Under Water Metro Train: ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન, જાણો શું છે ખાસ.

अपने दोस्तों के साथ शेयर करें

Under Water Metro Train: ગત બુધવારે ભારતમાં મેટ્રો ટ્રેનએ ઇતિહાસ રચી દીધો હતો. લાંબો સમય સુધી રાહ જોયા બાદ ભારત ની સૌ પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન ની હુગલી નદી નીચે દોડાવવા માં આવી હતી. ભારત માં આ પહેલો કિસ્સો છે કે કોઈ ટ્રેન એ નદીની નીચે સફર પૂરી કરી હોય. આ ટ્રાયલ માં 11.55 મિનિટમાં હુગલી નદી પાર કરી દીધી હતી. આ સમય દરમ્યાન ત્યાં મેટ્રો ટ્રેનના જનરલ મેનેજર પી. ઉદયકુમાર રેડ્ડી પણ ત્યાં હાજર રહ્યા હતા. મેટ્રો હાવડા સ્ટેશન પર પહોચી ત્યારે ત્યાં પહોચતા વેત જ ત્યાં અધિકારી દ્વારા તેની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ રેક નંબર MR 613 ને હાવડા મેદાન ના સ્ટેશન પર લઈ જવામાં આવ્યો હતો.

આ સમય દરમ્યાન, જનરલ મેનેજર પી.ઉદયકુમાર રેડ્ડી દ્વારા જણાવવામાં આવ્યું કે મેટ્રો ની હાવડા મેદાન થી એસ્પ્લેનેડ સુધીની ટ્રાયલ હવે પછી ના 7 માસ સુધી ચાલુ રહેવામાં આવશે. અને તેમાં સફળતા મળ્યા બાદ આ સેક્શન પર નિયમિત મેટ્રો ટ્રેનની સર્વિસ ચાલુ થશે.

આ પણ વાંચો: જીઓ ના સૌથી સસ્તા રિચાર્જ પ્લાન વિષે માહીતી

Under Water Metro Train Video

સૌથી પહેલી મેટ્રો કોલકત્તામાં શરૂ થઈ

ભારત દેશ ની સૌ પ્રથમ મેટ્રો ટ્રેન કલકતામાં 1984 માં શરૂવાત થઈ હતી. ત્યારબાદ દિલ્હીમાં 2002 માં શરૂ થઈ અને બીજા ઘણા શહેરોમાં મેટ્રો ની શરૂવાત થઈ. હવે કલકતા માં વધુ એક ટ્રેન ઉપલબ્ધ થઈ રહી છે કે જે Under Water Metro Train તરીકે જોડાશે.

यह भी पढे:  PUC Download online: હવે તમારા વાહનનુ PUC ડાઉનલોડ કરો ઓનલાઇન, 2 સ્ટેપમા ડાઉનલોડ કરી ફોનમા સેવ રાખો

બેટરીની મદદ થી મેટ્રો ચલાવવામાં આવશે

બુધવારે સાલ્ટ લેક અને હાવડાની વચ્ચે મેટ્રો ટ્રેન રન સિયાલદહ અને એસ્પ્લેનેડ સુરંગ થી સફળતાપૂર્વક પસાર થઈ હતી. હજી એસ્પ્લેનેડ અને સિયાલદહ વચ્ચે ટ્રેન નું કામ હજી સુધી પૂરું થયું નથી. પરંતુ આ ટ્રેક ને ટ્રાયલ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આવનારા સમય માં ટ્રેન સામાન્ય રીતે ચાલશે પરંતુ સિયાલદહથી એસ્પ્લેનેડ સુધી બેટરી દ્વારા લોકો સુધી મોકલાશે અને ત્યારબાદ તે હાવડા સુધી કોમન રીતે કામ કરશે.

આ પણ વાંચો: ઘર બનાવવા માટે મફત પ્લોટ યોજના વિષે પૂરી માહિતી

મેટ્રોનું કામ ડિસેમ્બર-2023 સુધીમાં પૂરું થઈ શકે છે.

હાલ માં Under Water Metro Train યોજનાનુ કામ પૂર જોશ માં ચાલુ છે અને હજી આ કામ પૂરું થવામાં સમય લાગી શકે છે. સ્ત્રોતો દ્વારા મળતી માહિતી મુજબ ભારતની સૌ પ્રથમ મેટ્રો ટ્રેનની સુવિધા ઈસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોર પરિયોજના 2023 વર્ષ ના ડિસેમ્બર માસ સુધી માં પૂરી થઈ શકે તેવી આશા છે.

આ મેટ્રો પેરિસ અને લંડન જેવી હશે

આપના ભારતમાં સૌ પ્રથમ વખત અંડર વોટર મેટ્રો ટ્રેન બની રહી છે તેની સરખામણી યૂરો સ્ટાર સાથે થઈ રહી છે, આ સરખામણી પેરિસ અને લંડન સાથે જોડે છે. આ ટ્રેન હુગલી નદી ના તળિયાથી 13 મીટર સુધી નીચેથી પસાર થાય તેમ છે. આ ટ્રેન ની શરૂવાત થવાથી લાખો યાત્રિકોને રાહત થશે.

