Elevator Tips: લિફટમા ફસાઇ જાઓ તો શુંં કરવુ, લિફટમા કેટલા બટન હોય અને તેનો ઉપયોગ શું હોય ? દરેક માટે જાણવા જેવી માહિતી

Elevator Tips: લિફટ બંધ થઇ જાય તો શું કરવુ ? : આજકાલ મોટા શહેરોમા મોટી મોટી બહુમાળી બિલ્ડીંગો વધતી જાય છે. જેમા ઉપર્ના કોઇ માળે જવા માટે સીડી સડવાને બદલે આપણે લિફટ નો ઉપયોગ કરવાનુ વધુ પસંદ કરતા હોઇએ છીએ. ઉપરાંત કોઇ હોસ્પીટલ કે કોઇ બહુમાળી એપાર્ટમેન્ટમા વારંવાર જવાનુ થતુ હોય તો આપણે લિફટનો જ ઉપયોગ કરતા હોઇએ છીએ. ઘને વખત ક્યારેક એવુ બને કે તમે અડધે પહોંચ્યા હોઇ અને લિફટ બંધ થઇ જાય. તો આવી સ્થિતિમા શું કરવુ જોઇએ. તેની માહિતી મેળવીશુ.

Elevator Tips: લિફટ બંધ થઇ જાય તો શું કરવુ ?

ક્યારેક એવુ બને કે તમે લિફટમા હોય અને કોઇ ટેકનીકલ કારણ સર કે પછી લાઇટ જવાથી લિફટ બંધ થઇ જાય અને તમે અધવચ્ચે જ ફસાઇ જાઓ. આવી સ્થિતીમા ઘણી વખત પુરતુ નોલેજ ન હોવાને લીધે આપણે બેબાકળા બની જતા હોઇએ છીએ. આવી સ્થિતીમા શું કરવુ જોઇએ તેની માહિતી મેળવીએ.

  • લિફટમા ફસાયા હોય લિફટ બંધ થઇ ગઇ હોય તો સૌ પ્રથમ તો બિલકુલ ગભરાવુ ના જોઇએ. અને તમારી જાતને આ સ્થિતીમા કાબુમા રાખો જેથી તમે આ મુશ્કેલીમા થી બહાર નીકળવા યોગ્ય રસ્તા વિચારી શકો.
  • લિફટ બંધ થવાથી જો લિફટમા લાઇટ જતી રહિ હોય અને અંધારૂ થઇ ગયુ હોય તો સૌ પ્રથમ તો તમારા મોબાઇલમા ફલેશલાઇટ કરીને અજવાળુ કરો.
  • લિફટમા ઘણા બટન આપેલા હોય છે. પરંતુ ઉતાવળમા બીનજરૂરી બટનો એકસાથે ન દબાવવા જોઇએ.
  • આવી સ્થિતીમા લિફટનુ એલાર્મ બટન પ્રેસ કરો જેથી કોઇ તમારી મદદ કરી શકે.
  • લિફટમા ઈમરજન્સી માટે કરવાના કોન્ટેકટ નંબર લખેલા હોય છે તેના પર સંપર્ક કરી શકાય.
  • લિફટમા રહેલા ફોનથી કે તમારા મોબાઇલ થી પરિસ્થિતિની જાણ કરો.
  • તમારી જાતે બળ કરી દરવાજો ખોલવાની કોશીશ ન કરો તેનાથી ઇજા થઇ શકે છે.

લિફટનો ઉપયોગ કરતી વખતે શું ધ્યાન રાખશો ?

જો તમે રેગ્યુલર કે દરરોજ લિફટનો ઉપયોગ કરતા હોય તો નીચેની બાબતો ખાસ ધ્યાનમા રાખવી જોઇએ.

  • લિફટમા ઓવરલોડ વજન ન થવો જોઇએ. લિફટની પણ વજન પરિવહન કરવાની એક લીમીટ હોય છે. તેનાથી વધુ વજન તેમા ન થાય તે ખાસ કાળજી રાખવી જોઇએ.
  • લિફટ નો દરવાજો વ્યવસ્થિત બંધ થાય્ક હ્હે કે નહિ તે ખાસ ચેક કરવુ જોઇએ. જો લિફટનો દરવાજો સરખો બંધ ન થતો હોય તો પણ લિફટ ફસાઇ શકે છે.
  • લિફટ ના બટન સાથે આપના બાળકો રમત ન કરે અને દરવાજો બિનજરૂરી ખોલ બંધ ન કરે તે ખાસ કાળજી રાખો.
  • લિફટને હાથ કે પગથી ખોલવાની કે બંધ કરવાની કોશીશ ન કરો.
  • ભૂકંપ કે આગની પરિસ્થિતિમા લિફટનો ઉપયોગ ન કરવો.

લિફટમા M બટન: જો લિફ્ટમાં M બટન ઇન્સ્ટોલ કરેલ હોય તો એ Mezzanine અથવા મેઝેનાઇન દર્શાવે છે. M બટન દબાવવાથી તમે મેઝેનાઇન ફ્લોર પર લઈ જશો.

મેઝેનાઇન એ એક ફ્લોર છે, જે જમીન કરતાં નીચો હોય છે, પરંતુ ભોંયરું નથી. તમે દિલ્હી મેટ્રો સ્ટેશનની લિફ્ટમાં આવાં બટનો જોઈ શકો છો.

લિફટમા C બટન: આ બટન કોન્કોર્સ અથવા Concourse સાથે સંબંધિત છે. બિલ્ડિંગ લિફ્ટમાં આ બટનનો ઉપયોગ ઓછો થાય છે, જ્યારે રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન કે મોટા બિલ્ડિંગ, હોસ્પિટલમાં આ બટન નો વધુ ઉપયોગ થાય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Elevator Tips
Elevator Tips

2 thoughts on “Elevator Tips: લિફટમા ફસાઇ જાઓ તો શુંં કરવુ, લિફટમા કેટલા બટન હોય અને તેનો ઉપયોગ શું હોય ? દરેક માટે જાણવા જેવી માહિતી”

Leave a Comment

error: Content is protected !!