જ્ઞાનશક્તિ સ્કુલ: હવે ધો. 6 થી 12 સુધી અત્યાધુનિક શાળામા મળશે free એજયુકેશન, જાણો આ નવી યોજના વિશે

अपने दोस्तों के साथ शेयर करें

જ્ઞાનશક્તિ સ્કુલ: gyanshakti school: ગુજરાત સરકારની શિક્ષણ વિષયક અનેક સારી યોજનાઓ ચાલે છે. બાળકોને ગુણવતાયુક્ત શિક્ષન મળી રહે તે માટે હાલમા જ્ઞાનશક્તિ સ્કુલ અને જ્ઞાનસેતુ સ્કુલ ની નવી યોજ્નાઓ અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ છે. આ નવી યોજના અંતર્ગત હવે હોંશીયાર વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધી અતિ આધુનિક સવલતો વાળી ખાનગી શાળામા ફ્રી એજયુકેશન મળશે. ચાલો જાણીએ આ યોજનાનિ વિશેષતા અને ફોર્મ કેમ ભરવુ ?

જ્ઞાનશક્તિ સ્કુલ એડમીશન 2023

શાળા ના પ્રકારજ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કુલ્સ
જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ
રક્ષાશક્તિ સ્કુલ્સ
જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શીયલ સ્કુલ્સ
પ્રવેશધો. 6 મા એડમીશન
લાભધો. 6 થી 12 સુધી ખાનગી શાળામા ફ્રી એજયુકેશન
ફોર્મ ભરવાની તારીખો23-3-2023 થી 5-4-2023
પ્રવેશ પરીક્ષા તારીખ27-4-2023
ઓફીસીયલ વેબસાઇટhttps://www.sebexam.org/

જ્ઞાનશક્તિ શાળાઓની વિશેષતા

આ શાળાઓની વિશેષતા નીહે મુજબ છે અને તેમા નીચે મુજબની સવલતો વિદ્યાર્થીઓને મળશે.

  • શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર
  • રેસિડેંશીયલ સ્કુલ મ નિવાસી છાત્રાલય
  • સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન
  • રમત ગમત કલા અને કૌશલ્ય તાલીમ
  • અદ્યતન શૈક્ષણિક માળૅખુ
  • કારકિર્દી માર્ગદર્શન
gyanshakti school admission
gyanshakti school admission

આ પણ વાંચો: RTE પ્રવેશ જાહેરાત અને ફોર્મ ભરવાની તારીખો

કોણ ફોર્મ ભરી શકે ?

આ યોજનાઓ અંતર્ગત 4 પ્રકારની શાળાઓમા ધોરણ 6 મા પ્રવેશ મેળવવા માટે નીચે મુજબના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.

  • સરકારી અને ગ્રાન્ટેડ શાળામા ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી આ તમામ શાળામાંં ધોરણ 6 મા પ્રવેશ માટે ફોર્મ ભરી શકે. ઉપરાંત હાલ ધોરણ 6 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે.
  • સ્વનિર્ભર ખાનગી શાળામા ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માત્ર રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ મા એડમીશન માટે જ ફોર્મ ભરી શકશે.
यह भी पढे:  Free Tall Tax List: આટલા લોકોએ ક્યારેય નથી ચૂકવવો પડતો ટોલ ટેકસ, જાણો કોને મળે છે મુક્તિ

જ્ઞાનશક્તિ પ્રવેશ પરીક્ષા 2023

આ 4 પ્રકારની તમામ શાળાઓમા પ્રવેશ માટે લેવાનારી પ્રવેશ પરીક્ષા નુ માળખુ નીચે મુજબ હશે.

  • કુલ ગુણ: ૧૨૦ સમય: ૧૫૦ મિનિટ
  • પરીક્ષાનુ માધ્યમ: ગુજરાતી/ અંગ્રેજી
  • અભ્યાસક્રમ ધોરણ 5 નો રહેશે.

