આધાર પાન લીંક: 30 જુન સુધીમા આધાર પાન લીંક નહિ થાય તો શું થશે, શું કહ્યુ નાણામંત્રીએ

આધાર પાન લીંક: Aadhar pan Link Last date: આધાર અને પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ જે 31 માર્ચ 2023 હતી તે વધારીને 30 મી જૂન કરવામા આવી છે. 30 મી જૂન બાદ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંક નહિ હોય તો પાન કાર્ડ ડી એકટીવ થઇ જશે. ચાલો જાણીએ આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમને શું કહ્યુ ?

આધાર પાન લીંક

કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પાનકાર્ડ સાથે આધારને લિંક કરવામાં લેટ થવા બદલ લાગતાં દંડ અંગે વાત કરી હતી. આધાર સાથે પાનનું લીંક કરવાની પ્રક્રિયા 31 માર્ચ 2022 સુધી મફત હતું ત્યારબાદ 1 એપ્રિલ 2022 થી તેના પર 500રૂપિયાની લેટ ફી વસૂલ કરવામા આવતી હતી. જે 1 જૂલાઈ 2022 થી વધારીને રૂ. 1000 કરી દેવામાં આવી હતી. જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી પરંતુ ત્યારબાદ ઘણા લોકોને આધાર પાન લીંક કરવાના બાકી હોઇ આ મુદત વધુ 3 મહિના વધારી 30 જુન 2023 કરવામા આવી છે.

આ પણ વાંચો: આધાર અને પાન કાર્ડ લીંક કરવાની પ્રોસેસ સ્ટેપવાઇઝ

લેટ ફી મા થઇ શકે વધારો

હાલ આધાર અને પાન કાર્ડ ને લીંક કરવા માટે રૂ.1000 લેટ ફી લાગી રહિ છે. હાલમાં સ્થિતિ એવી છે કે જો Aadhar pan Link Last date 30 જૂન 2023 સુધી આધાર અને પાનકાર્ડને લિંક ન કરવામાં આવ્યું તો પાનકાર્ડ ડીએકટીવ થઈ જશે. નાણામંત્રીએ જણાવ્યુ હતુ કે આધાર સાથે પાનકાર્ડને લિંક કરવા માટે અગાઉ ઘણો સમય આપવામાં આવ્યો હતો. આધારનું પાન સાથેનું લિંક કરવાનુ લોકોએ અત્યાર સુધી કરી લેવુ જોઈતું હતું. જે લોકોએ અત્યારસુધી આધાર પાન લીંક કરાવ્યા નથી તેમણે તાત્કાલિક આ કામ પુરુ કરવુ જોઇએ. જો વર્તમાન નક્કી કરેલી સમયમર્યાદા પુરી થઇ જાય છે તો આ દંડની રકમમા હજુ વધારો કરવામાં આવશે.

આધાર પાન લીંક નહિ હોય તો શું થશે ?

આધાર અને પાન લીંક નહિ કરેલા હોય તો 30 જુન બાદ પાનકાર્ડ ડીએકટીવ થવાથી આટલા કામ અટકી જશે.

 • પાનકાર્ડ ડીએકટીવ હોવાથી ઇન્કમ ટેક્ષ રીટર્ન ઓનલાઈન ફાઇલ કરી શકાસે નહિ.
 • પાન કાર્ડ સાથે જોડાયેલા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો અટકી શકે છે.
 • 5 લાખથી વધુની રકમનુ સોનું ખરીદવા મા સમસ્યા આવશે.
 • બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા કેશ ભરવા હશે કે કેશ ઉપાડવા હશે તો તે નહિ થાય.
 • તમે મ્યુચ્યુઅલ ફંડ જેવી નાણાકીય યોજનાઓમાં ઇંવેસ્ટમેંટ કરતા હશો તો તે અટકી જશે.
 • વિવિધ સરકારી યોજનાઓ કે જેમા પાન કાર્ડ ની જરૂર પડતી હોય તેનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

આ પણ વાંચો: આધાર કાર્ડ ને લગતા તમામ કામ માટે ઉપયોગી માહિતે એક ક્લીકમા

આધાર પાન લીંક સ્ટેટસ

તમારુ આધાર અને પાન કાર્ડ સાથે લીંક થયેલુ છે કે કેમ તે જો ચેક કરવા માંગતા હોય તો નીચેની સરળ સ્ટેપ મુજબ ઇંકમ્ટેકસ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન ચેક કરી શકો છો.

 • આધાર પાન લીંક થયેલ છે કે કેમ તે સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ ઇન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. https://www.incometax.gov.in
 • https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status આ લીંક પર ક્લીક કરીને પણ ડાયરેકટ ઓપન કરી શકો.
 • ઓફીસીયલ વેબસાઇટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ Link Aadhar status ઓપ્શન પર ક્લીક કરો.
 • ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમારો પાન અને આધાર નંબર દાખલ કરો.
 • જો તમારું પાન તમારા આધાર સાથે લીંક હશે તો તમને સ્ક્રીન પર મેસેજ દેખાશે.

દેશભરના લોકો આધાર પાન લીંક કરવા માટે દોડાદોડી કરી રહ્યા છે. એમા પણ ઘણા લોકોને આધાર અને પાન કાર્ડમા નામ,જન્મ તારીખ વગેરી માહિતી એકસરખી ન હોવાથી લોકો આધાર અને પાન લીંક ન સમસ્યા આવતી હતી. એવામા ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટે લોકોને રાહત આપતો એક નિર્ણય લીધો છે. આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી તે વધારીને Aadhar Pan Link Date Extend 30 જૂન 2023 કરવામા આવી છે. હવે 30 જૂન 2023 સુધી આધાર પાન લીંક કરી શકાશે. તમારુ પણ જો આધાર પાન લીંક કરવાનુ હજુ બાકી હોય તો 30 જૂન પહેલા આ કામ પુરૂ કરો.

અગત્યની લીંક

આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
follow us on Google Newsઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
આધાર પાન લીંક
આધાર પાન લીંક

આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ શું છે ?

30 જૂન 2023

હાલ આધાર પાન લીંક કરવાનો ચાર્જ કેટલો છે ?

રૂ.1000

1 thought on “આધાર પાન લીંક: 30 જુન સુધીમા આધાર પાન લીંક નહિ થાય તો શું થશે, શું કહ્યુ નાણામંત્રીએ”

Leave a Comment

error: Content is protected !!