Monsoon 2023: ચોમાસુ 2023: હાલ રાજયમા ચોમાસાનો માહોલ જામ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આજે રાજયમા 132 જેટલા તાલુકામા વરસાદ ધોધમાર પડ્યો હતો. હજુ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો 2-23 દિવસ વરસાદ પડશે તેવી આગાહિ કરી રહ્યા છે. તેવામા રાજયમા સાર્વત્રિક વરસાદ પડી રહ્યા છે. વાવણી બાસ સારો વરસાદ પડવાથી ખેડૂતોમા ખુશીનો માહોલ છે.
Monsoon 2023
ચોમાસાનુ ગુજરાતમા વિધિવત આગમન થઇ ગયુ છે અને સારો વરસાદ પડવાથી વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ છે અને લોકોને કાળઝાળ ગરમી સામે રાહત મળી છે. ચાલો જોઇએ કયા તાલુકામા કેટલો વરસાદ નોંધાયો છે.
અમદાવાદ પાણી પાણી
અમદાવાદમા મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. અમદાવાદનો પ્રથમ વરસાદ અને જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી. થઇ થઇ ગયા હતા. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. અને વાતાવાણમા ઠંડક પ્રસરતા લોકોએ ગરમી સામે રાહત મળી છે. અમદાવા મા જમાલપુર, વેજલપુર, સોલા, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, એસ જી હાઈવે, ઘાટલોડીયા, ત્રાગડ, ઓગણજમાં સારો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડીયુ કેવુ રહેશે તમારા માટે, જાણો 12 રાશિઓનુ રાશિભવિષ્ય; આ 5 રાશિઓ માટે છે ધનયોગ
આણંદમાં ધોધમાર વરસાદ
આણંદમાં ધોધમાર વરસાદ પડવાથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ગામડી વાડ ચાર રસ્તા, લક્ષ્મી ચાર રસ્તા, ભાલેજ અને લોટિયા-ભાગોળમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તો વડોદરામાં પણ ધોધમાર વરસાદ પડવાથી રાવપુરા અને ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વડોદરાના ફતેપુરાથી અજબડી મિલ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો.
મધ્ય ગુજરાતમાં સારો વરસાદ
મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજ સવારથી જ સારો વરસાદ પડયો હતો. અમદાવાદથી લઈને આણંદ સુધી સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો હતો. વડોદરા, ગાંધીનગર અને ખેડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.. ખેડા જિલ્લાના નડિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. વડોદરા શહેરમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાટનગર ગાંધીનગરમાં પણ આજે મેઘરાજાએ પધરામણી કરી હતી. વરસાદના આગમનથી ખેડૂતોમાં સારી વાવણીની આશા જાગી છે.
મોરબીમાં સાંબેલાધારે વરસાદ
મોરબીમાં માત્ર 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.. ધોધમાર વરસાદથી મોરબીના રસ્તા નદી મા ફેરવાયા હતા. પ્રથમ વરસાદમાં જ ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. મોરબીના શનાળા, રવાપર રોડ, મહેન્દ્રપરા, માધાપર અરૂણદયનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહંચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી.
આ પણ વાંચો: ચોમાસુ 2023: અંબાલાલ પટેલની આગાહિ, 5 દિવસ ભારેથી અતિભારે પડશે વરસાદ
સૌરાષ્ટ્રમા શ્રીકાર વર્ષા
સૌરાષ્ટ્ર અને કચ્છ ની વાત કરીએ તો આજે મેઘરાજાએ મન મૂકીને મહેર કરી છે. હવામાન વિભાગે આપેલા યલો અલર્ટની વચ્ચે રાજકોટ, દ્વારકા, જામનગર, કચ્છમાં સારો વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેરની સાથે સાથે ધોરાજી, જેતપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. તો સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં સારો વરસાદ નોંધાયો. જામનગરમાં સાર્વત્રિક વરસાદથી નદી-નાળામાં નવા પાણીની આવક થઈ છે. તો કચ્છના ગાંધીધામ અને અંજારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સારા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
દક્ષિણ ગુજરાત ની વાત કરીએ તો વલસાડ,તાપી જેવા જિલ્લાઓમ પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. આજ સવારથી જ દક્સિણ ગુજરાતમા વરસાદ તૂટી પડયો હતો. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારા, વાલોડ સહિતના તાલુકામાં સારો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો તો ક્યાંક ધોધમાર ઝાપટા વરસાદી ઝાપટા જોવા મળ્યા.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

1 thought on “Monsoon 2023: 132 તાલુકામા મેઘો મન મૂકીને વરસ્યો, ક્યા તાલુકામા કેટલો પડયો વરસાદ; આજે ક્યા છે આગાહિ”