2000 નોટ: 2000 ની નોટ બંધ થવા થી તમારા પર શું અસર પડશે ? સમજો આ 8 પ્રશ્ન ના જવાબમા

2000 નોટ: 2000 Currency Note: 2000 Note Denomination: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પરત ખેંચવા માટે બેંકોને સર્કયુલર બહાર પાડયો છે. હાલ લોકો પાસે જે 2000 ની નોટ છે એ ચલણમા તો ચાલુ જ રહેશે પરંતુ 30 સપ્ટેમ્બર સુધીમા આ નોટ બેંક મા જમા કરાવવાની રહેશે અથવા બદલવાની રહેશે. જોકે લોકો પાસે નોટ બદલવા માટે ચાર મહિના જેટલો લાંબો સમય છે. એટલે કે 30 સપ્ટેમ્બર 2023 સુધી આ નોટ બેન્કમાં જઈને બદલાવી શકાય છે.

2000 Note Denomination

આ પછી સોશિયલ મીડિયા પર 2000 નોટ બાબતે ઘણી અફવાઓ ફેલાઈ છે પરંતુ તમારે ડરવાની જરુર નથી 2000 Currency Note આ એક નિર્ણય સાથે જોડાયેલા આવા 8 પ્રશ્નો છે, જેના જવાબ અહીં આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: SSC Result On Whatsapp: ધોરણ 10 નુ રિઝલ્ટ મેળવી શકાસે Whatsapp મા, જાણો પ્રોસેસ; આ તારીખે જાહેર થશે રિઝલ્ટ

  • 2000 ની ચલણી નોટ પાછી ખેંચાશે
  • લોકો પાસે નોટ બદલવા માટે 30 સપ્ટેમબર સુધીનો સમય છે
  • સોશિયલ મીડિયામાં આ બાબતે ઘણી અફવાઓ ફેલાઇ રહિ છે.
  • 8 સવાલ મા 2000 Note Denomination ના તમામ જવાબ આવી જશે. આ બાબતે તમારે કોઇને પુછવુ નહિ પડે.

2000 નોટ

શું હવે 2000 રૂપિયાની નોટથી બજારમા કઇ ખરીદી નહીં થાય?

જવાબ: 2000 Currency Note હજુ ચલણમા ચાલુ જ છે અને તમે હજી પણ 2000 રૂપિયાની નોટથી બજારમા કઇ પણ ખરીદી કરી શકો છો, જેમ કે તમે પહેલા કરતા હતા. અહીં એ ખાસ સમજવું જરૂરી છે કે 2000 નોટ નોટ પર કોઇ પ્રતિબંધ રીઝર્વ બેંકે નથી લગાવ્યો. તે આજે પણ કાનૂની ટેન્ડર છે.

તમારી પાસે 2000 ની નોટ હોય તો તેનુ શું કરવુ ?

જવાબ : આ વખતે તમારે 2016 ની નોટબંધી જેવી ભાગદોડ કરવાની જરૂર નથી. 23 મે થી તમે બેંકમાં જઇને તમારી પાસે રહેલી 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકો છો અને તેને બદ્લાવી પણ શકો છો. આવી નોટ 30 સપ્ટેમ્બર સુધી બેંકમા નોટ જમા કરાવી શકશો.

30 સપ્ટેમ્બર પછી 2000 રૂપિયાની નોટનું શું થશે?

જવાબ: 30 સપ્ટેમ્બર પછી પણ 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર જ રહેશે. એટલે કે ચાલુ જ રહેશે પરંતુ હાલ તો રીઝર્વ બેંકે એવી સૂચના આપી છે કે 30 સપ્ટેમ્બર સુધીમા 2000 રૂપિયાની મોટાભાગની નોટો બેંકોને પરત કરી દેવામાં આવશે. આ અંગે વધુ વિગતવાર માર્ગદર્શિકા જારી કરી શકાય છે.

એક સાથે બેંક મા કેટલી નોટ બદલી શકાય ?

જવાબ: તમે એક સાથે 2000 ની બધી નોટ બેંકમ અબદલી નહિ શકો. આ માટે એક લીમીટ નક્કી કરવામાં આવી છે, તમે એક સમયે બેંકમાં 2000 રૂપિયાની માત્ર 10 નોટ એટલે કે રૂ.20000 બદલી શકો છો. જો કે ખાતામા નોટ જમા કરાવવા માટે કોઇ મર્યાદા નક્કી કરવામા નથી આવી. એટલે કે ખાતામા તમે ગમે એટલે નોટ જમા કરાવી શકો છો.

કઇ બેંકમાંથી 2000 રૂપિયાની નોટો બદલી શકાય છે?

હા, તમે તમારી પાસે રહેલી 2000 Currency Note નોટ કોઈપણ બેંકની બ્રાંચમાથી બદલી શકો છો. આ ઉપરાંત રીઝર્વ બેંકની 19 શાખાઓ મા પણ આ નોટ બદલી શકાય છે.

શું નોટો બદલવા માટે બેંકને કોઈ ચાર્જ ચૂકવવો પડશે?

ના, 2000 ની નોટ બદલવા માટે બેંકમા કોઇ ચાર્જ નહિ ચૂકવવો પડે. પૈસા બદલવા માટે કોઈ તમારી પાસેથી શુલ્ક લઈ શકશે નહીં. તે એકદમ મફત છે, તમે સીધા બેંકમાં જઈ શકો છો અને નિયમો અનુસાર તમારી પાસે રહેલે 2000 ની નોટ બદલી શકો છો.

2000ની નોટો કેમ ચલણમા આવી ?

જવાબ: નોટબંધી સમયે દેશની 80 ટકા ચલણ 500 અને 1000 રૂપિયા ની નોટના મૂલ્યમાં હતી. આવી સ્થિતિમાં, જ્યારે આ બંને મોટી કરન્સી ચલણમાંથી બહાર કરવામા આવી હતી, ત્યારે વળતર આપવા માટે એક મોટી નોટ ચલણમા લાવવામા આવી હતી.

હાલ દેશમાં 2000 રૂપિયાની કેટલી નોટો છે?

આ વર્ષે 31 માર્ચ સુધી ઉપલબ્ધ આંકડા મુજબ દેશમાં 3.62 લાખ કરોડ રૂપિયાની 2000ની ચલણી નોટો છે. આ નોટોની સૌથી વધુ સંખ્યા 2018માં હતી જ્યારે આ આંકડો 6.73 લાખ કરોડ રૂપિયા જેટલો હતો.

2000 નોટ
2000 નોટ

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!