IPL Schedule 2024: ક્રિકેટનો મહાકુંભ IPL 2024 શરૂ થવા જઇ રહ્યો છે. IPL ની આ સીઝન માટે પ્રથ્મ 21 મેચોનુ શીડયુલ જાહેર કરવામા આવ્યુ છે. આ વર્ષે લોકસભા ની ચૂંટણીઓ હોવાથી IPL ની બાકીની મેચોનુ શીડયુલ હવે પછી જાહેર કરવામા આવશે.
IPL Schedule 2024
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 22 માર્ચ, 2024 થી 7 એપ્રિલ, 2024 સુધી શરૂ થનારી TATA ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ના પ્રથમ બે અઠવાડિયા માટે શીડયુલ જાહેર કર્યું છે. બે અઠવાડિયાના સમયગાળા દરમિયાન, 21 મેચો રમાનાર છે. આ એમ્ચો 10 શહેરોમાં રમાશે, જેમાં પ્રત્યેક ટીમ ઓછામાં ઓછી ત્રણ અને વધુમાં વધુ પાંચ મેચ ગોઠવવામા આવ્યા છે.
IPL ની આ 17 મી સિઝનની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન અને પાંચ વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ શુક્રવારે ચેન્નાઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ના મેચથી થનાર છે. પ્રથમ સપ્તાહના અંતે બે ડબલ હેડર મેચો યોજાશે. જેની શરૂઆત પંજાબ કિંગ્સ શનિવારે બપોરે દિલ્હી કેપિટલ્સ સામેના મેચથી થશે. ત્યારબાદ કોલકાતા નાઈટ રાઈડર્સ સાંજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચ યોજાનાર છે. જ્યાં હોમ ટીમ રાજસ્થાન રોયલ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે.
રવિવારની સાંજે હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ, 2022ની ચેમ્પિયન અને છેલ્લી સિઝનની ફાઇનલિસ્ટ પાંચ વખતની વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ સાથે આમને-સામને મેચ રમશે. વિશાખાપટ્ટનમમાં તેમની પ્રથમ બે ઘરેલું મેચ રમવાનું પસંદ કર્યા પછી, દિલ્હી કેપિટલ્સ પ્રથમ બંદર શહેરમાં 31મી માર્ચ, રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચ રમાશે. અને ત્યારબાદ તે જ સ્થળે બુધવાર, 3જી એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે.
ભૂતકાળની જેમ, બીસીસીઆઈ સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરશે. 18મી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ જાય પછી, બોર્ડ પ્રથમ બે અઠવાડિયાના સમયપત્રકને લગતી કોઈપણ સમસ્યાઓની સમીક્ષા કરશે અને તેમા કોઇ સુધારો લાગે તો કરશે. ત્યારબાદ, BCCI મતદાનની તારીખોને ધ્યાનમાં લઈને, બાકીની સિઝન માટે શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવા માટે સ્થાનિક સતાતંત્ર સાથે મળીને કામ કરશે. પ્રથમ બે અઠવાડિયાના વિગતવાર કાર્યક્રમ અહીં ક્લિક કરીને ઍક્સેસ કરી શકો છો.
અગત્યની લીંક
| IPL ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

IPL 2024 ની શરૂઆત કઇ તારીખથી થનાર છે ?
22 માર્ચ થી
2 thoughts on “IPL Schedule 2024: IPL નુ શીડયુલ થયુ જાહેર, 22 તારીખ થી શરૂ થશે IPL 2024”