SRH VS MI: ક્રિકેટ ની મહાસીઝન IPL નો ધમાકેદાર પ્રારંભ થઇ ચૂક્યો છે. અને દર વખત ની જેમ આ ટુર્નામેન્ટ તેનો રંગ પકડતી જાય છે. દરરોજ એક થી એક ચડીયાતા રોમાંચક મેચ બની રહ્યા છે. એવામા આજે એક અદભુત રોમાંચક મેચ રમાઇ. જેમા ઘણા બધા રેકોર્ડ તૂટી ગયા. સન રાઇઝર હૈદ્રાબાદ અને મુંબઇ ઇન્ડીયન્સ વચ્ચે ની આ મેચમા પ્રેક્ષકોએ કલ્પના પણ ન કરી હોય એટલા રન બન્યા. એક જ મેચમા કુલ 523 રન નો ખડકલો થઇ ગયો.
SRH VS MI
બુધવારે મુંબઇ ના વાનખેડી સ્ટેડીયમ મા સન રાઇઝર હૈદ્રાબાદ અને મુંબઇ ઇન્ડીયન્સ વચ્ચે મેચ રમાઇ હતી. જેમા SRH એ પ્રથમ બેટીંગ કરતા IPL ના ઇતિહાસ નો સૌથી મોટો સ્કોર 277 રન નોંધાવ્યા હતા. હૈદ્રાબાદ ની આ ઇનીંગ મા ચોગ્ગા છગ્ગા નો વરસાદ થયો હતો. અને મુંબઇ નો એક પણ બોલર આ આતશબાજી સામે ટકી શક્યો ન હતો. હૈદ્રાબાદ તરફથી ટ્રેવીસ હેડે માત્ર 24 બોલમા 62 રન કર્યા હ્તા. તો અભિષેક શર્મા એ પણ 23 બોલમા 63 રન કર્યા હ્તા. તો છેલ્લે કલાસેને તાબડતોડ બેટીંગ કરતા 34 બોલમા 80 રન ફટકાર્યા હતા.
મુંબઇ તરફથી તમમ બોલર ખર્ચાળ પૂરવાર થયા હતા. જેમા કેપ્ટન હાર્દિક પંડયા એ 4 ઓવરમા 46 રન, મફાકા એ 4 ઓવરમા 66 રન, કોએત્જી એ 4 ઓવરમા 57 રન આપ્યા હ્તા. એકમાત્ર જસપ્રીત બુમરાહે અમુકઅંશે કીફાયતી બોલીંગ કરી 4 ઓવરમા માત્ર 36 રન આપ્યા હતા.
હૈદ્રાબાદ ની ઈનીંગમા 18 સીકસ અને 19 ચોગ્ગા લાગ્યા હતા. અને મુંબઇ ને જીતવા માટે 278 રન નો વિશાળ ઝૂમલો આપ્યો હતો.
MI ની સારી શરૂઆત
278 રન ના સ્કોર નો પીછો કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડીયંસ ની શરૂઆત પણ ધમાકેદાર રહિ અહ્તી. રોહિત શર્મા અને ઇશાન કિશને પાવર્પ્લે મા હૈદ્રાબાદ ની બોલરો ને ઝૂડી નાખ્યા હતા. અને 6 ઓવરમા જ 76 રન નો સ્કોર કરી દિધો હતો.
મુંબઇ તરફથી શાનદાર પ્રદર્શન કરતા રોહિત શર્મા એ 12 બોલમા 24 રન, ઇશાન કિશને 13 બોલમા 34 રન, નમન ધીરે 14 બોલમા 30 રન, ટીમ ડેવીડે 22 બોલમા 42 રન તથા તીલક વર્મા એ 34 બોઅલમ 64 રન ફટકાર્યા હતા. કેપ્ટન હાર્દિક પંડયા ખાસ કઇ બેટીંગ કરી શકયો ન હતો અને 20 બોલમા 24 રન બનાવ્યા હતા.
હૈદ્રાબાદ તરફથી જયદેવ ઉનડકટે શાનદાર બોલીંગ કરતા 47 રન મા 2 વિકેટ તથા કેપ્ટન પેટ કમીન્સે 35 રન મા 2 વિકેટ ઝડપી હતી. આ મેચમા મુંબઇનો 31 રને પરાજય થયો હતો.
રન ના વરસાદ વાળા આ મેચમા આખો મેચ જાણે હાઇલાઇટ મા ચાલતો હોય તેવુ લાગતુ હતુ. અને પ્રેક્ષકો ને પૈસાવસૂલ ભરપૂર મનોરંજન મળ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઇટન્સ માથી મુંબઇ ઇંડીયન્સ મા ગયેલા હાર્દિક પંડયા ને કેપ્ટન બનાવવામા આવ્યો છે. પરંતુ મુંબઇ તેની શરૂઆત ની બન્ને મેચ હારી ગયુ છે.
અગત્યની લીંક
| મુંબઇ-હૈદ્રાબાદ મેચનો હાઇલાઇટ વિડીયો | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
