Weather Update: ગુજરાત તરફ આવી રહ્યુ છે 2024 નુ પહેલુ વાવાઝોડુ, અંબાલાલ પટેલે કરી આગાહિ

Weather Update: અંબાલાલ પટેલ ની આગાહિ: ગુજરાત મા હાલ શિયાળાની જમાવટ થઇ છે અને કડકડતી ઠંડીનો રાઉન્ડ ચાલુ છે. ગાંધીનગર મા 9 ડીગ્રી જેટલુ નીચુ તાપમાન નોંધાયુ હતુ. એવામા અંબાલાલ પટેલની વાવાઝોડા બાબતે નવી આગાહિ સામે આવી છે. 2024 ના વર્ષ નુ પહેલુ વાવાઝોડુ જાન્યુઆરી મા સક્રિય થઇ શકે છે. ચાલો જાણીએ વાવાઝોડા બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની શું આગાહિ છે ? અને કયારે કયા વિસ્તારોમા અસર થઇ શકે છે.

Weather Update

હાલ રાજયમા ઠંડી, ગરમી, જેવી મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. કારણ કે, 2024 ના પહેલા વાવાઝોડા બાબતે આગાહિ સામે આવી છે. હવામાન નિષ્ણાંત આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષના પહેલા વાવાઝોડા બાબતે આગાહી કરી છે. જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવે તેવી શકયતાઓ દર્શાવાઇ રહી છે.

આ પણ વાંચો: whatsapp Delete msg: શું whatsapp મા કોઇએ મેસેજ કરી ડીલીટ કરી નાખ્યો છે ? વાંચો આ રીતે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે આગાહી કરતા જણાવ્યું હતુ કે, ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાઇ રહ્યુ છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર થાય તેવી શકયતાઓ છે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદ પડે તેવી શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય જિલ્લાઓમા વાદળવાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. 17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર જોવા મળશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ બની રહેશે.

અંબાલાલ પટેલે ઠંડીની હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, જાન્યુઆરીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જાય તેવી શક્યતા છે.

ઉનાળા ની ગરમી અંગે આગાહીકાર અંબાલાલ પટેલની એવી આગાહી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર ઘણી અસર જોવા મળશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવે તેવી શક્યતાઓ છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા દેખાઇ રહી છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમી પડવાની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી નો લોકોને અનુભવ થશે.

હાલ સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. 8.4 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર છે. લેટેસ્ટ માહિતી અનુસાર, નલિયા મા 9.8, ડીસા મા 10.1, અમદાવાદ મા 11.1, વડોદરા મા 12, રાજકોટ મા 12.4 ડિગ્રી જેટલુ તાપમાન નોંધાયુ છે.

ગુજરાતની નજીક આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હૂબ જ ઠંડી નો અનુભવ થઇ રહ્યો છે. આબુ મા લઘુત્તમ તાપમાન ઝીરો ડીગ્રી પર પહોંચ્યું છે. આબુમા ઠંડીનો પારો ગગડતાં બરફની પાતળી ચાદર બની ગઇ છે. કાર, ઘાસ અને વૃક્ષો પર બરફ ના થર જામી ગયા છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ઝીરો પર જતાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. લોકો ઠંડી ઉડાડવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. હજુપણ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો
Google News પર ફોલો કરોઅહીં ક્લિક કરો
Weather Update
Weather Update

Leave a Comment

error: Content is protected !!