India vs Pakistan: ભારત પાકિસ્તાન સેમી ફાઇનલ: ક્રિકેટનો મહાકુંભ વન ડે વર્લ્ડ કપ રોમાંચક તબક્કામા પહોંચી ગયો છે અને ક્રિકેટ ચાહકો તેનો પુરો આનંદ ઉઠાવી રહ્યા છે. એમા પણ ભારતીય ટીમ અભુતપુર્વ પ્રદર્શન કરી રહી છે અને વિરોધી તમામ ટીમોને દરેક મેચમા ઘુંટૅણીએ પાડી દિધી છે. ક્રિકેટ ચાહકોને જામો પડી ગયો છે. ભારતીય ટીમે સેમી ફાઇનલ મા પ્રવેશ મેળવી લીધો છે અને હવે ભારત સામે સેમી ફાઇનલ મા કોણ ટકરાશે તેના સમીકરણો લગાવી રહ્યા છે.
India vs Pakistan
ભારતીય ટીમે સેમી ફાઇનલ મા સૌથી પહેલા એન્ટ્રી મેળવી લીધી છે. પાકિસ્તાન ની ટીમ હજુ સેમી ફાઇનલ મા પ્રવેશવા માટે ફાફા મારી રહી છે અને પોતાના પ્રદર્શન ઉપરાંત અન્ય ટીમો ના પ્રદર્શન ઉપર પણ નજર નાખીને રાહ જોઇ રહી છે. એવામા હજુ પણ પાકિસ્તાન ની સેમી ફાઇનલ મા પહોંચવાની આશા જીવંત છે અને ભારત પાકિસ્તાન વચ્ચે સેમી ફાઇનલ રમાઇ શકે છે. ભારત પાકિસ્તાન ની મેચનો રોમાંચ કયક અલગ જ હોય છે.એમા પણ જો ભારત અને પાકિસ્તાન વચ્ચે જો સેમી ફાઇનલ રમાશે તો તેનો રોમાંચ ક્રિકેટ ચાહકોમા કયક અલગ જ હશે. કારણ કે વર્લ્ડ કપ મા ભારતે હજુ એક પણ મેચમા પાકિસ્તાન ની ટીમને જીતવા દિધી નથી.
ચાલો જાણીએ કેવા સંજોગો મા ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમી ફાઇનલ રમાઇ શકે છે.
- પ્રથમ સેમી ફાઇનલ 15 નવેમ્બરે રમાનારી છે. જેમા પ્રથમ ટીમ ભારત નક્કી થઇ ગઇ છે. ભારતીય ટીમ સામે પોઇન્ટ ટેબલ મા 4 થા નંબરે રહેનારી ટીમ રમશે. આ સંજોગો મા પાકિસ્તાન નંબર 4 પર ક્વોલીફાય કરે છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમી ફાઇનલ રમા શકે.
- પાકિસ્તાન ને હાલ 8 મેચમા 8 પોઇન્ટ છે અને 1 મેચ તેણે ઇંગ્લેન્ડ સામે રમવાની બાકી છે આ મેચ પાકિસ્તાને ખૂબ જ મોટા માર્જીનથી જીતી સારી નેટ રનરેટ બનાવવી જરૂરી છે.
- સાથે સાથે પાકિસ્તાને ન્યુઝીલેન્ડ અને અફઘાનીસ્તાન ના પ્રદર્શન ઉપર પણ નિર્ભર રહેવુ પડશે.
- ન્યુઝીલેન્ડ ના પણ 8 મેચમા 8 પોઇન્ટ છે અને તેણે હજુ 1 મેચ શ્રીલંકા સામે રમવાની છે. આ મેચ ન્યુઝીલેન્ડ હારી જાય અથવા ખૂબ જ ઓછા માર્જીનથી જીતે તો તેની નેટરનરેટ ઘટે.
- અફઘાનીસ્તાન ના પણ 8 પોઇન્ટ છે અને તેણે હજુ તેની 2 મેચ રમવાની બાકી છે. જો કે આ બન્ને મેચ ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રીકા જેવી દિગ્ગજ ટીમો સામે છે. અફઘાનીસ્તાન આ બન્ને મેચ હારે અથવા 1 મેચ ખૂબ જ ઓછા માર્જીનથી જીતે. તો તેની નેટરનરેટ ઓછી પડે.
આમ જો ઉપરના સમીકરણો મુજબ ચાલે તો પાકિસ્તાન સેમી ફાઇનલ મા પ્રવેશી શકે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક વખત મહામુકાબલો થઇ શકે. જો કે વર્લ્ડ કપ મા મહામંચ પર જયારે જયારે ભારત અને પાકિસ્તાન ની ટક્કર થઇ છે ત્યારે ભારતે હંમેશા પાકિસ્તાન ને ધૂળ ચાટતુ કરી દિધુ છે.
આ પણ વાંચો: World Cup Point Table: વર્લ્ડ કપનુ પોઇન્ટ ટેબલ, કઇ ટીમ છે આગળ; કયો ખેલાડી છે રનમા ટોપ પર
સેમી ફાઇનલ નુ સ્થળ બદલાશે.
ભારતની સેમી ફાઇનલ 15 નવેમ્બરે મુંબઇ ના વાનખેડે સ્ટેડીયમ મા યોજાનાર છે. પરંતુ જો પાકિસ્તાન સેમી ફાઇનલ માટે ક્વોલીફાય કરે છે તો તેને ભારત સામે રમ્વાનુ થશે. આવા સંજોગોમા સેમી ફાઇનલ નુ સ્થળ મુંબઇ ને બદલે કોલકતા કરવામા આવશે. કારણ કે મુંબઇ મા પાકિસ્તાન ની ટીમ ને પ્રવેશવા પર પ્રતિબંધ છે. 2008 મા થયેલા આતંકવાદી હુમલા બાદ મુંંબઇ મા પ્રવેશવા પર પાકિસ્તાન ટીમ ને પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. વર્લ્ડ કપ શરૂ થતા પહેલ જ નક્કી કરવામા આવ્યુ હતુ કે જો પાકિસ્તાન ની ટીમ સેમી ફાઇનલ મા પહોંચે છે તો તેની મેચ મુંબઇ ને બદલે કોલકતા મા રમાડવામા આવશે.

આ પણ વાંચો: World Cup amazing: વર્લ્ડ કપમા બની અજબ ઘટના, શ્રીલંકાએ 1 બોલમા ગુમાવી 2 વિકેટ; જાણો કેવી રીતે બન્યુ આવુ
અગત્યની લીંક
| ICC WORLD CUP Official Website | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
વર્લ્ડ કપ સેમી ફાઇનલ ની તારીખો શું છે ?
પ્રથમ સેમી ફાઇનલ 15 નવેમ્બર
બીજી સેમી ફાઇનલ 16 નવેમ્બર