જાપાન સુનામી: જાપાનમા 7.5 ના ભૂકંપ બાદ ત્રાટકી સુનામી, સુનામી ના તાંડવનો વિડીયો આવ્યો સામે

જાપાન સુનામી: જાપાનમા 7.5 ની તિવ્રતા નો ભૂકંપ ત્રાટકયા બાદ સુનામી આવી હતી. જેના લીધે દરિયામા ભારે કરંટ જોવા મળ્યો હતો અને ઉંચા મોજા ઉછળ્યા હતા. જાપાનમા આ ઘટના ને પગલે દહેશત ફેલાઇ ગઇ છે. નવા વર્ષ ના પ્રારંભે જ જાપાન મા મોટા ભૂકંપના અપશુકન નડ્યાં હતા. નવા વર્ષના પહેલા જ દિવસે જાપાન મા આવેલા ઇશિકાવા પ્રાંતના વાજિમા શહેરની આજુબાજુ આવેલા 7.5ના મોટા ભૂકંપ બાદ પડયા ઉપર પાટુ સમાન ભયાનક સુનામી પણ ત્રાટકી હતી. સુનામીને કારણે દરિયાએ ભારે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને દરિયામાં મોટા મોટા મોજા જોવા મળ્યા હતા.

જાપાન સુનામી

ભૂકંપના એપિસેન્ટરથી 300 કિલોમીટરના વ્યાપમાં આ સુનામીની અસર થવા પામી હતી.
હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે આ અંગે જણાવ્યું હતું કે જાપાનના દરિયાકાંઠે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટર (190 માઇલ) ની અંદર જોખમી સુનામીના મોજાઓ જોવા મળ્યા હતા. ઇશિકાવા પ્રાંતના વાજિમા શહેરમાં 1.2 મીટરની સુનામી આવી હતી. આ સુનામી થી જનજીવન વેરવિખેર થઇ ગયુ હતુ.

દરિયામાં ઉછળ્યાં 5 મીટર સુધી ઉંચા મોજાઓ જોવા મળ્યા હતા.
જાપાનમા નવા વર્ષે આવેલા 7.6 ની તીવ્રતાના ભૂકંપના કારણે સમુદ્રના કેટલાક ભાગોમાં 5 મીટર સુધીના ઉંચા મોજા ઉછળ્યા હતા. સુનામી આવતાં લોકો જીવ બચાવવા ભાગતાં જોવા મળ્યાં હતા. હજારો લોકોને તેમના ઘર ખાલી કરાવી દેવાયા છે અને સલામત સ્થળે લઈ જવામા આવ્યા છે.

જાપાન મા વર્ષના પ્રથમ દિવસે જ 7.6નો મોટો ભૂકંપ આવ્યો હતો.
વર્ષના પ્રથમ દિવસે જાપાનમાં આવેલા ભીષણ ભૂકંપના આંચકાના કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.6 હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. એક શક્તિશાળી ભૂકંપ આવવાને લીધે મધ્ય જાપાન અને તેના પશ્ચિમ કિનારે સુનામી આવી છે, જેના કારણે લોકોમાં ગભરાટ ની લાગણી વ્યાપી છે. આ ઘટના બાદ લોકોએ તાત્કાલિક તેમના ઘરોને ખાલી કરાવ્યા હતા. હજારો ઘરો મા વીજળી જવાથી અંધારપટ છવાયો છે. અને અસરગ્રસ્ત ક્ષેત્રમાં ફ્લાઇટ્સ અને રેલ્વે સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. ભૂકંપની દહેશત બાદ લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
જાપાન સુનામી
જાપાન સુનામી

Leave a Comment

error: Content is protected !!