Whatsapp Link device: આપણે સ્માર્ટફોનમા ઘણી એપ યુઝ કરતા હોઇએ છીએ. તેમા સૌથી વધુ આપણે Whatsapp યુઝ કરતા હોઇએ છીએ, Whatsapp એ હાલ મનોરંજન કરતા જરૂરીયાત બની ગયુ છે. નાના મોટા સૌ કોઇ Whatsapp યુઝ કરતા હોઇએ છીએ. ઘણી વખત એવુ બને છે કે આપનુ Whatsapp Link device કરી બીજાના ફોન કે કોમ્પ્યુટર મા પણ ખોલી શકાય છે. શુંં તમારૂ Whatsapp બીજાના કોઇના ફોન કે કોમ્પ્યુટર માખુલ્લુ નથી ને ? તે કેમ ચેક કરવુ તેના સ્ટેપ જોઇએ.
Whatsapp Link device
- Whatsapp Web માં આવ્યુ નવુ ફીચર
- યૂઝર્સને મલ્ટી ડિવાઇસ મા Whatsapp યુઝ કરવાના સપોર્ટ આપવામાં આવ્યા છે.
- Whatsapp કંપનીએ કેમ્પેનિયન મોડનું ફીચર આપ્યુ છે.
અત્યારે આપણે બધા વોટ્સએપ યુઝ કરતા હોય છે. પરંતુ કોઇ બીજી વ્યક્તિ તમારા વોટ્સએપને યુઝ કરી રહ્યુ છે? એવો સવાલ તમારા મનમાં થાય છે. આના અનેક કારણ હોઇ શકે છે. જો આવુ હોય તો એટલે કે તમારા વોટ્સએપ મેસેજીસ પર પહેલાથી જ રીડ થયેલા મળશે.
આ પણ વાંચો: 15000 થી નીચે મળતા TOP 5G ફોન
ઘણી વખત કોઇ ને તમે મેસેજ નહીં કર્યો હોય પરંતુ તમારા નંબરથી તેની સાથે Whatsapp પર વાત-ચીત થઇ હોય છે. તમે વિચારી રહ્યાં છો કે આવુ કેવી રીતે બની શકે છે.
હકીકતમા Whatsapp ના એક ફીચરની મદદથી કોઇપણ વ્યક્તિ એવુ કરી શકે છે. પહેલા આ Whatsapp પર ફક્ત વોટ્સએપ વેબનું ઓપ્શન મળૅતુ હતુ એટલે કે માત્ર કોમ્પ્યુટર પર જ તેને યુઝ કરી શકાતુ હતુ. પરંતુ હવે તેની પર નવુ ફીચર આવી ગયુ છે.
હવે યૂઝર્સને મલ્ટી ડિવાઇસ સપોર્ટ આપવામાં આવ્યા છે. તેની મદદથી તમે એક થી વધારે ફોન પર એક જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો.
જો તમને લાગે છે કે, તમારી સાથે પણ આવુ થઇ રહ્યું છે તો તમારુ Whatsapp કેટલી ડીવાઇસ પર એકટીવ છે તે જોવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.
સૌ પ્રથમ ફોનમાં વોટ્સએપ ઓપન કરો.
તેમા ઉપર આપેલા ત્રણ ટપકાનો ઓપ્શન ઓપન કરો.
અહીં તમને Linked Device નામનુ એક ઓપ્શન જોવા મળશે.
આ ઓપ્શનમાં તમે જોઇ શકશો કે તમારુ એકાઉન્ટ કેટલી ડીવાઇસ પર એક્ટિવ છે. તમે ઇચ્છો તો Whatsapp Link device ને રિમૂવ પણ કરી શકો છો.
હકીકતમાં કંપનીએ કેમ્પેનિયન મોડનું ફીચર રિલીજ કર્યુ છે. જે અત્યારે બીટા યુઝર્સને મળી રહ્યા છે. આ ફીચરની મદદથી એક જ વોટ્સએપ એકાઉન્ટ બે ફોનમાં યૂઝ કરી શકાય છે.
તે માટે સેકેન્ડરી ફોનમાં વોટ્સએપ ઓપન કરવુ પડશે. અહીં એકાઉન્ટ રજીસ્ટર પેજના ટોપ કોર્નરમાં ત્રણ ડોટ મળશે, તેની પર ક્લિક કરવાનું રહેશે.
હવે Whatsapp Link device નું ઓપ્શન મળશે. જેની મદદથી તમે પ્રાઇમરી ફોનને તેનાથી ક્નેક્ટ કરી શકો છો. તે માટે બીજા ફોનના QR Codeને પહેલા ફોનથી સ્કેન કરવાનું રહેશે. તેવામાં બંને ફોન્સમાંથી એક જ ફોનનો કોડ ચાલુ રાખીને બીજુ તેમાંથી રીમુવ કરી શકાય છે. સમયાંતરે સાવચેતી માટે તમારૂ વોટસઅપ કેટલી ડીવાઇસમા ખુલ્લુ છે તે ચેક કરતુ રહેવુ જોઇએ. આમ આ સુવિધાથી તમારુ વોટસાપ કેટલી ડીવાઇસ મા ખુલ્લુ છે તે સરળતાથી ચેક કરી શકાય છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇન | અહીં ક્લિક કરો |
Google News પર ફોલો કરો | અહીં ક્લિક કરો |
Whatsapp કેટલા ફોનમા ખુલ્લુ છે તે કયા ઓપ્શનથી ચેક કરી શકાય ?
Whatsapp Link device
Whatsapp બીજી ડીવાઇસમા કઇ રીતે ઓપન કરી શકાય ?
Whatsapp Link device થી QR CODE સ્કેન કરીને
2 thoughts on “Whatsapp Link device: તમારૂ Whatsapp બીજુ કોઇ યુઝ નથી કરતુ ને ? આ રીતે કરો ચેક”