IPL Smart Review System: IPL 2024: IPL NEW RULES: ઈન્ડીયન પ્રીમીયર લીગ ની ધમાકેદાર શરૂઆત શુક્રવાર થી થઇ રહિ છે. IPL ની દરેક સીઝનમા નવા નિયમો આવતા હોય છે. ત્યારે ચાલો જાણીએ આ IPL ની સીઝનમા કયા નવા નિયમો આવવાના છે. ક્રિકેટ રસિયાઓ IPL ની આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે ઉનાળાની ગરમીઓમા અને વેકેશન મા સતત 2 મહિના ક્રિકેટ ફેન્સ માટે મનોરંજન પુરૂ પાડે છે.
IPL NEW RULES
IPL ની દરેક સીઝનમા રોચક નવા નિયમો આવતા હોય છે. જેને લીધે આ રમતની મજા ઓર વધી જાય છે. ઉલ્લેખનીય છે કે IPL ની ગત સીઝનથી ઇમ્પેકટ પ્લેયર અને સબસ્ટીટયુટ પ્લેયર નો રોચક નિયમ અમલી બનાવાયો હતો જેમા મેચમા વચ્ચેથી 1 ખેલાડી બદલી શકાતો હતો જે બોલીંગ અને બેટીંગ બન્ને કરી શકે છે. આ નિયમથી IPL ની ગત સીઝન ની બધી મેચ રોમાંચક બની હતી. ત્યારે IPL 2024 ની આ સીઝનમા પણ નવા નિયમો આવી રહ્યા છે. જેનાથી આ ટુર્નામેન્ટ ની મજા વધી જવાની છે.
ઉલ્લેખનીય છે કે કરોડો ક્રિકેટ ફેન્સ IPL ની આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે સતત 2 મહિના 10 ટીમોના દેશ વિદેશના દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે જંગ જામે છે. IPL ની દરેક મેચ મા રોમાંચ અને કટોકટી જોવા મળે છે. ત્યારે આ ટુર્નામેન્ટ મા ઇન્ટરનેશનલ ક્રિકેટ ના નિયમો તો લાગુ પડે જ છે સાથે સાથે આ ટ્રોફી ના પોતાના પણ અલગ અમુક નિયમો હોય છે. જે દરેક મેચની રોમાંચકતા વધારી દે છે.
આ પણ વાંચો: IPL TEAM LIST: 22 તારીખથી શરૂ થશે મહાજંગ, તમારા ફેવરીટ ખેલાડી કઇ ટીમ માથી રમશે; તમામ ટીમોનુ લીસ્ટ
IPL Smart Review System
IPL 2024 ની શરૂઆત પહેલા જ ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે ટીવી અમ્પાયરો પાસે મેચ દરમિયાન પોતાના ડીસીઝન આપવા માટે વધુ સારી સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામા આવશે. જેનાથી છેલ્લી અમુક સીઝનમાં અમ્પાયરના કેટલાક નિર્ણયો પર ઉભા થતા પ્રશ્નોમાં ઘટાડો થશે. IPL 2024માં અમ્પાયરો યોગ્ય નિર્ણય લઇ શકે અને મેચ દરમિયાન વધુ સારા અને સચોટ નિર્ણયો આપવા Smart Replay System લાગુ કરવામાં આવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 22 તારીખથી શરૂ થતી આગામી સિઝનમાં ઝડપી, સચોટ નિર્ણય લેવા અને સરળ પ્રક્રિયા માટે સ્માર્ટ રિપ્લે સિસ્ટમ રજૂ કરવા જઇ રહ્યુ છે. મળતા અહેવાલ મુજબ IPL ની આ સીઝનમા હોક-આઇના આઠ હાઇ-સ્પીડ કેમેરા આખા મેદાનમાં સ્થિત હશે અને તેને ઓપરેટ કરવા માટે બે હોક-આઇ ઓપરેટરો ટીવી અમ્પાયરના રૂમમાં રાખવામા આવશે.
નવી સિસ્ટમ હેઠળ હવે ટીવી પ્રસારણ નિર્દેશક તરીકે રહેશે નહીં, જે અગાઉ કેમેરાના સંચાલકો અને થર્ડ અમ્પાયર વચ્ચે સંપર્ક તરીકે કામ કરતા હતા. સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમની રજૂઆત સાથે ટીવી અમ્પાયરોને સ્પ્લિટ-સ્ક્રીન પિક્ચર્સ સહિત પહેલાં કરતાં વધુ વિઝ્યુઅલ્સ ઉપલબ્ધ હશે . ઉદાહરણ તરીકે બાઉન્ડ્રી લાઇનની નજીકનો ફિલ્ડર કોઇ કેચ પકડે છે. આ સમય દરમિયાન, અમ્પાયર પાસે કલીયર જોવા માટે એક સ્પ્લિટ-સ્ક્રીન ઈમેજ હશે કે જ્યારે તેણે બોલ પકડ્યો ત્યારે ફિલ્ડરના પગ બાઉન્ડ્રી લાઇનને અડે છે કે નહીં, જેનાથી અમ્પાયરને નિર્ણય લેવામાં સરળતા રહેશે. અગાઉ આ ટેક્નોલોજી બ્રોડકાસ્ટર્સ માટે ઉપલબ્ધ ન હતી.
આ ઉપરાંત સ્ટમ્પીંગ, કટ આઉટ જેવા કેસ મા પણ સ્પ્લીટ સ્ક્રીન નો ઉપયોગ કરી તેને આધારે નિર્ણય આપવામા આવશે.
અગત્યની લીંક
| IPLT20 OFFICIAL WEBSITE | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

1 thought on “IPL Smart Review System: આ IPL મા શું હશે નવા નિયમો, હવે અમ્પાયરના નિર્ણય પર નહિ થાય રકઝક”