અયોધ્યા દર્શન: હેલીકોપ્ટર મા બેસી અયોધ્યા દર્શન, કેટલો સમય લાગશે, કેટલુ ભાડુ લાગશે

અયોધ્યા દર્શન: Ayodhya Darshan: 22 જાન્યુઆરી એ અયોધ્યા રામમંદિર મા ભગવાન રામલલા ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. અયોધ્યા દર્શને જતા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. યુપી સરકારે અયોધ્યાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરી છે. આ સુવિધા હાલમાં યુપીના 6 શહેરોમાં ઉપલબ્ધ કરવામા આવી છે. ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. હાલમાં ગોરખપુર, વારાણસી, લખનૌ, પ્રયાગરાજ, મથુરા અને આગ્રા શહેરોથી અયોધ્યા દર્શન માટે હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ કરવામા આવી છે.

અયોધ્યા દર્શન

અયોધ્યા દર્શન માટેની આ સુવિધા પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા 19 જાન્યુઆરીથી શરૂ થનાર હતી, પરંતુ NO ફ્લાઈંગ ઝોન જાહેર થયા બાદ હવે લગભગ 25 જાન્યુઆરીથી આ સુવિધા શરૂ કરવામાં આવનાર છે.

ભગવાન રામ લાલાના દર્શન માટે જે હેલિકોપ્ટર સેવા શરૂ થનાર છે તેમા માત્ર 8-18 મુસાફરોને એકસાથે લઈ જવામાં આવનાર છે. આ સુવિધા માટે મુસાફરોએ અગાઉથી બુકિંગ કરાવવું પડશે. આ હેલિકોપ્ટર સેવા અંતર્ગત ભક્તો રામ મંદિર, હનુમાનગઢી, સરયૂ ઘાટ સહિતના જોવાલાયક પર્યટન સ્થળોની હવાઈ યાત્રા પણ કરી શકશે. આમાં માત્ર 15 મિનિટ જેટલો સમય લાગશે. દરેક ભક્તે 3,539 રૂપિયાનું ભાડું ચૂકવવાની જરૂર પડશે. જો કે, એક સમયે માત્ર 5 ભક્તો જ આ સેવાનો લાભ લઈ શકશે. હાલમાં હેલિકોપ્ટર માટે કુલ વજન મર્યાદા 400 કિલો નિયત કરવામા આવી છે. આ સિવાય દરેક શ્રદ્ધાળુ પોતાની સાથે માત્ર 5 કિલો જેટલો લગેજ રાખી શકશે.

આ પણ વાંચો: Dwarka Live Darshan: આજના દ્વારકાધિશ મંદિરના લાઇવ દર્શન, Dwarkadhish.org

શું થશે ભાડુ ?

અયોધ્યા દર્શન માટેની આ હેલિકોપ્ટર સેવાની સુવિધા પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ શરૂ કરવામાં આવનાર છે. રિપોર્ટ અનુસાર 25 જાન્યુઆરી પછી શ્રદ્ધાળુઓ માટે આ સુવિધા શરૂ કરવામાં આવનાર છે. જોકે આ સુવિધા અગાઉ 19 જાન્યુઆરીથી શરૂ થનાર હતી, પરંતુ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત NO ફ્લાઈંગ ઝોન જાહેર થયા બાદ આ સુવિધા ને એક સપ્તાહ માટે મોકૂફ રાખવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ સેવા માટે લખનૌથી અયોધ્યા સુધી કુલ 6 હેલિકોપ્ટર ઉડાન ભરનાર છે. લખનૌથી અયોધ્યા સુધીનું અંતર માત્ર 30થી 40 મિનિટમાં કાપવામાં આવનાર છે. મળતા રિપોર્ટ અનુસાર, આ માટે શ્રદ્ધાળુઓએ 14,159 રૂપિયા જેટલુ ભાડું ચૂકવવું પડશે.

આ પણ વાંચો: Ram mandir Photo Editor App: અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે ફોટો બનાવી વોટસઅપ DP મા રાખો, જય શ્રી રામ

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!