IPL 2024 Date: IPL schedule 2024: ક્રિકેટ રસિયાઓ દર વર્ષે IPL ની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આ વર્ષે ક્રિકેટ ના શોખીન લોકો માટે ભરપૂર સીઝન રહેવાની છે. IPL પુરી થયા બાદ તુરંત જ T20 વર્લ્ડ કપ શરૂ થનાર છે. ચાલુ વર્ષે ભારતમા લોકસભાની ચૂંટણીઓ યોજાનાર હોઇ IPL ભારતમા રમાશે કે વિદેશમા તે અંગે ક્રિકેટ ચાહકો અટકળો લગાવી રહ્યા હતા. પરંતુ ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવી ગયો છે. IPL 2024 ની સીઝન કયા રમાશે તે નક્કી થઇ ગયુ છે.
IPL 2024 Date
IPL ચાલુ વર્ષે ભારતમા જ યોજવામા આવશે તે બાબતની પુષ્ટી કરવામા આવી છે. પરંતુ બીસીસીઆઇ તરફથી હજુ શીડયુલ જાહેર કરવામા આવ્યુ નથી. લોકસભાની ચૂંટણીઓ જાહેર થયા બાદ તેના આધારે IPL નુ શીડયુલ નક્કી કરવામા આવે તેવી શકયતાઓ છે. IPL ની ફાઇનલ મેચ 26 મે ની આજુબાજુ મા રમાય તેવી શકયતાઓ છે. કારણ કે જુન મહિનાની શરૂઆત મા T20 વર્લ્ડ કપ શરૂ થનાર હોઇ ખેલાડીઓ ને તૈયારી માટે 8-10 નો બ્રેક મળી રહે તે બાબત ધ્યાન મા રાખીને 25-26 મે ની આજુ બાજુ ફાઇનલ મેચ રમાડવામા આવે તેવી શકયતા છે.
- IPL ની 17 મી સીઝન નુ ભારત મા જ થશે આયોજન
- લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ IPL નુ શીડયુલ થશે નક્કી
- સંભવિત 25-26 મે ની આજુબાજુ રમાશે ફાઇનલ મેચ
- IPL પુરી થયા બાદ તુરંત રમાનાર છે T20 વર્લ્ડ કપ
IPL Schedule 2024
આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ IPLની 17 મી સીઝન રમાવા જઇ રહી છે. IPL ની આ સીઝન ભારત મા જ રમાડવામા આવશે તે વાતની IPL નાં ચેરમેન તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે એપ્રેલ મે મહિના મા લોકસભાની ચૂંટણીઓ યોજાનાર હોઇ આઈપીએલની આ વર્ષની સીઝન UAE અથવા તો દક્ષિણ આફ્રીકામાં રમાડવામા આવે તેવી અટકળો લગાડવામાં આવી રહી હતી. IPL ચેરમેન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે IPLની 17મી સીઝન ભારતમાં જ રમાડવામા આવશે અને સીઝનની ફાઈનલ મેચ 26 મેનાં રોજ રમાડવામા આવે તેવી શકયતાઓ છે. જો કે હજુ સુધી IPL નુ ફાઇનલ શીડયુલ જાહેર કરવામા આવ્યુ નથી. પરંતુ ટી20 વર્લ્ડ કપ શરૂ થતા પહેલાં BCCI ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓને 8-10 દિવસનો બ્રેક મળી રહે તેવુ આયોજન કરી રહ્યુ છે.
IPL નુ તારીખ સહિતનુ સંપૂર્ણ શીડયુલ જાહેર કરવા માટે લોકસભા ચૂંટણીની તારીખો બાદ નિર્ણય લેવામા આવશે.
મળતી માહિતી અનુસાર IPL ચેરમેન અરુણ ધૂમલે 17મી સીઝનનું આયોજન ભારતમાં જ કરવામા આવશે તેવો દાવો કર્યો છે. અરુણ ધૂમલે કહ્યું- “IPLની આ વર્ષ ની સીઝન ભારતમાં જ રમાડવામા આવશે.. BCCI ટૂંક જ સમયમાં આઈપીએલ 17મી સીઝનની તારીખો સહિતનુ શીડયુલ નું એલાન કરશે. જેવી લોકસભા ચૂંટણીની જાહેરાત થશે એ બાદ અમે IPLની 17મી સીઝનનું શિડ્યૂલ તૈયાર કરી દેશું.”
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

IPL 2024 ની ફાઇનલ મેચ કયારે રમાડવામા આવશે ?
IPL ની ફાઇનલ મેચ સંભવિત 25-26 મે એ રમાડવામા આવશે.