પોલીસ ભરતી નવા નિયમો: LRD BHARTI NEW RULES: LRD NEW SYLLABUS: LRB BHARTI 2024: સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ મા યુવાનો સૌથી વધુ પોલીસ ભરતી એટલે કે LRD ભરતીની રાહ જોતા હોય છે. પોલીસ ભરતી માટેના નિયમો મા ધરમૂડ થી ફેરફાર કરવામા આવ્યા છે. હવેથી શારીરિક કસોટી માટેના માર્ક ગણતરીમા લેવામા નહિ આવે. તો લેખીત પરીક્ષાનુ પેપર 200 ગુણનુ પૂછવામા આવશે. ચાલો પોલીસ ભરતી માટેનો નવો સીલેબસ અને ભરતી નિયમો મા કયા કયા ફેરફાર થયા છે ?
પોલીસ ભરતી નવા નિયમો
- લોકરક્ષક ભરતી ના નવા નિયમો જાહેર
- લેખીત પરીક્ષા માટે નવો સીલેબસ જાહેર
- શારીરિક કસોટીના માર્ક ગણતરીમા નહિ લેવાય
- 200 ગુણનુ લેવાશે લેખીત પેપર
લોકરક્ષકના વિવિધ સંવર્ગોની ભરતી પરીક્ષા પધ્ધતિમાં ધરમૂડ થી ફેરફાર કરવામા આવ્યા છે. જેમાં શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે. દોડ ના ગુણ ગણતરીમા લેવામા આવશે નહિ. તેમજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્ષ માટે વધારાના ગુણ મેરીટ મા ગણવામા આવશે.
આ પણ વાંચો: Union Bank Recruitment: યુનીયન બેંકમા 606 જગ્યા પર મોટી ભરતી, છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી; પગાર ધોરણ રૂ ૩૬૦૦૦
LRD BHARTI
લોકરક્ષક દળ ની ભરતી માટે અગાઉ શારીરિક કસોટી એટલે કે દોડના ગુણ મેરીટ માટે ગણતરીમા લેવામા આવતા હતા. અને લેખીત પેપર 100 માર્કનુ લેવામા આવતુ હતુ. પરંતુ હવે નવા નિયમો મુજબ શારીરિક કસોટી એટલે કે દોડ નિયત સમયમા પુરી કરવાની રહેશે દોડના ગુણ મેરીટ માટે ગણતરીમા લેવામા આવશે નહિ. અને ત્યારબાદ લેખીત પેપર 200 ગુણ માટે લેવામા આવશે.
અગાઉ લોકરક્ષક દળની પોલીસ ભરતી માટે શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે નવા નિયમો અનુસાર ધ્યાને લેવામા નહિ આવે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ માટે જ રહેશે તેના કોઈ ગુણ મેરીટ મા ગણવામા નહિ આવે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની લેખીત પરીક્ષા OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.
આ પણ વાંચો: PNB Recruitment: પંજાબ નેશનલ બેંકમા 1025 જગ્યાઓ પર ઓફીસર ની ભરતી, પગારધોરણ 63000 સુધી
અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની MCQ TEST લેખીત પરીક્ષા લેવામાં આવતી હતી. તેના બદલે હવે લેખીત પરીક્ષા મા ૨૦૦ ગુણનું ૩ કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં હશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવવા ફરજિયાત છે.
LRD NEW SYLLABUS
લોકરક્ષક દળની પોલીસ ભરતી માટે હવે 200 ગુણનુ લેખીત પેપર લેવામા આવશે. જેનો સીલેબસ નીચે મુજબ રહેશે.
આ લેખીત પેપર કુલ 200 ગુણનુ હશે. જેમા પાર્ટ-A 80 ગુણનો અને પાર્ટ- B 120 ગુણનો હશે. જેમા પાસ થવા માટે બન્ને વિભાગમા 40 % ગુણ મેળવવા ફરજીયાત છે.
અગત્યની લીંક
પોલીસ ભરતી નવા નિયમો PDF | અહિં ક્લીક કરો |
પોલીસ ભરતી નવા નિયમો અંગે પ્રેસનોટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
લોકરક્ષક પોલીસ ભરતી મા હવેથી કેટલા ગુણનુ લેખીત પેપર લેવામા આવશે ?
200 ગુણનુ