અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા: રામલલા ની પ્રાણપ્રતિષ્ઠા: અયોધ્યા રામમંદિર: અયોધ્યામાં નિર્માન પામી રહેલા ભગવાન શ્રી રામ મંદિરના પહેલા માળે પાંચ વર્ષના બાળકના રૂપમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવનાર છે અને જાન્યુઆરી વચ્ચે કોઈપણ દિવસે ગર્ભગૃહમાં મૂર્તિનો અભિષેક કરવામા આવનાર છે. કરોડો ભક્તો આયોધ્યા મા નિર્માણ પામી રહેલા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની રાહ જોઇ રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે માહિતી આપી છે કે આવતા વર્ષે 15 થી 24 જાન્યુઆરી વચ્ચે રામ મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિનો અભિષેક કરવામાં આવે તેવી શકયતાઓ છે.
અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા
ચંપત રાયે સોમવારે આ અંગે જણાવ્યું હતું કે, ‘મંદિરના સૌથી નીચેના માળનું કામ ઓક્ટોબર મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે તેવી સંભાવના છે. ભગવાન શ્રી રામની પ્રતિમા પાંચ વર્ષના બાળકની જેમ મંદિરમા સ્થાપિત કરવામાં આવશે. રામ મંદિરમાં પહેલા માળે સ્થાપિત પ્રતિમા અને ગર્ભગૃહમાં સ્થાપિત થનારી મૂર્તિને 15 જાન્યુઆરી થી 24 જાન્યુઆરી વચ્ચે પવિત્ર કરવામાં આવશે.
આ પણ વાંચો: Dwarka Live Darshan: આજના દ્વારકાધિશ મંદિરના લાઇવ દર્શન, Dwarkadhish.org
રામલલા ની પ્રાણપ્રતિષ્ઠા
મહાસચિવે આ અંંગે જાણકારી આપતા કહ્યું કે મંદિરના ભોંયતળિયે સમગ્ર પરિવાર સાથે ભગવાન શ્રીરામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. અત્યારે બીજા માળે કોઈ મૂર્તિ સ્થાપિત કરવામા આવશે નહી. રાયે કહ્યું, ‘બીજો માળ માત્ર મંદિરને ઊંચાઈ આપવા માટે બનાવવામાં આવશે. હાલમાં મંદિરના નિર્માણમાં 21 લાખ ઘનફૂટ જેટલા ગ્રેનાઈટ, સેન્ડસ્ટોન અને માર્બલનો ઉપયોગ કરવામાં આવી આવ્યો છે.
गृभग्रह में भगवान की जिस प्रतिमा की प्राण-प्रतिष्ठा होगी, वह बालक रूप में होगी। सभी निर्माण कार्य अक्तूबर तक व अन्य सब कार्य दिसंबर माह में पूरे कर लिए जाएँगे।
— Champat Rai (@ChampatRaiVHP) July 16, 2023
15 जनवरी 2024 से 24 जनवरी 2024 के बीच जो भी तिथि उत्तम होगी, उस दिन भगवान की प्राण-प्रतिष्ठा कर दी जाएगी। pic.twitter.com/SpI64oVQ6G
મંદિરનુ 80 % કામ પૂર્ણ
નવા નિર્માણ પામી રહેલા રામ મંદિરનું માળખું આરસનું બનાવવામા આવ્યુ છે, જ્યારે દરવાજા માટે સાગનુ લાકડુ મહારાષ્ટ્રથી લાવવામાં આવેલ છે. તેમના પર કોતરણીનું કામ પણ હાલ ચાલુ છે. મંદિરને 1000 વર્ષથી વધુ સમય સુધી કોઈ સમારકામની જરૂર પડશે નહીં તે રીતે મજબુત બનાવવામા આવશે. રાયે કહ્યું કે રામ મંદિરના નીચેના માળનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તેના 162 સ્તંભ તૈયાર થઇ ગયા છે અને આ સ્તંભો પર 4500 થી વધુ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. આ મંદિરમા અને તેની શૈલીમા ‘ત્રેતાયુગ’ની ઝલક જોવા મળશે.
આ પણ વાંચો: India Best Hill Station: ભારતમા આવેલા બેસ્ટ હિલ સ્ટેશન, સામાન પેક કરી નીકળી પડો ફરવા
કલા કારીગરી
થાંભલાની કોતરણી માટે કેરળ અને રાજસ્થાનના 40 કારીગરો કરી રહ્યા છે કામ. થાંભલાની કોતરણી માટે કેરળ અને રાજસ્થાનના 40 કારીગરો હાલ કામે લાગ્યા છે. મંદિરનો દરેક સ્તંભ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. દરેક થાંભલામાં 20 થી 24 મૂર્તિઓ બનાવવામાં આવી છે. ઉપરના ભાગમાં 8 થી 12 મૂર્તિઓ બનાવવામાં આવી છે. મધ્ય ભાગમાં ચાર થી આઠ મૂર્તિઓ બનાવવામાં આવી છે. એક થાંભલા પર મૂર્તિ બનાવવા માટે એક કારીગરને લગભગ 200 દિવસ જેટલો લાગે છે.
રાયે કહ્યું કે મંદિરનો પાયો 15 ફૂટ ઊંડો અને પથ્થરોથી બનેલો મજબુત છે અને બાંધકામમાં લોખંડ કે સ્ટીલનો ક્યાય ઉપયોગ કરવામાં આવ્યો નથી. 6.5ની તીવ્રતાના ભૂકંપ આવે તો પણ આ મંદિરને કોઈ નુકસાન થશે નહીં. સૂર્યના કિરણો લેન્સ અને અરીસા દ્વારા મૂર્તિ પર પડે તે રીતે મંદિરની રચના કરવામા આવી છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
1 thought on “અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા: કરોડો ભક્તોની આતુરતાનો અંત, આ તારીખો મા થશે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા; બન્યા બાદ આવુ લાગશે મંદિર”