World Cup semi final: વર્લ્ડ કપ સેમી ફાઇનલ: હાલ ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ રોમાંચક તબક્કામા પહોંચી ગયો છે. આ વર્લ્ડ કપ મા 1-2 નહી પરંતુ 4 અપસેટ સર્જાયા છે. મજબુત ગણાતી ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી દિગ્ગજ ટીમો સેમી ફાઇનલની રેસમાથી બહાર થઇ ગઇ છે. તો સામાન્ય ગણાતી અફઘાનીસ્તાન પોઇન્ટ ટેબલમા છે પાંચમા સ્થાને અને સેમી ફાઇનલમા પહોંચવાની તેની પાસે તક છે. ચાલો જાણીએ સેમી ફાઇનલમા પહોંચવા માટે કઇ ટીમ પાસે કેટલી તક છે ?
World Cup semi final
વર્લ્ડ કપનો રોમાંચ હાલ ચરમ સીમાએ છે. અને ક્રિકેટ એ અનિશ્વિતતા ઓની રમત છે તે મુજબ જ અણધાર્યા પરિણામો આવી રહ્યા છે. ડીફેન્ડીંગ ચેમ્પીયન અને દિગ્ગજ ટીમો વર્લ્ડ કપ માથી બહાર ફેંકાઇ રહી છે તો નબળી અને સામાન્ય ગણાતી ટીમ અફઘાનીસ્તાન સેમી ફાઇનલની રેસમા આગળ વધી રહી છે.
ભારતે પોતાની સળંગ 7 મેચ જીતી 14 પોઇન્ટ સાથે સેમી ફાઇનલ મા પોતાની જગ્યા સુનિશ્વિત કરી લીધી છે. પરંતુ બાકીની 3 ટીમો વચ્ચે હજુ સ્પર્ધા ચાલી રહી છે. જેમા ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, સાઉથ આફ્રીકા અને અફઘાનીસ્તાન આ 4 ટીમો રેસ મા છે. ચાલો જાણીએ અફઘાનીસ્તાન કેવા સંજોગો મા સેમી ફાઇનલમા પોતાની જગ્યા બનાવી શકે.
જો કે આ સમીકરણો જો અને તો ઉપર આધારીત હોય છે. અને ક્રિકેટ એ સંપૂર્ણ અનિશ્વિતતાઓની રમત છે. કયારે કઇ ટીમ જીતે તે નક્કી ન કહી શકાય.
આ પણ વાંચો: World Cup Point Table: વર્લ્ડ કપનુ પોઇન્ટ ટેબલ, કઇ ટીમ છે આગળ; કયો ખેલાડી છે રનમા ટોપ પર
અફઘાનીસ્તાન ના સેમી ફાઇનલ માટેના સમીકરણો
અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડના સેમિફાઈનલમાં પહોંચવા માટેના સમીકરણો નીચે મુજબ છે.
- અફઘાનિસ્તાન– અફઘાનીસ્તાન પોતાની બાકીને બન્ને મેચ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે જીતે તો તેના 12 પોઈન્ટ થાય.
- ઈંગ્લેન્ડ– ઇંગ્લેંડ ઓસ્ટ્રેલિયા ને હરાવે.
- ન્યુઝીલેન્ડ– ન્યુઝીલેંન્ડ પાકિસ્તાન અને શ્રીલંકા 2 માથી એક સામે હારે. તો તેના – 12 પોઈન્ટ થાય
- ઓસ્ટ્રેલિયા– ઓસ્ટ્રેલીયા અફગાનિસ્તાન અને ઇંગ્લેન્ડ સામે હારે અને બાંગ્લાદેશ સામે જીતે તો તેના 10 પોઇન્ટ થાય.-
- પાકિસ્તાન– પાકિસ્તાન આમ તો સેમી ફાઇનલ ની રેસમાથી બહાર થઇ ગયુ છે. પરંતુ તે ન્યુઝીલેન્ડ ને હરાવે તો ન્યુઝીલેન્ડ અને અફઘાનીસ્તાન પર તેની અસર પડે.
