Aadhar Photo Change: શું આધાર કાર્ડ મા તમારો ફોટો જુનો છે ? આધાર મા ફોટો બદલવાની આ છે પ્રોસેસ

Aadhar Photo Change: આધાર ફોટો બદલવાની પ્રોસેસ: આપણી પાસે રહેલા વિવિધ સરકારી ડોકયુમેન્ટ પૈકી આધાર કાર્ડ એ સૌથી અગત્યનુ ડોકયુમેન્ટ છે. આધાર કાર્ડ ની દરેક જગ્યાએ જરૂર પડે છે. આધાર કાર્ડ ની વિગતો અપ ટુ ડેટ રાખવી જરૂરી છે. આધાર કાર્ડ મા સામાન્ય રીતે ફોટો ખૂબ જ જુનો હોય છે. આપણે આધાર કાર્ડ મા ફોટો બદલવા માંગત્તા હોઇએ છીએ પરંતુ પ્રોસેસ ખબર ન હોવાથી ફોટો અપડેટ કરતા નથી.

Aadhar Photo Change

હાલ આધાર કાર્ડ લગભગ દરેક સરકારી કામકાજ માટે ફરજીયાત બની ગયુ છે. તમારે કોઇપન જગ્યાએ ફોટો આઇ.ડી. પ્રૂફ આપવાનુ હોય કે કોઇ સરકારી યોજના નો લાભ લેવાનો હોય તો આધાર કાર્ડ જરૂરી બની ગયુ છે. ઘણા લોકોને આધાર કાર્ડ મા ફોટો જૂનો હોવાથી તે બદ્લવા માંગતા હોય છે.
વર્તમાન સમયમાં આધાર કાર્ડ સૌથી અગત્યનુ ફોટો આઇ.ડી, પ્રૂફ અને ગવર્નમેંટ ડોકયુમેન્ટ બની ગયુ છે. તેમાં કાર્ડધારકનો ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક બંને પ્રકારનો ડેટા હોય છે. જેમાં ફોટો, ફિંગર પ્રિન્ટ, આઈરીસ સ્કેન જેવી માહિતીઓ હોય છે. પરંતુ કેટલીકવાર લોકો આધાર કાર્ડ મા પોતાનો ફોટો બદલાવવા માંગતા હોય છે. મોટાભાગે લોકોના જૂના આધાર કાર્ડમાં ખૂબ જુનો ફોટો હોય છે. જેથી આજે આપણે આધાર કાર્ડ મા ફોટો બદલવાની માહિતી મેળવીશુ.

આધાર કાર્ડ મા ફોટો બદલવાની પ્રોસેસ

આધાર કાર્ડ ને લગતી ઘણી કામગીરી ઘરેબેઠા ઓનલાઇન કરી શકાય છે. પરંતુ ફોટો બદલવા માટે ઓનલાઇન આ સુવિધા ઉપલબ્ધ નથી. આધાર કાર્ડ મા તમારો ફોટો ચેન્જ કરવા માટે તમારે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવાનુ રહેશે.

  • આ માટે સૌ પ્રથમ તમારે પહેલા તો આધાર માટેની ઓફીસીયલ વેબસાઇટ uidai.gov. in પર જઈને લોગ ઇન કરવાનું રહેશે.
  • ત્યારબાદ અહિંથી આધાર એનરોલમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ આ ફોર્મ ભરીને તમારા નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવાનુ રહેશે.
  • ત્યા તમારા ફીંગરપ્રીન્ટ અને આઇરીસ ડેટા સ્કેન કરવામા આવશે.
  • ત્યારબાદ તમારો લાઇવ ફોટો લેવામા આવશે અને તેને આધાર ડેટા મા અપડેટ કરવામા આવશે.
  • આ માટે જરૂરી ફી તમારી પેમેન્ટ કરવી પડશે.
  • આધાર મા તમારો આ ડેટા ચેન્જ થયા બાદ તમને મેસેજથી જાણ કરવામા આવશે.
  • ત્યારબાદ તમે તમારૂ નવુ આધાર કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.

આધાર ડાઉનલોડ પ્રોસેસ

તમારૂ આધાર કાર્ડ તમે આધાર ની ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો. આ માટે નીચેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ આધાર માટેની સતાવાર વેબસાઇટ uidai.gov.in ઓપન કરો અને તેમા તમારી મનપસંદ ભાષા સીલેકટ કરો.
  • ત્યારબાદ Get Aadhar ઓપ્શન મા થી Aadhar Card Download ઓપ્શન સીલેકટ કરો.
  • ત્યારબાદ My Aadhar મા જઇ ને લોગીન કરો.
  • ત્યારબાદ તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરો.
  • ત્યારબાદ રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલ OTP એન્ટર કરો.
  • ત્યારબાદ Download Aadhar ઓપ્શન પર કલીક કરો.
  • ત્યારબાદ તમારૂ આધાર PDF ડાઉનલોડ થઇ જશે. જેમા તમે પાસવર્ડ એન્ટર કરી તમે આધાર ની PDF ઓપન કરી શકસો.

અગત્યની લીંક

UIDAI OFFICIAL WEBSITEઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Aadhar Photo Change
Aadhar Photo Change

આધાર માટેની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://uidai.gov.in/

1 thought on “Aadhar Photo Change: શું આધાર કાર્ડ મા તમારો ફોટો જુનો છે ? આધાર મા ફોટો બદલવાની આ છે પ્રોસેસ”

Leave a Comment

error: Content is protected !!