ચોમાસુ આગાહિ: હવે ક્યારે પડશે ભારે વરસાદ ? અંબાલાલ ની નવી આગાહિ, જાણી લો તારીખો

ચોમાસુ આગાહિ: અંબાલાલની વરસાદની આગાહિ: રાજયમા બિપોરજોય વાવાઝોડાની સાથે અને ત્યારબાદ મોટાભાગના વિસ્તારોમા સારો એવો વરસાદ થયો હતો. હવે પાછી ક્યારે વરસાદની આગાહિ છે અને ક્યારે ચોમાસાનો વરસાદ થશે તથા વિધિવત ચોમાસાનુ આગમન ક્યારે થશે તે બાબતે ખેડૂતમિત્રો રાહ જોઇ રહ્યા છે. ચાલો જાણીએ આ બાબતે અંબાલાલ પટેલની આગાહિ શું છે અને ક્યારે વરસાદ થવાની શકયતાઓ છે ?

ચોમાસુ આગાહિ

વાવાઝોડા ને લીધે ચોમાસાની પેર્ટન ખોરવાણી હતી. જેના કારણે કેરળમાં ચોમાસાનુ આગમન મોડુ થયુ છે. ચોમાસું હજુ વિધિવત ગુજરાત સુધી પહોચ્યું નથી. જોકે, ચોમાસાનો નિયમિત વરસાદ થાય તે પહેલા પહેલા વાવાઝોડાના કારણે વરસાદ થયો હતો. ઉપરાંત અમુક વિસ્તારોમા વાવાણી લાયક વરસાદ પણ થયો છે. કેટલાક વિસ્તારમાં વાવાઝોડાના કારણે બાગાયતી પાકને નુકસાન પહોંચ્યુ હતુ.

આ પણ વાંચો: BOB Whatsapp Banking: બેંક ઓફ બરોડા મા ખાતુ હોય તો બેલેન્સ ચેક કરો Whatsapp થી, કરો આટલી પ્રોસેસ

સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 15 જૂનથી પ્રારંભ થાય છે. પરંતુ ક્યારેક વરસાદ આગળ પાછળ થતો હોય છે. જોકે હજુ પણ ચોમાસું ગુજરાતથી ઘણુ દૂર છે. ચોમાસું 18 જૂન સુધીમાં તો મહારાષ્ટ્રના છેડે પહોંચ્યું છે. એટલે ગુજરાતમાં જૂનના છેલ્લા સપ્તાહમાં વિધિવત પહોંચે તેવું અનુમાન લગાવવામા આવી રહ્યુ છે. ગુજરાતમાં ચોમાસાનો નિયમિત વરસાદનું આગમન ક્યારે થશે તેને ખેડૂતમિત્રો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

વાવાઝોડાના કારણે વરસાદ થયો છે અને હવે વરસાદ ઘટી જશે તેવુ અનુમાન લગાવવામા આવી રહ્યુ છે. પરંતુ વાવાઝોડાની અસરના લીધે દેશના મધ્ય પૂર્વ ભાગમાં પહોચી જતા બંગાળના ઉપસાગરનો ભેજ ખેચાશે. આથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે.

  • વરસાદને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી
  • 27 થી 30 જૂન દરમિયાન વરસાદની છે શકયતા
  • દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે

આ પણ વાંચો SBI Whatsapp Banking: હવે બેંકમા ધક્કા નહિ થાય, SBI ઘરેબેઠા Whatsapp મા આપે છે આટલી સુવિધાઓ,જાણો પુરી માહિતી

બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાનુ આગમન ક્યારે થશે તે બાબતે વરસાદને લઈને આગાહી કરી છે.

અંબાલાલની વરસાદની આગાહિ

અંબાલાલ પટેલ ની આગાહિ જોઇએ તો આગામી 27 થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં ગુજરાત ના ઘણા જિલ્લાઓમા અતિભારે વરસાદ પડશે. તેમણે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની શકયતાઓ રહેલી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
ચોમાસુ આગાહિ
ચોમાસુ આગાહિ

Leave a Comment

error: Content is protected !!