Solar Eclipse Live: આજે 2023 ના વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ લાગી ગયું છે, જે બપોરે 12:29 વાગ્યા સુધી એટલે કે, સાડા પાંચ કલાક સુધી રહેવાનુ છે. આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળવાનુ નથી. આ કારણોસર તેનો સૂતકકાળ પણ ભારતમાં મનાવવામા નહીં આવે. આ વર્ષે 3 પ્રકારના સૂર્યગ્રહણ જોવા મળવાના છે, જેને હાઈબ્રિડ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. વૈદિક જ્યોતિષ મુજબ આ સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય મેષ રાશિમાં છે, જે રાહુ અને બુધ સાથે છે. આ સૂર્યગ્રહણને કારણે કેટલીક રાશિઓ પર નકારાત્મક, તો કેટલીક રાશિઓ પર સારી અસર તહઇ શકે છે. કયા કયા દેશમાં આ સૂર્યગ્રહણ જોવા મળવાનુ છે અને તેની દુનિયા પર શું અસર થવાની તે અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવી છે.
સૂર્યગ્રહણની અસર
Solar Eclipse Liveસૂર્યગ્રહણ મેષ રાશિમાં થવાનુ છે. આ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા, અમેરિકા તથા અન્ય દેશોમાં જોવા મળશે છે. જેના કારણે આ ભૌગોલિક ઘટનાની અસર પૃથ્વી પર અસર થશે. આ ગ્રહણની અસરને કારણે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વણસવાની શક્યતાઓ રહેલી છે. અલગ અલગ ક્ષેત્રે યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે, જેના કારણે ફરીથી મહામારી આવવાની શકયતાઓ છે. રાજનેતાઓ વચ્ચે વિવાદની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. ભારતમાં સૂર્યગ્રહણ જોવા નહીં મળે, જેના કારણે ભારત પર કોઈ પ્રકારની અસર થવાની શક્યતાઓ નથી.
સૂર્યગ્રહણનો સમય
આજનુ આ સૂર્યગ્રહણ સવારે 07:04 વાગ્યે શરૂ થઈ ગયું છે અને બપોરે 12:29 વાગ્યા સુધી એટલે કે, સાડા પાંચ કલાક સુધી ચાલશે. આ સૂર્યગ્રહણના બે દિવસ પછી ગુરુ ગ્રહ ગોચર કરનાર છે. આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નથી મળવાનુ, આ કારણોસર તેનો સૂતકકાળ પણ ભારતમાં માનવામાં નહીં આવે, પરંતુ તમામ રાશિઓ પર આ સૂર્યગ્રહણની અસર થનાર છે.
સૂર્યગ્રહણ કયા દેશોમા જોવા મળશે ?
આજનુ આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. આ સૂર્યગ્રહણ નીચેના દેશોમા જોવા મળશે. Solar Eclipse Live
- કંબોડિયા
- ચીન
- અમેરિકા
- જાપાન
- સમોઆ
- સોલોમન
- થાઈલેન્ડ
- એન્ટાર્કટિકા
- ઓસ્ટ્રેલિયા
- ન્યુઝીલેન્ડ
- વિયેતનામ
- તાઈવાન
- પાપુઆ
- ન્યૂ ગિની
- ઈન્ડોનેશિયા
- ફિલિપાઈન્સ
- દક્ષિણ હિંદ મહાસાગર અને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં જોવા મળશે.
- જેથી આ દેશોમા સૂર્યગ્રહણનો સૂતક કાળ માન્ય રહેશે.
Solar Eclipse Live
અગત્યની લીંક
સૂર્યગ્રહણ લાઇવ અહિંથી જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
આ સૂર્યગ્રહણ ભારતમા જોવા મળશે ?
ના , આ સૂર્યગ્રહણ ભારતમા જોવા નહિ મળે.