HeatStroke: હાલ રાજયના તમામ જિલ્લાઓમા કાળઝાળ ગરમી અને લૂ પડી રહ્યા છે. ઉનાળામા ગરમી નો પારો 40 ડીગ્રી ને પાર પહોંચી ગયો છે. એવામા સખત ગરમી, તડકા અને લૂ મા જો ધ્યાન ન રાખવામા આવે તો લૂ લાગવાથી મૃત્યુ થવાના બનાવો પણ સામે આવતા હોય છે. એવામા ઉનાળાની ગરમીઓમા કઇ કઇ બાબતો ધ્યાનમા રાખવી ? ખાવા પીવામા શું કાળજી રાખવી ? વગેરે જેવી બાબતોની માહિતી મેળવીશુ.
HeatStroke
ઉનાળાની હજી શરૂઆત થઇ છે ત્યા અંગ દજાડતી લૂ અને કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. દર વર્ષે આપણે ઉનાળામા કાળઝાળ લૂ અને ગરમી થી ઘણા લોકો ને બીમાર પડતા અને વધુ ધ્યાન રાખવામા ન આવે તો મૃત્યુ થવાના સમાચાર પણ સાંભળતા હોઇએ છીએ. એવામા ગરમી અને લૂ ન લાગે તે માટે શું ધ્યાનમા રાખવુ અને ખાવા પીવામા શું કાળજી લેવી જોઇએ તેની માહિતી મેળવીએ.
આ પણ વાંચો: Mango Price 2024: બજારમા કેરીની આવક શરૂ, આટલા રૂપીયામા મળી રહિ છે કેસર કેરી અને હાફૂસ કેરી
શું તકેદારી રાખવી ?
ઉનાળાની ગરમી અને લૂ મા દરેક માણસે નીચેના જેવી તકેદારી ખાસ રાખવી જોઇએ.
- ગરમી અને લૂ વધુ હોવાથી દિવસ દરમિયાન પુષ્કળ ઠંડું પાણી તથા લીબું સરબત જેવા અન્ય પ્રવાહીનું સેવન કરતા રહો.
- બપોરના તડકા અને ગરમી મા બીનજરૂરી બહાર નીકળવાનુ ટાળો.
- તડકામા બહાર નીકળવાનુ થાય તો માથા પર ટોપી તથા આંખોમા તડકો ન લાગે તેવા ચશ્મા તથા મોઢા પર રૂમાલ ઢાંકો.
- તડકામા વધુ પડતુ શ્રમ વાળુ કાર્ય બને ત્યા સુધી કરવાનુ ટાળો.
- ઉનાળામા સુતરાઉ અને સફેદ રંગના કપડા પહેરવાનો આગ્રહ રાખો.
- ઠંડકવાળા સ્થળો બગીચા જેવા સ્થળો એ જવાનો વધુ આગ્રહ રાખો.
- ગરમી મા પંખા, કુલર અને એ.સી. નો ઉપયોગ કરો.
- ગરમીના સમયે ચા, કોફી ના બદલે ગોળ, લીંબુ, વરીયાળીથી બનાવેલ પીણા પીવા હિતાવહ છે.
- ઉનાળામા બજારની મસાલાવાળી વસ્તુઓ ખાવાનુ ટાળો. ઘરનો બનેલો શુધ્ધ, ઓછા મસાલાવાળો ખોરાક લો.
- ગરમીઓ મા વૃધ્ધો, નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ વગેરેની ખાસ કાળજી લો.
આ પણ વાંચો: કન્ફયુઝન: એ.સી. અને પંખો એકસાથે ચાલુ રાખવાથી ફાયદો થાય કે નુકશાન, સમજો વિડીયોમા
હિટવેવ મા શું ન કરવુ અને શું ન કરવુ ?
ઉનાળામા વધુ પડતી ગરમી અને લૂ લાગવાથી મૃત્યુ પણ થઇ શકે છે. ગરમી અને લૂ મા તેની અસરને શક્ય એટલી ઓછી કરવા અને લૂ થી ગંભીર બીમારીઓ અથવા મૃત્યુ અટકાવવા નીચેના જેવી બાબતો ખાસ ધ્યાનમા રાખો.
- બપોરના સમયમા બહાર નીકળવાનુ શકય હોય ત્યા સુધી ટાળો.
- ઉનાળામા શરીરમા પાણી ઘટી જાય છે. તેથી તરસ ન લાગી હોય તો પણ શકય એટલુ વધુ પાણી પીવાનો આગ્રહ રાખો.
- વજનમા હલકા, ખુલ્લા અને છિદ્રાળુ સુતરાઉ કપડા પહેરો.. તડકામા સન ગ્લાસ પહેરો.
- બપોરના સમયમા મહેનત વાળા કામ કરવાનુ ટાળો.
- કયાય પ્રવાસ કરતી વખતે પુરતા પ્રમાણમા પાણી સાથે રાખો.
- આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ ઓછા પીવો.
- વધુ પ્રોટીન વાળો ખોરાક લો અને વાસી ખોરાક ખાવાનુ ટાળો.
- કોઇ માણસને લૂ લાગી હોય અને બેભાન થઇ જાય તો તુરંત ડોકટર પાસે સારવાર લો.
- ઓઆરએસ, ઘરે બનાવેલા પીણા જેમ કે લસ્સી, તોરણી(ચોખાનું પાણી), લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરવો જે શરીરમાં ફરી પ્રવાહી સંગ્રહ કરવામાં મદદ કરે છે.
- પ્રાણીઓને છાયડામાં રાખો અને તેમને પીવા નુ પુષ્કળ પાણી આપો.
- તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સન-શેડનો ઉપયોગ કરો અને રાત્રે બારીઓ ખુલ્લી રાખો.
- પંખા અને ભીના કપડાનો ઉપયોગ કરો તેમજ ઠંડા પાણીમાં સ્નાન કરો.
- લાંબો સમય ઠંડા વાતાવરણ મા રહ્યા બાદ તુરંત તડકામા જવાનુ ટાળો.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
લૂ ન લાગે તે માટે શું ખાવુ જોઇએ ?
કાચી કેરી, ડુંગળી
2 thoughts on “HeatStroke: ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂ થી બચવા શું ધ્યાન રાખશો, શું ખાવુ; શુંં પીવુ”