Ram Mandir Live Darshan: પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન રામલલા ના પ્રથમ દર્શન, આ ઐતિહાસિક ક્ષણ ચૂકી ગયા હોય તો જુઓ વિડીયો

Ram Mandir Live Darshan: Ayodhya Live Darshan: અયોધ્યા મા ભગવાન શ્રીરામ ના નવનિર્મિત મંદિરમા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન રામલલા ની પ્રતિમા ના પ્રથમ દર્શન કરવા સૌ કોઇ ભક્તો આતુર છે. કરોડો ભક્તોએ લાઇવ દર્શન કરી ધન્યતા અનુભવી. જો તમે આ અલૌકિક અને ઐતિહાસિક ક્ષણ લાઇવ દર્શન કરવાનુ ચૂકી ગયા હોય તો આ પ્રથમ દર્શન નો વિડીયો મૂકેલ છે.

Ram Mandir Live Darshan

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ ના નવનિર્મિત મંદિરમા પ્રાણ પ્રતિષ્ઠા આજે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાથી સાધુ સંતો, બોલિવૂડ સ્ટાર સહિત અનેક આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરતાની સાથે જ આખુ રામ મંદિર પરિસર જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. ત્યારે ભગવાન શ્રી રામ ની આ મનમોહક મૂર્તિના દર્શન ની પ્રથમ તસ્વીર સામે આવી છે. જેના દર્શન કરી કરોડો દેશવાસીઓ ધન્યતા અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો: Ayodhya Ram mandir Darshan Timing: કયારથી અયોધ્યા રામમંદિરમા કરી શકાસે દર્શન, જાણો આરતી અને દર્શન નો સમય

પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનું ખૂબ જ શુભ મુર્હૂર્તમાં સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ભગવાન રામ લલ્લાનો અભિષેક કરવામાં આવ્યો હતો. કાશીના જ્યોતિષી પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્વિડે એ પસંદ કરેલા આ શુભ મુહૂર્ત પર ભગવાન રામલલાની સ્થાપના કરવામાં આવી હતી.

રામમંદિરની 10 ખાસ વિશેષતાઓ

ભગવાન શ્રીરામ ના આ નવનિર્મિત મંદિરની આ 10 ખાસ બાબતો નીચે મુજબ છે.

  • આ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. પૂર્વ દિશાથી મંદિરમાં પ્રવેશ કરી શકાય છે. દક્ષિણ દિશામાંથી બહાર નીકળવા માટે એક્ઝિટ હશે. મંદિરનું સુપરસ્ટ્રક્ચર ત્રણ માળનું હશે. ભક્તો પૂર્વ દિશામાંથી 32 સીડીઓ ચઢીને મુખ્ય મંદિર સુધી પહોંચી શકસે.
  • મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ જેટલી છે. મંદિર ત્રણ માળનું બનાવવામા આવ્યુ છે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ જેટલી છે. મંદિરમાં કુલ 392 સ્તંભ અને 44 જેટલા દરવાજા છે.
  • નવનિર્મિત મંદિરમા કુલ પાંચ મંડપ હશે. જેને નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ નામ આપવામાં આવ્યા છે.
  • ભગવાન શ્રી રામ ગ્રાઉન્ડ ફ્લોર પર ગર્ભગૃહમાં બિરાજમના થશે. પહેલા માળે ભગવાન રામનો આખો દરબાર શણગારવામાં આવ્યો છે. થાંભલાઓ અને દિવાલો પર દેવી, દેવી-દેવતાઓની મૂર્તિઓ કોતરવામા આવી છે.
  • મંદિર પાસે પ્રાચીન કાળનું સીતાકૂપ જોઈ શકાય છે. સંકુલના ચાર ખૂણામાં સૂર્ય, ભગવતી, ગણેશ અને શિવના મંદિરો બનાવવામાં આવ્યા છે. ઉત્તર અને દક્ષિણ ભાગમાં અન્નપૂર્ણા અને હનુમાનજીના મંદિરો છે. મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, અગાસ્ય, નિષાદ રાજ, શબરીના મંદિરો બનાવવાનુ પણ પ્રસ્તાવિત છે.
  • આ મંદિર ની બનાવટ મા લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જમીન પર બિલકુલ કોંક્રિટ નો ઉપયોગ કરવામા આવ્યો નથી. મંદિરની નીચેનો પાયો 14 મીટર જાડા રોલર કોમ્પેક્ટેડ કોંક્રીટ (RCC)થી નાખવામાં આવ્યો છે. તેને કૃત્રિમ ખડકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Sarangpur Live Darshan: ઘરેબેઠા કરો સાળંગપુર કષ્ટભંજન દાદા ના Live દર્શન, ઓમ નમો હનુમંતે

  • મંદિરમા માટીનો ભેજ ન લાગે તે માટે ગ્રેનાઈટથી 21 ફૂટ ઊંચો પ્લિન્થ બનાવવામાં આવેલ છે. આખુ રામમંદિર કેમ્પસ કુલ 70 એકર મા છે. કેમ્પસનો 70 ટકા વિસ્તાર હરિયાળો રહેશે. જેમા પર્યાવરણ અને જળ સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે.
  • મંદિર પરિસરમાં બાથરૂમ, શૌચાલય, વોશ બેસિન, ખુલ્લા નળ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. મંદિરમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે રેમ્પ અને લિફ્ટ જેવી વ્યવસ્થા પણ કરવામા આવી છે.
  • 25 હજારની ક્ષમતા સાથે મુલાકાતી સુવિધા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મુલાકાતીઓનો સામાન રાખવા માટે લોકર અને તબીબી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
  • મંદિરની આસપાસ એક લંબચોરસ દિવાલ બનાવવામા આવી છે. ચારેય દિશામાં તેની કુલ લંબાઈ 732 મીટર અને પહોળાઈ 14 ફૂટ જેટલી હશે. દક્ષિણ-પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર ભગવાન શિવના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ત્યાં જટાયુની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

1 thought on “Ram Mandir Live Darshan: પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન રામલલા ના પ્રથમ દર્શન, આ ઐતિહાસિક ક્ષણ ચૂકી ગયા હોય તો જુઓ વિડીયો”

Leave a Comment

error: Content is protected !!