U19 World Cup: અન્ડર 19 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત, ઉદય સહારન બન્યો કેપ્ટન

U19 World Cup: Team India for U19 World Cup: જાન્યુઆરી 2024 થી સાઉથ આફ્રીકામા અન્ડર 19 વર્લ્ડ કપ શરૂ થનાર છે. જેના માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત કરવામા આવી છે. 15 સભ્યોની ટીમની વર્લ્ડ કપ માટે જાહેરાત કરવામા આવી છે. જેમા ઉદય સહારન ને કેપ્ટન બનાવાયો છે. 19 જાન્યુઆરી 2024 થી અન્ડર 19 વર્લ્ડ કપ શરૂ થનાર છે.

U19 World Cup

2024 મા દક્ષિણ આફ્રિકામા અંડર-19 વર્લ્ડ કપ રમાનર છે. 19 જાન્યુઆરી 2024થી આ મેગા ટૂર્નોમેન્ટ શરુ થવા જઇ રહી છે. અને 11 ફેબ્રુઆરીએ વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. વર્લ્ડ કપને આડે હવે માત્ર મહિના જેટલો જ સમય બચ્યો છે ત્યારે તે પહેલા BCCIએ ટીમ ઈન્ડીયા ની જાહેરાત કરી છે. પંજાબના ઉદય સહારનને ટીમનો કેપ્ટન અને મધ્યપ્રદેશના સૌમ્ય કુમાર પાંડેને વાઇસ કેપ્ટન બનાવવામા આવ્યો છે.

u19 world cup schedule
u19 world cup schedule

આ વર્લ્ડ કપ મા ટૂર્નામેન્ટની કુલ 16 ટીમોને A, B, C અને D એમ ચાર ગ્રુપમાં વિભાજીત કરવામા આવી છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં યુએસએ, બાંગ્લાદેશ અને આયર્લેન્ડની સાથે સમાવેશ કરવામા આવ્યો છે. બાંગ્લાદેશ સામે રમ્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ કપની બીજી મેચ 25 જાન્યુઆરીએ આયરલેન્ડ સામે અને ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ યુએસએ સામે રમનાર છે.

U19 World Cup Team India

  • ઉદય સહારન (કેપ્ટન)
  • અર્શિન કુલકર્ણી
  • આદર્શ સિંહ
  • રૂદ્ર પટેલ
  • સચિન દાસ
  • પ્રિયાંશુ મોલિયા
  • મુશીર ખાન
  • અવનીશ રાવ
  • સૌમી પાંડે
  • મુરુગન અભિષેક
  • ઇનેશ મહાજન
  • ધનુષ ગૌડા
  • રાજ લિંબાણી
  • નમન તિવારી
  • આરાધ્યા શુક્લા

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
U19 World Cup
U19 World Cup

Leave a Comment

error: Content is protected !!