કન્ફયુઝન: એ.સી. અને પંખો એકસાથે ચાલુ રાખવાથી ફાયદો થાય કે નુકશાન, સમજો વિડીયોમા

કન્ફયુઝન: હાલ ઉનાળાની ગરમીઓ ચાલુ થઇ ગઇ છે. અને જેમ જેમ ગરમી અને તડક વધતા જાય છે તેમ તેમ કુલીંગ ગેજેટ નો ઉપયોગ લોકો વધુ કરે છે. ઉનાળામા એ.સી., કૂલર, પંખા જેવા ઈલેકટ્રોનીક ગેજેટ નો વધુ ઉપયોગ થાય છે. એવામા ઘણા લોકો એ.સી. તો ચાલુ રાખે જ છે સાથે પંખો પણ ચાલુ રાખે છે. એવામા દરેક લોકોને એ પ્રશ્ન થાય છે કે એ.સી. અને પંખો એકસાથે ચાલુ રાખવા જોઇએ કે નહિ. ? એ.સી. સાથે પંખો પણ ચાલુ રાખીએ તો કુલીંગ વધુ મળે કે ઓછુ ? વીજબીલ વધુ આવે કે ઓછુ ? ચાલો આ બાબત સમજીએ.

કન્ફયુઝન: એ.સી. અને પંખો એકસાથે ચાલુ રખાય કે નહી ?

એ.સી. અને પંખો એકસાથે ચાલુ રાખવા જોઇએ કે નહિ તે બાબતે દરેક લોકો અવઢવમા હોય છે. આજે તમારૂ આ કન્ફયુઝન દૂર થઇ જશે. એ.સી. સાથે પંખો ચાલુ રાખવાથી કુલીંગ ઓછુ મળે કે વધુ ? વીજબીલ મા શું ફરક પડે તેની ગણતરી સમજીશુ.

લોકો ઉનાળાની ગરમીઓમા લોકો ગરમી થી રાહત મેળવવા માટે એ.સી. , કૂલર જેવા કૂલીંગ ગેજેટ નો ઉપયોગ કરતા હોય છે. મોટાભાગના લોકો એ.સી. ની સાથે સીલીંગ ફેન પણ ચાલુ રાખતા હોય છે.

એ.સી. અને પંખો બંને એકસાથે ચાલુ રાખી શકાય કે નહી ? AC સાથે પંખો ચાલુ રાખવાથી કૂલીંગ અને વીજબીલ મા ફાયદો થાય કે નુકસાન? તે બાબતે દરેક લોકોને પ્રશ્ન થતો હોય છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી ના સર્વે મુજબ AC સાથે પંખો ચાલુ રાખવાથી કૂલીંગ મા ફાયદો થાય છે. એ.સી. અને પંખો એકસાથે ચાલુ રાખવાથી કૂલીંગ કેમ વધુ મળે છે તે સમજવા માટે તમારે પહેલા એ સમજવું પડે કે સીલીંગ ફેન કઇ સીસ્ટમ પર કામ કરે છે.

આ પણ વાંચો: Aadhar Photo Change: શું આધાર કાર્ડ મા તમારો ફોટો જુનો છે ? આધાર મા ફોટો બદલવાની આ છે પ્રોસેસ

પંખો ઉપરની હવાને નીચે સુધી ફેકે છે અને આખા રૂમમાં ઠંડા પવન ને ફેલાવે છે. અને હવે જ્યારે એ જ રૂમમાં AC ચાલુ હોય તો AC રૂમની હવાને ઠંડી કરે છે. એ.સી. ની આ ઠંડી હવાને રૂમ ના દરેક ભાગ સુધી પહોંચાડવાનુ કામ પંખો કરે છે. જેથી રૂમ વધુ ઝડપથી ઠંડો થઇ જશે. રૂમનો એક પણ ખૂણો એવો નહી બચે જયા ગરમ હવા હોય. પંખો ઝડપથી ઠંડી હવાને રૂમના દરેક ભાગ સુધી પહોંચાડવાનુ કામ કરે છે.

એ.સી. અને પંખો બન્ને સાથે ચાલુ હોય ત્યારે બન્ને સાથે ઠંડક ફેલાવે છે. જેથી તમારે એ.સી. નુ ટેમ્પરેચર થોડુ ઓછુ રાખવુ પડશે. એ રીતે પણ ફાયદો થશે. જેનાથી વીજ વપરાશ મા પણ ઘટાડો થશે. ACમાં આઉટડોર અને એક ઇન્ડોર એમ અલગ અલગ 2 યુનિટ હોય છે એમાં આઉટડોર યુનિટનું કામ છે ગરમ હોવાને ઠંડી કરવાનુ અને ઇન્ડોર યુનિટનું કામ છે ACના અલગ અલગ કંટ્રોલને હેન્ડલ કરવાનું.

ધારો કે ટેમ્પરેચર 25 પર સેટ કર્યું છે તો જ્યારે રૂમનું ટેમ્પરેચર ઇન્ડોર યુનિટના સેન્સરમાં 25 ડિગ્રી જેટલુ થઇ જશે ત્યારે એ આઉટડોર યુનિટ પોતાનું કમ્પ્રેશર બંધ કરી દેશે . અને જ્યારે ટેમ્પરેચર ફરીથી એકવાર રૂમનું વધશે ત્યારે કમ્પ્રેશર આપોઆપ શરૂ થઈ જશે. AC આ રીતે કામ કરે છે. એ.સી. નુ બહારનુ કમ્પ્રેશર જેટલો સમય બંધ રહેશે એટલો સમય વિજળીની બચત થશે. આમ પંખો સાથે ચાલુ હોવાથી તરત રૂમ ઠંંડક પકડવાથી આઉટડોર કમ્પ્રેશર તરત બંધ થઇ જશે.

આમ એ.સી. અને પંખો એકસાથે ચાલુ રાખવાથી કૂલીંગ પણ વધુ મળશે અને વીજબીલ મા પણ ફાયદો થશે.

અગત્યની લીંક

એ.સી. અને પંખો એકસાથે ચાલુ રાખવા કે નહી ?
સમજો વિડીયોમા
અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
એ.સી. અને પંખો એકસાથે ચાલુ રખાય કે નહી
એ.સી. અને પંખો એકસાથે ચાલુ રખાય કે નહી

2 thoughts on “કન્ફયુઝન: એ.સી. અને પંખો એકસાથે ચાલુ રાખવાથી ફાયદો થાય કે નુકશાન, સમજો વિડીયોમા”

Leave a Comment

error: Content is protected !!