Mparivahan App: ઘણે વખત આપણે કોઇ પણ વાહનની વિગતો જાણવી જરૂરી બનતી હોય છે. વાહન નુ મોડેલ કયુ છે ? કયારે ખરીદવામા આવ્યુ છે ? કયા જિલ્લાનુ પાર્સિંગ છે વગેરે વિગતો. ખાસ કરીને જુનુ વાહન ખરીદવાનુ હોય ત્યારે આ વિગતો જાણવી ખૂબ જરૂરી બની જાય છે. ઉપરાંત કયાય બિનવારસી હાલતમા કોઇ અજાણ્યુ વાહન પડયુ હોય ત્યારે પણ તેની વિગતો જાણવી જરૂરી બની જાય છે. કોઇ પણ વાહનની તમામ વિગતો ઓફીસીયલ ગવર્ન્મેન્ટ એપ. Mparivahan App પરથી જાણી શકાય છે.
Mparivahan App
Mparivahan App સરકાર દ્વારા લોન્ચ કરવામા આવી છે. જેમા ઘણા બધા ફીચર આપવામા આવ્યા છે. આ એપ. નો કોઇ પણ વાહનની ડીટેઇલ મેળવવા માટે ઉપયોગ કરવામા આવે છે. ઉપરાંત આ એપ. તમે તમારા વાહન ના ડોકયુમેન્ટ ડીઝીટલ સ્વરૂપે સ્ટોર કરીને પણ રાખી શકો છો. જેથી વાહન સાથે ડોકયુમેન્ટ ફીઝીકલ રૂપે રાખવા જરૂરી નથી. કયાય પણ ટ્રાફીક પોલીસને આ એપ. મા સ્ટોર કરેલા ડોકયુમેન્ટ બતાવી શકાય છે.
આ પણ વાંચો; Age Calculator: તમારી ઉંમર કેટલી છે, જાણો ચાર્ટ પરથી કોઇ ગણતરી કર્યા વગર
આ એપ.મા કોઇ પણ વાહન નો નંબર નાખી સર્ચ કરતા તે વાહનની નીચે મુજબની વિગતો જોવા મળે છે.
- વાહન માલીમાલીકનુ નામ. પહેલા આ એપ. મા કોઇ પણ વાહન માલીકનુ નામ આખુ દર્શાવતુ હતુ. પરંતુ હવે પ્રાઇવસી ના કારણોસર વાહન માલીકનુ આખુ નામ દર્શાવત નથી.
- વાહન કયા જિલ્લાના RTO મા રજીસ્ટર્ડ થયેલુ છે તે દર્શાવે છે.
- વાહન નો પ્રકાર જોવા મળે છે.
- વાહન પેટ્રોલ છે કે ડીઝલ કે સીએનજી કે ઈલેકટ્રીક તે દર્શાવે છે.
- વાહન કેટલુ જુનુ છે તે દર્શાવે છે.
- વાહન કયારે રજીસ્ટર્ડ કરવામા આવ્યુ છે તે જોઇ શકાય છે.
Mparivahan App Document
આ એપ. નો બીજો મહત્વનો ઉપયોગ વાહન ના ડોકયુમેન્ટ સ્ટોર કરવા માટે થાય છે. જેમા તમે નીચેના જેવા ડોકયુમેન્ટ સ્ટોર કરી શકો છો. જે ક્યાય પણ ટ્રાફીક પોલીસ જોવા માંગે તો બતાવી શકાય છે.
- વાહનની આર.સી. બુક
- ડ્રાઇવીંગ લાયસન્સ
- વાહન નો વિમો
- વાહન નુ ફીટનેશ સર્ટી.
આ પણ વાંચો; E-Challan Gujarat: કોઈ પણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ ચેક કરો ઓનલાઈન |
Mparivahan App Features
આ એપ.મા નીચેના જેવા ફીચર ધરાવે છે. જેની મદદથી ઘરેબેઠા જ ઘણા કામ ઓનલાઇન કરી શકાય છે.
- તમારા વાહન નુ E-Challan ઇશ્યુ થયુ કે નહી તે જાણી શકાય છે.
- E-Challan નુ પેમેન્ટ પણ ઓંલાઇન કરી શકો છો.
- રીસીપ્ટ ડાઉનલોડ કરી શકો છો.
- ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ માટે અરજી કરી શકો છો.
- ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવા માટે એપ્લાય કરી શકો છો.
- આ સિવાય પણ આ એપ.આ ઘણી સુવિધાઓ આપવામા આવે છે.
અગત્યની લીંક
Download Mparivahan App | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
Gj 16 DD0241