રોહિત શર્મા: એક જ મેચમા રોહિત શર્માએ સચીન અને ગેલ સહિત તોડયા આટકા રેકોર્ડ

રોહિત શર્મા: Hit Most Sixes: બુધવારે વર્લ્ડ કપમા રમાયેલી ભારત અને અફઘાનીસ્તાન વચ્ચે ની મેચ ભારતે એકતરફી જીતી લીધી હતી. આ મેચમા કેપ્ટન રોહિત શર્માએ રનોનુ તોફાન મચાવ્યુ હતુ. ભારતે આ મેચમા 273 રનો નો ટારગેટ ફકત 35 ઓવરમા જ પાર કરી લીધો હતો. આ મેચમા કેપ્ટન રોહિત શર્માએ 131 રનોની ધુવાધાર ઈનીંગ રમી હતી. જેમા તેણે અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા હતા.

રોહિત શર્મા

હાલ ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડ કપ મહાસંગ્રામ ચાલી રહ્યો હોઇ ક્રિકેટ ચાહકોમા મોટા તહેવાર જેવો માહોલ છે. આવી સ્થિતિમાં બુધવારે દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી. ત્યારે બંને ટીમો ટુર્નામેન્ટમાં પોતાની બીજી મેચ રમી જીત પોતાને નામ કરવા પરસેવો પાડી રહી હતી. આજની આ મેચમાં રોહિત શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો હતો અને તેમણે સદિ ફટકારવાની સાથે જ અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા હતા.

Hit Most Sixes

સૌથી વધુ સિકસ મારવાનો રેકોર્ડ

ભારત અને અફઘાનીસ્તાન વચ્ચે રમાયેલા આ મેચમા રોહિત શર્માએ 4 છગ્ગા ફટકાર્યા હતા. આ 4 છગ્ગાની સાથે જ ઇંન્ટરનેશનલ ક્રિકેટમા તેના 555 છગ્ગા થયા હતા. આ સાથે જ રોહિત શર્મા ઇંન્ટરનેશનલ ક્રિકેટમા સૌથી વધુ છગ્ગા ફટકારનાર ક્રિકેટર બની ગયા છે. જેમાં રોહિત શર્માના નામે અનેરી સિધ્ધી નોંધાઇ છે. મહત્વનું છે કે આ રેકોર્ડ અગાઉ વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેલના નામે હતો. જેમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં થઇને કુલ 553 છગ્ગા ફટકાર્યા હતા જોકે હવે રોહિત શર્માએ ક્રિસ ગેલને પાછળ છોડી આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડીઓ નીચે મુજબ છે.

  • રોહિત શર્મા (ભારત) – 555 છગ્ગા
  • ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) – 553 છગ્ગા
  • શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) – 476 છગ્ગા
  • બ્રેન્ડન મેક્કુલમ (ન્યુઝીલેન્ડ) – 398 છગ્ગા
  • માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ) – 383 છગ્ગા
  • મહેન્દ્ર સિંહ ધોની (ભારત) – 359 છગ્ગાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: World Cup Point Table: વર્લ્ડ કપનુ પોઇન્ટ ટેબલ, કઇ ટીમ છે આગળ; કયો ખેલાડી છે રનમા ટોપ પર

વર્લ્ડ કપમા સૌથી વધુ સદિ

આ મેચમા રોહિત શર્માએ 1 બીજો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. જેમા તેણે અત્યાર સુધીમા વર્લ્ડ કપમા કુલ 7 સદિ ફટકારી છે. વર્લ્ડ કપમા સૌથી વધુસ અદિ ફટકારનાર ખેલાડી બની ગયા છે. વર્લ્ડ કપમા માત્ર 19 મેચમા જ તેણે 7 સદિ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે ભારત 2011 મા વર્લ્ડ કપ જીત્યુ ત્યારે રોહિત શર્માનુ ટીમમા સીલેકશન થયુ ન હતુ. પરંતુ ત્યારબાદ તેણે સતત પોતાનુ ફોર્મ બતાવી બેટથી ખુબ જ રન ફટકાર્યા છે.

વર્લ્ડ કપમા 1000 રન

રોહિત શર્માએ પોતાની ઈનિંગ દરમિયાન વનડે વિશ્વકપમાં 1 હજાર રન પૂરા કરવાની અનોખી સિદ્ધિ મેળવી હતી. રોહિત શર્માએ 19 મેચમા વિશ્વકપમાં 1000 રન પૂરા કર્યા હતા. રોહિત શર્મા હવે ડેવિડ વોર્નરની સાથે સંયુક્ત રીતે વિશ્વકપમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરવાના રેકોર્ડમા પ્રથમ સ્થાને આવી ગયો છે. રોહિત શર્મા આ ત્રીજો વર્લ્ડ કપ રમી રહ્યા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
રોહિત શર્મા
રોહિત શર્મા

Leave a Comment

error: Content is protected !!