આ પણ વાંચો:

વિષયપ્રશ્નોગુણ
તાર્કીક ક્ષમતા3030
ગણિત સજ્જતા3030
પર્યાવરણ2020
ગુજરાતી2020
અંગ્રેજી-હિન્દી2020
કુલ120120

આ પણ વાંચો: RTE એડમીશન પ્રોસેસ 2023

જ્ઞાનશક્તિ સ્કુલ ફોર્મ

  • આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ છે.
  • પરીક્ષા બાદ મેરીટ મુજબ જ બાળકોને આ શાળાઓમા પ્રવેશ આપવામાં આવશે.
  • પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ પર અદ્યતન માહિતી મૂકવામા આવશે.
  • સરકારી શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ફોર્મ ભરવા માટે જે શાળામા હાલ અભ્યાસ કરતા હોય ત્યા જ સંપર્ક કરવાનો રહેશે. ત્યાથી જ ફોર્મ ઓનલાઇન ભરી આપશે.
  • http://www.sebexam.org વેબસાઇટ પરથી આ પ્રવેશ પરીક્ષાના આવેદન પત્રો ઓનલાઇન ભરીશકાશે.
  • આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ મોડેલ સ્કુલ શાળામાં, બી.આર.સી.ભવન અને સી.આર.સી.ભવનમાં તથા જે તે વિદ્યાર્થીની પોતાની શાળાઓમાંથી તદ્દન નિશુલ્કમાં ભરવામાં આવશે. સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થી માત્ર રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ માટે જ પ્રવેશ ફોર્મ ભરી શકશે.
  • રક્ષાશક્તિ સ્કુલ્સમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ ૨૫ % વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
  • હોલ ટીકીટની જાણકારી આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે. અને શાળા દ્વારા પણ જાણ કરવામાં આવશે.
  • આ શાળાઓમા એડમીશન અન્વયે વધુ માહિતીની જરૂરી જણાય તો ચાલુ કામકાજના દિવસે શાળા સમય દરમ્યાન બી.આર.સી./ટી.પી.ઇ.ઓ.શ્રીની કચેરીનો સંપર્ક કરી શકાશે. ટી.પી.ઇ.ઓ. કચેરી માટે સંબંધિત તાલુકા પંચાયતની કચેરીમાં સંપર્ક કરી શકાશે.

જ્ઞાનશક્તિ સ્કુલ એડમીશન પ્રોસેસ

આ શાળાઓમા પ્રવેશ માટે તા. 27-4-2023 ના રોજ પ્રવેશ પરીક્ષા Common entrance Test યોજાનાર છે. ત્યારબાદ આ પરીક્ષા ના મેરીટ આધારીત વિદ્યાર્થીઓને આ 4 પ્ર્કારની શાળાઓમા પ્રવેશ આપવામા આવશે. આ યોજના ગરીબ અને હોંશીયાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.

यह भी पढे:  BPL LIST: BPL લીસ્ટ ગુજરાત, ચેક કરો તમારા ગામનુ લીસ્ટ

અગત્યની લીંક

જ્ઞાનશક્તિ સ્કુલ પ્રવેશ નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા વેબસાઇટઅહીં ક્લિક કરો
તૈયારી માટે નમૂનાની પ્રશ્ન બેંકઅહીં ક્લિક કરો
તમામ બી.આર.સી. ભવનનુ સરનામુઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Google News પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
જ્ઞાનશક્તિ સ્કુલ
જ્ઞાનશક્તિ સ્કુલ

જ્ઞાનશક્તિ સ્કુલ મા ક્યા સૂધી ફ્રી એજયુકેશન આપવામા આવશે ?

ધોરણ 6 થી 12 સૂધી.

જ્ઞાનશક્તિ સ્કુલ Common entrance Test માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.sebexam.org

જ્ઞાનશક્તિ શાળાઓમા પ્રવેશ માટે કોણ ફોર્મ ભરી શકે ?

ધોરણ 5 અને ધોરણ 6 નો અભ્યાસ પુર્ણ કરેલ વિદ્યાર્થીઓ


अपने दोस्तों के साथ शेयर करें

1 thought on “જ્ઞાનશક્તિ સ્કુલ: હવે ધો. 6 થી 12 સુધી અત્યાધુનિક શાળામા મળશે free એજયુકેશન, જાણો આ નવી યોજના વિશે”

  1. સરકારી શાળાઓ બંધ કરી પ્રાઈવેટ સ્કૂલોને માલામાલ કરવાનો નવો કારસો.

    Reply

Leave a Comment

error: Content is protected !!