Sim Card shape: મોબાઈલ ફોન આજે આપણી રોજીંદી લાઈફસ્ટાઈલનો અનિવાર્ય ભાગ બની ગયો છે. દરેક ફોન પછી તે સાદો ફોન હોય કે સ્માર્ટફોન તેમા સીમ કાર્ડ હોય જ છે. આપણે બધાએ સિમ કાર્ડ જોયું જ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક સીમકાર્ડ મા એક ખૂણો કપાયેલો કેમ હોય છે ? શું તે માત્ર સીમકાર્ડને સ્ટાઈલ આપવા માટે બનાવવામાં આવ્યું છે કે પછી તેની પાછળ કોઈ બીજુ ચોકકસ કારણ છે?
સીમકાર્ડના પ્રકાર
ફોનના પ્રટાર મુજબ સીમકાર્ડ ચડાવવાનુ રહે છે. તેની સાઈઝ નાની મોટી થઈ શકે છે. સીમકાર્ડના પ્રકારો નીચે મુજબ હોય છે.
- આખુ સીમકાર્ડ
- માઈક્રો સીમકાર્ડ
- મિનિ સીમકાર્ડ
- નેનો સીમકાર્ડ
- ચીપ કાર્ડ
આ પણ વાંચો: શું ફોનમા અવાજ ક્લીયર નથી આવતો ? ફોલો કરો આ ટીપ્સ,અવાજ આવશે ચોખ્ખો ચણક
મોબાઈલનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો ગયો છે અને હવે તો ફોન વગર આપણા ઘણા કામ અટકી પડે છે. ફોન આવ્યો તો સમજી લો કે સાથે સિમ કાર્ડ પણ અનિવાર્ય બની જાય છે. સિમ વગર ફોન કોઈ કામનો રહેતો નથી. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારથી આપણે ફોન જોયો છે ત્યારથી આપણે સિમકાર્ડનો પણ ઉપયોગ કરીએ છીએ. સિમનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે, પરંતુ તેનાથી સંબંધિત એક પ્રશ્ન ભાગ્યે જ કોઈના મનમાં ઉદભવ્યો હશે. શું તમે ક્યારેય ધ્યાનથી સિમમાં જોયું છે? તમે જોયું જ હશે કે તેનો એક ખૂણો કપાયેલો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળનું કારણ શું છે?
સીમકાર્ડનો ખૂણો કેમ કપાયેલો હોય છે ?
દરેક સિમકાર્ડનો એક ખૂણો કાપવામાં આવે છે જેથી સિમકાર્ડ મોબાઇલ ફોનમાં યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત મૂકી શકાય.
બીજુ કારણ એ છે કે સિમ ઊંધું છે કે સીધું તે ઓળખવા માટે સિમની ડિઝાઈન એવી રીતે બનાવવામાં આવી હોય છે. જો લોકો સિમને ઊંધું મૂકે છે, તો તેની ચિપને નુકસાન થવાની શકયતા રહેલી છે.
બીજુ એ કે ફોનમા સીમકાર્ડ વ્યવસ્થિ ચડશે તો જ એ હાલશે. જો ઊંધુ મુકી દેવામા આવે તો સિમકાર્ડ કામ કરતુ નથી. એટલા માટે પણ સિમકાર્ડમા એક ખૂણે ખાંચો આપવામા આવે છે.
જો SIM કાર્ડ પર કોઈ કટ માર્ક ન કરેલ હોય તો તેને મોબાઈલ ફોનમાં યોગ્ય રીતે નાખવામાં મુશ્કેલી પડતી હતી. મોબાઈલ ફોનમાં સિમ કાર્ડની રોંગ સાઈડ મુકવામા આવે છે. મોબાઈલ ફોનમાં વપરાતા સિમ કાર્ડની પહોળાઈ 25 mm, લંબાઈ 15 mm અને જાડાઈ 0.76 mm હોય છે.
આ પણ વાંચો: ડીજીલોકર ના તમામ ડોકયુમેંટ ડાઉનલોડ કરો whatsapp થી
Full Form of SIM Card
શું તમે SIM card નું ફૂલ ફોર્મ જાણો છો? જણાવી દઈએ કે સિમનું ફૂલ ફોર્મ સબસ્ક્રાઇબર (એસ) આઇડેન્ટિટી (I) મોડ્યુલ (એમ) થાય છે. તે કાર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (COS) ચલાવતી એક સંકલિત સર્કિટ છે જે ઇન્ટરનેશનલ મોબાઇલ સબસ્ક્રાઇબર આઇડેન્ટિફિકેશન (IMSI) નંબર અને તેની સંબંધિત કીને સુરક્ષિત રીતે તેની ચીપમા સ્ટોર કરે છે.
સીમકાર્ડની ચીપમા સ્ટોર થયેલ આ નંબર અને કીનો ઉપયોગ મોબાઈલ ટેલિફોની ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર પર યુઝર્સને ઓળખવા અને પ્રમાણિત કરવા માટે થાય છે.
હાલ મોબાઇલમા આવેલા નવીનીકરણ મુજબ માઇક્રો અને નેનો કાર્ડનો વધુ ઉપયોગ થાય છે.
તમને જો આ માહિતી પસંદ આવી હોય તો આવી વધુ અપડેટ મેળવવા અમારુ વોટ્સએપ ગૃપ જોઇન કરો.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
WHATSAPP ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google news પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
sim card નુ ફુલ ફોર્મ શુ છે ?
સબસ્ક્રાઇબર (એસ) આઇડેન્ટિટી (I) મોડ્યુલ (એમ)
સિમકાર્ડ ના કેટલા પ્રકાર છે ?
આખુ સીમકાર્ડ
માઈક્રો સીમકાર્ડ
મિનિ સીમકાર્ડ
નેનો સીમકાર્ડ
ચીપ કાર્ડ
ખૂબ જ સરસ માહિતી