આ પણ વાંચો: વૃદ્ધ પેન્સન સહાય માટે ફોર્મ અને માહિતી

સુરંગ બનાવવા કેટલો ખર્ચ વધી શકે

આ સુરંગ બનાવવા માટે દર કિલોમીટર દીઠ 120 કરોડ રૂપિયા સુધી નો ખર્ચો થઈ શકે છે. હાવડા સ્ટેશન સૌથી વધુ એટ્લે 33 મીટર સુધી ઊંડું હોય શકે છે. અત્યારની સ્થિતિમાં હોજ ખાસ 29 મીટર સુધી સૌથી ઊંડુ મેટ્રો સ્ટેશન છે.

यह भी पढे:  Kinjal Dave Breakup: 5 વર્ષ બાદ તૂટી કિંજલ દવેની સગાઇ, કારણ હતુ માત્ર આટલુ

45 સેકન્ડ માં 520 મીટરનું અંતર પૂરું થશે

Under Water Metro Train: એક માહિતી પ્રમાણે આ સેક્શન ઉપર કોમર્શિયલ સર્વિસ ચાલુ વર્ષથી જ શરૂ થઈ શકશે. અંડર વોટર ટ્રેન સર્વિસની શરૂવાત થતાં જ હાવરા ભારતનું સૌથી ઊંડુ મેટ્રો સ્ટેશન બની જશે. જેની સપાટીથી 33 મીટર નીચે હશે. મેટ્રો ટ્રેન દ્વારા હુગલી નદી ની નીચે આવેલું 520 મીટર નું ડિસ્ટન્સ ફક્ત 15 સેકંડમાં જ કવર થઈ જશે. નદી ની નીચે બાનવવામાં આવેલી ટનલ પાણી ના સ્તર થી 32 મીટર નીચે સુધી આવેલી છે, અને આ ટનલ માં પાણી નો પ્રવાહ આવે નથી તે માટે પ્રવાહ રોકવા માટે સુરક્ષાના ઘણા ઉપાયો કરવા માં આવેલ છે. પ્રવાહ રોકાઈ જાય તે માટે આ જગ્યાએ માઈક્રે સિલિકા અને ફ્લાઈ એશ દ્વારા બનેલા કોંક્રીટના મિશ્રણ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વાઇરલ થઈ સોશિયલ મીડિયા

કોલકાતા મેટ્રો રેલ ના ટ્વિટર અકાઉન્ટ માં મેટ્રો રેલની આ સિદ્ધિનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. અને આ વિડીયો ખૂબ જ જડપ થી વાઇરલ પણ થઈ રહ્યો છે. આ વિડિયો માં ટ્રેન ને પાણીની નીચે થી કેવી રીતે પસાર થાય છે તે જોઈ શકાય છે. લોકો આ વિડિયો જોઈ ને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. અને સાથે સાથે મેટ્રો ની આ સફળતાના વખાણ પણ કરી રહ્યા છે. જોકે મધ્ય કલકતાના બોઉ બજાર વિસ્તારમાં દુર્ઘટના થઈ તેના કારણે આ પ્રોજેકટ પૂરો થવામાં થોડો વિલંબ થયો છે.

આ મેટ્રો ટ્રેન લંડન અને પેરિસ જેવી હશે

ભારતની આ પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેનની સરખામણી યુરોપ કંટ્રી સાથે કરવામાં આવી છે, જે લંડન અને પેરિસને સાથે જોડે છે. આ મેટ્રો ટ્રેન હુગલી નદીના તળિયાથી 13 મીટર નીચેથી પસાર થશે. આ મેટ્રો શરુ થવાથી લાખો મુસાફરોને રાહત મળશે. અને સમયની બચત થશે. આ નવી સુવિધાથી લોકોને મેટ્રો ટ્રેન ની મુસાફરીનો અલગ જ અનુભવ થશે.

यह भी पढे:  ગુજરાત ના ફરવાલાયક સ્થળો: ગુજરાત મા ક્યાય ફરવા જવાનુ વિચારતા હોય તો આ સ્થળો છે સ્વર્ગ

પાણીની અંદર દોડતી મેટ્રો ટ્રેન ની સાથે હવે પાણીની ઉપર દોડતી મેટ્રો ટ્રેન કેરાલામા શરૂ કરવામા આવશે. જે એશીયાની પ્રથમ પાણી ઉપર ચાલતી મેટ્રો ટ્રેન હશે.

વધુ માહિતી માટેઅહી કલીક કરો
ગૂગલ ન્યુસ પર ફોલો કરવાઅહી કલીક કરો
વ્હોટ્સપ ગ્રુપ માટેઅહી કલીક કરો

Under Water Metro Train FAQ’s

ભારતની સૌ પ્રથમ Under Water Metro Train ક્યાં દોડવાવામાં આવી?

ભારત ની સૌ પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન હુગલી નદી નીચે દોડાવવા માં આવી

આ મેટ્રો ટ્રેન નુ કામ ક્યા સુધીમા પુરુ થશે ?

ડીસેમ્બર 2023 સુધીમા

પાણીની ઉપર ચાલતી મેટ્રો ટ્રેન હાલ ક્યા શરૂ કરવામા આવી ?

કેરાલામા


अपने दोस्तों के साथ शेयर करें
error: Content is protected !!