- બાંગ્લાદેશ– બાંગ્લાદેશ સેમી ફાઇનલ ની રેસ માથી બહાર થઇ ગયુ છે. પરંતુ તેની બાકીની મેચ માથી ઓસ્ટ્રેલીયા સામે જીતે અથવા નજીવા માર્જીન થી હારે તો તેની અસર ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને અફઘાનીસ્તાન પર પડી શકે.
- શ્રીલંકા– શ્રીલંકા અફઘાનીસ્તાન સામે હારતા જ સેમી ફાઇનલ ની રેસમાથી બહાર ફેંકઇ ગયુ છે. પરંતુ તે તેની બાકીની મેચમાથી ન્યુઝીલેંડ સામે જીતે અથવા નજીવા માર્જીન થી હારે તો તેની અસર ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને અફઘાનીસ્તાન પર પડી શકે.
આ પણ વાંચો: World Cup Match Live: વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા કઇ રીતે જોશો, આ રીતે જુઓ મોબાઇલમા વર્લ્ડ કપ
ક્રિકેટ એ અનિશ્વિતતાઓની રમત છે અને ઉપર મુજબ ના જો દરેક મેચના રીઝલ્ટ આવે તો મોટો અપસેટ હજુ સર્જાઇ શકે છે અને સામાન્ય લાગતી અફઘાનીસ્તાન ની ટીમ દિગ્ગજ ટીમો ને માત આપી સેમી ફાઇનલ મા પહોંચી શકે છે. જો કે અફઘાનીસ્તાન ને તેની બાકીની મેચોમાથી હાલ જ્બરજસ્ત ફોર્મ મા જણાતી ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રીકા ને હરાવવી એ મુશ્કેલ કામ છે. પરંતુ અફઘાનીસ્તાન ની ટીમે અત્યાર સુધી જે પરફોર્મન્સ આપ્યુ છે તે જોતા ક્રિકેટ ની રમત મા કઇ અશકય હોતુ નથી.
ભારત સામે કોની ટક્કર
આ વર્લ્ડ કપ મા ભારત ની ટીમે અત્યાર સુધી એકચક્રિ શાસન કરતા પોતાની 6 મેચ સળંગ આસાનીથી જીતી લીધી છે અને સેમી ફાઇનલ મા જગ્યા બનાવી લીધી છે. ભારત ને હજુ તેની 2 મેચ રમવાની બાકી છે. આ મેચ સાઉથ આફ્રીકા અને નેધરલેન્ડ સામે રમવાની છે. ભારતનુ પ્રદર્શન જોતા પોઇન્ટ ટેબલમા છેક સુધી પ્રથમ સ્થાન જાળવી રાખશે. ભારત જો પોઇન્ટ ટેબલમા પ્રથ્મ સ્થાને રહે છે તો તેની ટક્કર નંબર 4 પર રહેનારી ટીમ સામે તા.1 5 નવેમ્બર ના રોજ મુંબઇ મા રમાનારી સેમી ફાઇનલ મા થશે.
હાલની સ્થિતી જોતા નંબર 4 પર કોણ રહેશે તે નિશ્વિત કહી શકાતુ નથી. જો કે હાલના સમીકરણો મુજબ સાઉથ આફ્રીકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા સેમી ફાઇનલ મા પહોંચવા માટે પ્રબળ દાવેદાર માનવામા આવે છે. આવા સંજોગો મા આ પૈકી નંબર 4 પર રહેનારી ટીમ સામે ભારતની ટક્કર થઇ શકે છે.
અગત્યની લીંક
| ICC WORLD CUP Official Website | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

વર્લ્ડ કપ ની સેમી ફાઇનલ ની તારીખો શું છે ?
15 નવેમ્બર અને 16 નવેમ્બર
વર્લ્ડ કપની ફાઇનલ ની તારીખ શું છે ?
19 નવેમ્બર