Voter Id Aadhar Link: ચુંટણી કાર્ડ અને આધાર લીંક કરવાની સમયમર્યાદા 1 વર્ષ વધી, સરકારની મોટી જાહેરાત

Voter Id Aadhar Link: ચુંટણી કાર્ડ આધાર લીંક: હાલ પાન કાર્ડ અને આધાર લીંંક કરવા માટે લોકો દોડા દોડી કરી રહ્યા છે. તેવામા સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ચુંટણી કાર્ડ એ પણ ખૂબ અગત્યનુ ડોકયુમેન્ટ છે. વોટર આઇ ડી એટલે કે ચુંટણી કાર્ડ સાથે પણ આધાર ને લીંક કરવુ જરૂરી છે. તેની છેલ્લી તારીખ 1 એપ્રીલ 2023 હતી તે વધારીને સરકારે 31 માર્ચ 2024 કરી દિધી છે. ચાલો જાણીએ ચુંટણી કાર્ડ સાથે આધાર ને લીંક કરવાની પ્રોસેસ અને ફાયદા.

Voter Id Aadhar Link

કેન્દ્ર સરકારે વોટર આઈડી એટલે કે ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા વધારી છે. આનાથી ચુંટણી કાર્ડ ધારકોને મોટી સુવિધા મળશે. સરકાર દ્વારા બહાર પાડવામા આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે હવે આ સુવિધા આવતા વર્ષ સુધી એટલે કે 31 માર્ચ 2024 સુધી ચાલુ રહેશે અને જો કોઈ કાર્ડ ધારક વોટર આઈડી અને આધારને લિંક નહિ કરે તો તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ કાર્ય સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવાના ઘણા ફાયદા પણ રહેલા છે.

  • સરકારે ચુંટણી કાર્ડ અને આધારને લિંક કરવાની મુદત વધારી
  • વોટર આઇ.ડી. કાર્ડ અને આધારને લિંક તારીખ 31 માર્ચ 2024 સુધી વધારવામા આવી.
  • પહેલા લિંક કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ, 2023 હતી

આ પણ વાંચો: આધાર પાન કાર્ડ ને લીંક કરવાની પ્રોસેસ

Voter Id Aadhar Link Process

ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડને ઘણા લોકો લીંક કરવા માંગતા હોય છે. પરંતુ તેની પ્રોસેસ ખબર હોતી નથી. આજે આપણે ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડને લીંક કરવાની આલ્ગ અલગ રીતો જોઇશુ.

કોલ અને એસએમએસ થી લીંક

મતદાર આઈડી એટલે કે Voter Id Aadhar Link ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ શકે છે. જો તમે ઈચ્છો તો મોબાઈલથી મેસેજ મોકલીને અથવા કોલ કરીને પણ લિંક કરી શકો છો.

  • SMS દ્વારા લિંક કરવા માટે, તમારા આધાર અને મતદાર ID નંબરને 166 અથવા 51969 પર SMS કરો.
  • આ માટે, ECILINK ના ફોર્મેટમાં એક મેસેજ મોકલવાનો રહેશે. જો તમે ઇચ્છો તો, તમે સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 1950 નંબર પર કૉલ કરી શકો છો અને તમારો વોટર આઈડી અને આધાર નંબર આપીને તેને લિંક કરી શકો છો.

ઓફલાઇન લીંક કરવાની રીત

ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ ને લીંક કરવાની સૌથી સરળ રીત એ છે કે તમારા આધાર કાર્ડ અને ચુંટળી કાર્ડ સાથે તમારા વિસ્તારના બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરો. અત્યારે મોટાભાગની કામગીરી BLO દ્વારા જ પુરી કરવામા આવે છે.

આ પણ વાંચો: આધાર કાર્ડ ને લ્ગતી તમામ માહિતી મેળવો એક ક્લીક મા

ઓનલાઇન લીંક કરવાની રીત

ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ ને લીંક તમે ઓનલાઇન પણ કરી શકો છો. આ માટે સૌ પ્રથમ તમારે ઓફીસીયલ વેબસાઇટ nvsp.in પર જવાનુ રહેશે. તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી લોગીન થઇ લીંક કરી શકો છો.

  • વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે સૌ પ્રથમ https://nvsp.in/ વેબસાઈટ ઓપન કરો.
  • ત્યારબાદ લોગ ઈન પર ક્લિક કરો. તમને Register as New user નું ઓપ્શન મળશે.તેના પર ક્લિક કરો.
  • આ પછી તમને મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ નાખવા માટે કહેવામાં આવશે. તમારા મોબાઈલ પર OTP આવશે. આ દાખલ કર્યા પછી એક નવું પેજ ખુલશે.
  • અહીં તમારે માંગેલી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. તેને સબમિટ કર્યા પછી તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • સંપૂર્ણ માહિતી સબમિટ કર્યા પછી, એક રેફરન્સ નંબર જનરેટ થશે.
  • તમારી મતદાર ID આધાર સાથે લિંક છે કે નહીં તે તપાસવા માટે તમે રેફરન્સ નંબર ઉપયોગ કરી શકો છો.

Voter ID Aadhar Link Last date

કેન્દ્ર સરકારે આધાર નંબરને મતદાર ID એટલે કે વોટર આઇ.ડી, સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2024 સુધી લંબાવી છે. મતદાર ID ને આધાર સાથે લિંક કરવાનો છેલ્લો દિવસ 1 એપ્રિલ, 2023 હતો. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા સમયમર્યાદા વધારવાની સૂચના આપવામાં આવી હતી.

અગત્યની લીંક

NVSP PORTALઅહીં ક્લિક કરો
💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Google News પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
Voter Id Aadhar Link
Voter Id Aadhar Link

ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ ને લીંક કરવા ઓફીસીયલ સાઇટ કઇ છે ?

https://www.nvsp.in

Leave a Comment

error: Content is protected !!