અયોધ્યા રામમંદિર મા ભગવાન શ્રીરામ ની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત શ્રીરામ જન્મોત્સવ ઉજવવામા આવનાર છે. ત્યારે આ ભવ્ય રામ જન્મોત્સવ ની ઉજવણી કરવા માટે જોરશોરથી તૈયારીઓ કરવામા આવી રહિ છે. રામનવમી ના દિવસે બપોરે 12 વાગ્યે અભિજીત મુહૂર્ત મા ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ બાદ સૂર્યના કિરણોથી સૂર્યાભિષેક કરવામા આવશે. આપણા પ્રાચીન ધર્મ શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રીરામનો જન્મ સૂર્યવંશમા થયો હતો અને સૂર્યદેવ તેમના કુળદેવતા પણ છે. 17 એપ્રીલ એટલે કે રામનવમી ના દિવસે અયોધ્યામા નવા નિર્માણ કરેલા રામમંદિરમા પ્રથમ વખત રામ જન્મોત્સવ ઉજવવામા આવનાર છે.

રામનવમી પર અયોધ્યાના કાર્યક્રમ

રામનવમી ના દિવસે બુધવારે ભગવાન રામલલા ના દર્શન માટે રામ મંદિરના કપાટ સવારે 3.30 વાગ્યાથી ખુલી જશે. દર્શનની સાથે જ શણગાર આરતી, ભોગ વગેરેનો કાર્યક્રમ ચાલુ રહેશે. આ કાર્યક્રમો માટે થોડા સમય માટે દર્શન બંધ કરવામા આવશે. ઉલ્લેખનીય છે કે રામ મંદિરમાં સુગમ દર્શન, આરતી અને વીઆઈપી પાસ પહેલા જ 19 એપ્રિલ સુધી રદ કરવામા આવ્યા છે.

શયન આરતીનો સમય શ્રદ્ધાળુઓની ભીડના આધારે નક્કી કરવામા આવ્યો છે. આખા દિવસમાં ચાર વખત ભગવાન ને ભોગ લગાવવામાં આવશે. ભોગ, શણગાર, વસ્ત્ર બદલવા અને આરતી વખતે પણ દર્શન રોકવામા નહીં આવે. ફક્ત અમુક મિનિટો માટે જ પડદો પાડવામાં આવશે.

અયોધ્યા કઇ રીતે જશો ?

અયોધ્યા કઇ રીતે પહોંચશો ?

અયોધ્યા જવા માટે તમે હવાઇ માર્ગે, રોડ માર્ગે અને ટ્રેન દ્વારા જઇ શકો છો. જેની કનેકટીવીટી નીચે મુજબ છે.

હવાઇ માર્ગે

હવાઇ માર્ગે અયોધ્યા જવા માટે ભારતના વિવિધ શહેરોથી ફલાઇટ ઉપલબ્ધ છે. જેમા દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નઇ, બેગાલુરૂ જેવા મુખ્ય શહેરોથી ફ્લાઇટ ઉપલબ્ધ છે. ઉપરાંત આગામી સમયમા અન્ય શહેરોથી પણ ફલાઇટ શરૂ થનાર છે.

રેલમાર્ગે

રેલમાર્ગે ટ્રેન દ્વારા ભારતના વિવિધ શહેરોથી અયોધ્યા જવા માટે ઘણી બધી ટ્રેનો ઉપલબ્ધ છે. હાલ દિલ્હી, અમૃતસર, મુંબઇ, ભોપાલ, ઇન્દોર, જયપુર, કોલકતા, જેવા મુખ્ય શહેરોથી ટ્રેન ઉપલબ્ધ છે. આગામી સમયમા ભારતના વિવિધ શહેરોથી અયોધ્યા ને જોડતી 1000 ખાસ ટ્રેન દોડાવવાની ભારતીય રેલવે આયોજન કરી રહ્યુ છે.

રોડ માર્ગે

રોડ માર્ગે ભારતના વિવિધ શહેરોથી અયોધ્યા સરળતાથી પહોંચી શકાય છે. ભારતના મુખ્ય શહેરોથી અયોધ્યા સુધીનુ અંતર અને મુસાફરી માટે લાગતો સમય નીચે મુજબ છે.

શહેરકીમીમુસાફરીમા લાગતો સમય
દિલ્હી68811 કલાક
મુંબઇ160038 કલાક
જયપુર71013 કલાક
અમદાવાદ135034 કલાક
ઇન્દોર93019 કલાક
ભોપાલ78113 કલાક
ચંદિગઢ91415 કલાક

આ પણ વાંચો:

ઉતરપ્રદેશ ના મુખ્ય શહેરો થી અયોધ્યાનુ અંતર અને મુસાફરી માટે લાગતો સમય નીચે મુજબ છે.

શહેરકીમીમુસાફરીમા લાગતો સમય
આગરા46811 કલાક
લખનૌ1342.25 કલાક
ગોરખપુર1332.25 કલાક
પ્રયાગરાજ1672.5 કલાક
વારાણસી2182.5 કલાક

રોકાવાની વ્યવસ્થા

અયોધ્યામા રોકાવા માટે ધર્મશાળા અને હોટેલો ની ઘણી વ્યવસ્થા છે. અને હવે નવી હોટેલો અને ધર્મશાળાઓ પણ ડેવલપ થઇ રહી છે. મુખ્ય હોટેલો અને ધર્મશાળાની વ્યવસ્થા નીચે મુજબ છે.

સ્થળરૂમભાડુમંદિરથી અંતરસંપર્ક નં.
જૈન ધર્મશાળા30500 થી 20001.5 કીમી6260363801
રામ વૈદેહી મંદિર ધર્મશાળા2001000 થી 30002 કીમી7570088000
કનક મહેલ501000 થી 30002 કીમી9682958388
રામ હોટેલ501000 થી 30001 કીમી9415140674
રામપ્રસ્થ હોટેલ401000 થી 30002 કીમી8115000098
રમીલા કુટીર2550002 કીમી
રામાયણમ હોટેલ5020000 સુધી3 કીમી

અયોધ્યામા મુખ્ય દર્શન સ્થળો

અયોધ્યામા મુખ્ય રામમંદિર સિવાય ભગવાન શ્રીરામ સાથે જોડાયેલા અનેક અન્ય દર્શન સ્થળો પણ આવેલા છે. આ મંદિરો મુખ્ય રામમંદિરની આસપાસ જ આવેલા છે.

  • હનુમાનગઢી: રામમંદિરથી 500 મીટર
  • કનક ભવન; રામમંદિર થી 1 કીમી
  • સીતા રસોઇ: રામમંદિર થી 1 કીમી
  • સરયૂ કાંઠો: રામમંદિર થી 2 કીમી

અગત્યની લીંક

અયોધ્યામ રામમંદિર ઓફીસીયલ વેબસાઇટઅહિં કલીક કરો
સૂર્યતિલક લાઈવ વિડીયો જુઓ અહિથીઅહિ કલીક કરો
રામજન્મ ભૂમિ તીર્થે ક્ષેત્ર ઓફીસીયલ વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!