જ્ઞાનસાધના સ્કોલરશીપ: મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના: https://gssyguj.in: રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત ધોરણ 1 થી 8 સુધીનુ શિક્ષણ બાળૅકોને ફરજીયાત અને મફત આપવામા આવે છે. ઉપરાંત આર્થીક રીતે નબળ વર્ગના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળા મા શિક્ષણ મેળવી શકે તે માટે RTE અંતર્ગત 25 % જગ્યાઓ પર પ્રવેશ આપવામા આવે છે. હોંશીયાર અને આર્થીક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 સુધી સારી શાળામા શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના અમલમા મૂકવામા આવી છે. આ યોજના અંતર્ગત 2024 માટે પરીક્ષા તારીખ પણ જાહેર કરવામા આવી છે.
જ્ઞાનસાધના સ્કોલરશીપ
યોજના | મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના |
અમલીકરણ વિભાગ | શિક્ષણ વિભાગ |
લાભાર્થી | ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ |
સ્કોલરશીપ સહાય | ધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.22000 ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000 |
પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો | હવે જાહેર થશે |
પરીક્ષા તારીખ | 31-3-2024 |
સતાવાર વેબસાઇટ | www.sebexam.org |
પસંદગી પ્રક્રિયા | પરીક્ષા દ્વારા |
આ પણ વાંચો: ગુજરાતી કેલેન્ડર 2024: નવુ ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરો, 2024 ના તહેવારો અને જાહેર રજાઓ; શુભ મુહુર્ત
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના
આ સ્કોલરશીપ યોજના મા મળતા લાભ, પાત્રતા ધોરણો વગેરે વિગતો નીચે મુજબ છે.
પાત્રતા
જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના અંતર્ગત પરીક્ષા ફોર્મ ભરવા માટે નીચે ના વિદ્યાર્થીઓ પાત્રતા ધરાવે છે.
- ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે.
- રાઇટ ટુ એજયુકેશન અન્વયે 25 % ક્વોટા અંતર્ગત ખાનગી શાળામા પ્રવેશ મેળવી ધ્રોઅણ 8 સુધીનુ શિક્ષણ સળંગ પુરૂ કર્યુ હોય અને હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ સ્કોલરશીપ યોજના માટે ફોર્મ ભરી શકે છે.
પરીક્ષા ફોર્મ અને પરીક્ષા તારીખ
આ સ્કોલરશીપ યોજના અન્વયે પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો હજુ જાહેર કરવામા આવી નથી. જે હવે પછી જાહેર કરવામા આવશે. પરીક્ષા ફોર્મ ભરવાની શરૂઆત થયે વિદ્યાર્થીઓને શાળા દ્વારા જાણ કરવામા આવશે. આ પરીક્ષા ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓ એ કોઇ પણ જાતની પરીક્ષા ફી ભરવાની રહેતી નથી.
આ યોજનામા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા દ્વારા કરવામા આવે છે. ચાલુ વર્ષ માટે પરીક્ષા તારીખ જાહેર કરવામા આવે છે. ચાલુ વર્ષે આ યોજના અન્વયે વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે તા. 31-3-2023 ના રોજ પરીક્ષા લેવાનાર છે.
આ પણ વાંચો: BPL LIST: BPL લીસ્ટ ગુજરાત, ચેક કરો તમારા ગામનુ લીસ્ટ
કસોટીનુ માળખુ
જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા કટ ઓફ મેરીટના આધારે કરવામા આવે છે. જેમા લેવામા આવતી કસોટીનુ માળખુ નીચે મુજબ હોય છે.
- આ કસોટીનુ પ્રશ્ન પત્ર કુલ 120 ગુણનુ હશે તથા સમય 150 મિનિટ હશે.
- કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા હશે
- વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા આ પરીક્ષા આપી શકે છે.
કસોટી | પ્રશ્નો | ગુણ |
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 40 | 40 |
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 80 | 80 |
સ્કોલરશીપ ની રકમ
આ યોજનામા કટ ઓફ મેરીટ ના આધારે પસંદ થયેલ 25000 વિદ્યાર્થીઓને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.
આ યોજના અંતર્ગત પસંદ થયેલ વિદ્યાર્થી ધ્રોઅણ 9 મા જો નિયત કરવામા આવેલી સ્વનિર્ભર શાળા મા પ્રવેશ મેળવે તો નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.
- ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 22000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
- ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
વિદ્યાર્થી જો ધોરણ 9 મા કોઇ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા પ્રવેશ મેળવે તો નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.
- ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
- ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 7000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
ધોરણ 9 થી 12 ના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી કોઇ પણ ધોરણમા નાપાસ થાય અથવા શાળા છોડી જાય તો વિદ્યાર્થીને મળતી સ્કોલરશીપ બંધ થશે.
આવક મર્યાદા
આ સ્કોલરશીપ યોજ્ના મા પરીક્ષા ફોર્મ ભરવા માટે સરકારી કે ગ્રાન્ટેડ શાળા મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઇ આવક મર્યાદા નથી પરંતુ RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પરીક્ષા ફોર્મ ભરવા માટે RTE પ્રવેશ માટે નિયત કરવામા આવેલી આવકમર્યાદા કરતા આવક વધતી ન હોવી જોઇએ.
જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના પસંદગી પ્રક્રિયા
આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી નીચેની રીતે મેરીટ આધારિત કરવામા આવશે.
- સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.
- ત્યારબાદ ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામા આવે છે. ચાલુ વર્ષ માટે આ પરીક્ષા તા. 31-3-2024 ના રોજ લેવામા આવનાર છે.
- ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે..
- ત્યારબાદ પસંદ થયેલા વિદ્યાર્થીઓ એ ઓનલાઇન પોતાના ડોકયુમેન્ટ અને અન્ય પુરાવા અપલોડ કરવાના હોય છે.
- ત્યારબાદ જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવે છે.
- ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.
અગત્યની લીંક
જ્ઞાનસાધના સ્કોલરશીપ પરીક્ષા અંગે ડીટેઇલ ઠરાવ | અહિં ક્લીક કરો |
ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના ની પરીક્ષા તારીખ શું છે ?
31-3-2024
My collar ship
I want to study further and I am thankful to you that you are helping us
My study and my futher pls i am happy and pls helping
My study pla my futher pls helping
Scholarship joie se
My collar ship
My study pla my futher pla helping