T20 World Cup 2024: India Pakistan Match In T20 World Cup: જુન મહિનામા અમેરીકા અને વેસ્ટ ઇન્ડીઝની યજમાની મા T20 World Cup 2024 રમાનાર છે. આ વર્લ્ડ કપ માટે તારીખો સહિતનુ શીડયુલ જાહેર કરવામા આવ્યુ છે. આ વર્લ્ડ કપ મા 20 ટીમો ભાગ લેનાર છે. જેમા 5-5 ટીમોના 4 ગૃપ બનાવવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન ને એક જ ગૃપમા રાખવામા આવ્યા છે.
T20 World Cup 2024
T20 World Cup માટે તમામ 20 ટીમોને 5-5 ના 4 ગૃપ મા વિભાજીત કરવામા આવી છે. જેમા ભારત અને પાક્સિતાન ને એક જ ગૃપમા રાખવામા આવ્યા છે. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ હોય એટલે ક્રિકેટ ચાહકો ભારત પાકિસ્તાન ના હાઇ વોલ્ટેજ મેચની ખાસ રાહ જોતા હોય છે.
આ ગ્રુપને લીધે સૌથી મોટું નુક્સાન નેપાલને ગયુ છે. નેપાલને આગામી ટૂર્નામેંટ માટે ગ્રુપ ઓફ ડેથ મનાતા ગ્રુપમાં સ્થાન મળ્યું છે. નેપાલની સાથે સાઉથ આફ્રીકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેધરલેંડ જેવી મજબૂત ટીમો રહેશે. નેપાળ ની ટીમે ટી20 ક્રિકેટમાં છેલ્લાં થોડા મહિનાઓમાં સારી છાપ ઉભી કરી છે. તો સામે પક્ષે આ ગ્રુપની અન્ય દરેક ટીમો ઘણી મજબૂત છે. તેવામાં આ તમામ વચ્ચે કાંટાની ટક્કર થાય તેવા મેચ બની શકે છે. આ ટૂર્નામેંટ માટે 5-5 ટીમોને 4 ગ્રુપમાં વિભાજીત કરવામા આવી છે.
T20 World Cup 2024 ગૃપ
આવનારા T20 વર્લ્ડ કપ માટે ભાગ લેનારી તમામ 20 ટીમોને નીચે મુજબ 4 ગૃપમા વિભાજીત કરવામા આવી છે. જેમા ટીમો લીગ રાઉન્ડ મા એકબીજા સામે મેચ રમશે.
- ગૃપ A – ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ.
- ગૃપ B – ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન.
- ગૃપ C – ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, યુગાન્ડા, PNG.
- ગૃપ D – દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, શ્રીલંકા, નેપાળ
ભારતના મેચ
T20 વર્લ્ડ કપમા ભારતના મેચ નીચે મુજબ છે.
- 5 જૂન- ભારત વિ. આયરલેન્ડ
- 9 જૂન- ભારત વિ. પાકિસ્તાન – ન્યુયોર્ક
- 12 જૂન- ભારત વિ. અમેરીકા
- 15 જૂન- ભારત વિ. કેનેડા
29 જૂને રમાશે ફાઇનલ
T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની શરૂઆત 1 જૂને યજમાન અમેરિકા અને કેનેડા વચ્ચેની મેચથી થનાર છે. ગ્રુપ સ્ટેજની મેચો 1 થી 18 જૂન દરમિયાન રમાનાર છે. ત્યારબાદ સુપર 8 મેચ રમાશે જે 19 થી 24 જૂન વચ્ચે રમાનાર છે. તો બીજી તરફ ટૂર્નામેન્ટની સેમી-ફાઇનલ મેચો 26 અને 27 જૂને રમાવાની છે, જ્યારે 2024 ટી-20 વર્લ્ડ કપ ની ફાઇનલ 29 જૂને રમાનાર છે.
અગત્યની લીંક
| T20 World Cup 2024 schedule PDF | અહી ક્લિક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
