વિદ્યાસહાયક ભરતી 2023: Vidyasahayak Bharti 2023: http://vsb.dpegujarat.in: TET પરીક્ષા પાસ કરી નવી શિક્ષક ભરતી , વિદ્યાસહાયક ભરતી ની રાહ જોતા ઉમેદવારો માટે ખુશખબર છે. સરકારના શિક્ષણ વિભાગે રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ મા ધોરણ 1 થી 8 મા 2750 જેટલી જગ્યાઓ પર નવી વિદ્યાસહાયક ભરતી કરવા માટે મંજુરી આપી દિધી છે. આ પોસ્ટમા આપણે વિદ્યાસહાયક ભરતી 2023 ની સંંપૂર્ણ માહિતી મેળવીશુ.
વિદ્યાસહાયક ભરતી 2023
રાજયમા આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમા ધોરણ 1 થી 8 મા નવા શિક્ષકોની ભરતી એટલે કે વિદ્યાસહાયકોની ભરતી કરવામા આવે છે. વિદ્યાસહાયકોની પ્રથમ 5 વર્ષ સુધી માસિક ફીકસ રૂ. 26000 પગાર આપવામા આવે છે. ત્યારબાદ નિયમિત શિક્ષકના પગારધોરણ મા સમાવવામા આવે છે. વિદ્યાસહાયક ભરતી માટે અરજી કરવા માટે TET 1 / TET 2 પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. 2023 મા લેવાયેલી TET પરીક્ષાઓ પાસ કર્યા બાદ ઉમેદવારો વિદ્યાસહાયક ભરતી ની રાહ જોઇ રહ્યા હતા.
આ પણ વાંચો: SBI Clerk Job: SBI બેંકમા આવી 8283 જગ્યાઓ પર બમ્પર ભરતી, લાયકાત ગ્રેજયુએટ
TET પરીક્ષા પાસ કરી પ્રાથમિક શાળાઓમા વિદ્યાસહાયક ભરતી ની રાહ જોઇ રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. શિક્ષણ વિભાગે શાળાઓમા 2750 જેટલી વિદ્યાસહાયકોની જગ્યાઓ ભરવા માટે મંંજુરી આપી દિધી છે. આ 2750 જગ્યાઓ પર મંજુરી મળતા હવે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા હવે વિદ્યાસહાયક ભરતી ની આગળની કાર્યવાહી ટૂંક સમયમા હાથ ધરવામા આવશે.

ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગના ભરતી કેલેન્ડર મુજબ 5360 જેટલી જગ્યાઓ પર નવા વિદ્યાસહાયકોની ભરતી કરવા માટે જોગવાઇ કરવામા આવેલી હતી. જે પૈકી 2600 જગ્યાઓ પર વિદ્યાસહાયક ભરતી પૂર્ણ થયેલી છે. બાકીની 2750 જ્ગ્યાઓ ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા મંજુરી આપવામા આવી છે.
Vidyasahayak Bharti 2023 Online Apply
વિદ્યાસહાયક ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ હોય છે.
- સૌ પ્રથમ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગર દ્વારા ન્યુઝપેપર મા વિદ્યાસહાયક ભરતી માટેની જાહેરાત આપવામા આવે છે.
- ત્યારબાદ આપવામા આવેલી તારીખો મા વિદ્યાસહાયક ભરતી માટેની ઓફીસીયલ વેબસાઇટ http://vsb.dpegujarat.in પર ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.
- આ ફોર્મ ની પ્રીંટ સાથે જરૂરી ડોકયુમેન્ટ ની ઝેરોક્ષ સાથે તમારા જિલ્લાના રીસીવીંગ સેન્ટર પર જમા કરાવવાની હોય છે.
- ત્યારબાદ વિદ્યાસહાયક ભરતી કાર્યાલય ગાંધીનગર દ્વારા પ્રોવીઝનલ મેરીટ બહાર પાડવામા આવે છે.
- આ પ્રોવીઝનલ મેરીટ મા કોઇને વાંધો હોય તો રજુઆત માટે 3 દિવસનો સમય આપવામા આવે છે.
- ત્યારબાદ ફાઇનલ મેરીટ યાદિ ડીકલેર કરવામા આવે છે.
- ત્યારબાદ રાઉન્ડ મુજબ ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી માટે બોલાવવામા આવે છે.
- જિલ્લા પસંદગી બાદ નક્કી કરેલી તારીખે જિલ્લા કક્ષાએ મેરીટ આધારીત શાળા પસંદગી આપવામા આવે છે અને ઓર્ડર આપવામા આવે છે.
આ પણ વાંચો: ગૌણ સેવા ભરતી: જો જો તક ચૂકી ન જતા, GSSSB ગૌણ સેવા મા આવી 1246 જગ્યાઓ પર નવી ભરતી
ક્યારથી ભરાશે ઓનલાઇન ફોર્મ ?
વિદ્યાસહાયક ભરતી 2023 અન્વયે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખો હજુ જાહેર કરવામા આવી નથી. જિલ્લાવાઇઝ અને કેટેગરીવાઇઝ જગ્યાઓની ફાળવણી ની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, વિદ્યાસહાયક ભરતી કાર્યાલય ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી માટે ની જાહેરાત બહાર પાડવામા આવે છે અને ફોર્મ ભરવાની તારીખો જાહેર કરવામા આવે છે.
અગત્યની લીંક
| વિદ્યાસહાયક ભરતી ઓફીસીયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
વિદ્યાસહાયક ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
http://vsb.dpegujarat.in