Skin Tips: ચહેરા પર કાળા ડાઘ અથવા ચહેરો કાળો થઈ ગયો છે, અકસીર છે આ નુસખા; નહીં કરવો પડે વધારે ખર્ચ

Skin Tips: કાળા ડાઘ કાઢવાની દવા । ચહેરા પર ગ્લો લાવવા શું કરવું । ખીલ ના ડાઘ દૂર કરવા । ચામડી પર કાળા ડાઘ । ચહેરા પર ખીલ । ચહેરો સાફ કરવાની દવા । ચહેરા પર લગાવવાની ક્રીમ । ચહેરા માટે

ચહેરા પર કાળા ડાઘ અથવા બોડી પરના ડાઘ-ધબ્બા ઘણીવાર શરમનું કારણ બને છે. ખીલ, બળતરા,કાપ, વાગ્યાના નિશાન, અકસ્માત અથવા કોઇ બિમારીના કારણે થયેલા ડાઘ સિવાય કેટલાંક લોકોના શરીર પર બાળપણથી જ કેટલાંક રહી જાય છે. તમે દવાખાને જઈને ગમે તેટલી દવા કે પછી મોંઘી ક્રીમનો ઉપયોગ કરશો, પરંતુ જે કામ ઘરેલુ નુસખા કરી શકે છે તે કામ આ દવાઓ કરી શકતી નથી. અને સૌથી મોટી વાત તો એ છે કે, આવા બધા ઘરેલુ નુસખામાં કોઇ સાઇડ ઇફેક્ટનો ડર નથી રહેતો. ના તો વધારે પૈસા ખર્ચ થાય છે. તેમાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની ચીજો તમારી રસોઇમાં મળી રહેતી હોય છે.

કુમકુમાદિ તેલ.

ફક્ત રાતે સુતી વખતે ચહેરા ઉપર હળવે હાથેમાલીસ કરવું સવારે મો ધોઈ નાખવું.

કાળા ડાઘ કાઢવાની દવામાં એસ્પ્રિનની મદદ લો 

એસ્પ્રિનમાં મોજૂદ એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટી અને સેલિસિલિક એસિડ ડાઘને ખતમ કરવામાં મદદ કરે છે. 2 એસપ્રિન ટેબલેટ્સ લો અને તેને પાણીમાં યોગ્ય રીતે મિશ્રણ કરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટમાં મધ મેળવીને ડાઘવાળી જગ્યા પર લગાવો અને 15 મિનિટ બાદ ધોઇ લો.

यह भी पढे:  બદામના ફાયદા: બદામ પલાળેલી ખાવી જોઇએ કે સૂકી ,જાણવા જેવી માહિતી

ફાયદો – એસ્પ્રિન, પાણી અને મધનું મિશ્રણ તૈયાર કરો.

આ પણ વાંચો: ચા પીવાના ફાયદાઓ, રોજ કેટલી ચા પીવી જોઇએ ? કેવી પીવી જોઇએ

ટોમેટો પલ્પ

ટોમેટો પલ્પ ચહેરા પર લગાવવાથી તમારી સ્કિન ગ્લો કરવા લાગશે. ટોમેટો પલ્પમાં ખૂબ મોટા પ્રમાણમાં વિટામિન્સ હોય છે. પલ્પ તમારા ચહેરાના ખીલ, ડાઘ-ધબ્બા દૂર કરશે.

આંબળાની પેસ્ટ 

આંબળામાં રહેલું  વિટામિન C ડાઘથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. આંબળા પાઉડર અથવા પેસ્ટ અને પાણી મેળવીને ડાઘવાળા એરિયા પર લગાવો. તમે ઇચ્છો તો પાણીને બદલે ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો.

ફાયદો – આંબળામાં મોજૂદ વિટામિન C ડાઘથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે.

બટાકાં નો રસ

સવારે ૧ નગં કાચા બટાકાં ને છાલ સહીત છીણીને કપડામાં દાબીને રસ કાઢી લેવો.

આ રસને ચેહરા ઉપર અથવા શરીર ઉપરના કોઈ પણ કાળા ડાઘ અથવા કાળી ત્વચા (ચામડી) ઉપર હળવેહાથેઘસવો. ૧ કલાક પછી ધોઈ શકાશે.

આ પણ વાંચો: દરરોજ છાશ પીવાના ફાયદાઓ

નાનકડાં લીંબું કરશે કમાલ 

લીંબુંમાં અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ મોજૂદ હોય છે, જે ડાઘ-ધબ્બાને ખતમ કરવામાં અસરદાર હોય છે. આ સિવાય તે ડેડ સ્કિન સેલ્સને હટાવીને નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે. સમાન માત્રામાં લીંબુંનો રસ, ગુલાબજળ અથવા વિટામિન E ઓઇલ મેળવીને ડાઘવાળા એરિયા પર લગાવો. 10 મિનિટ બાદ ગરમ પાણીથી ધોઇ લો. આવું કરવાથી થોડાં કલાકો બાદ જ તડકામાં નીકળો. જોકે જેમની સ્કિન સેન્સેટિવ હોય તેમણે આ પ્રયોગ કરવો જોઈએ નહીં.

ફાયદો – લીંબુંમાં અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ મોજૂદ હોય છે, જે ડાઘ-ધબ્બાથી છૂટકારો અપાવે છે.

મસૂરની દાળ

આ પેક વિશે તો તમે સાંભળ્યું જ હશે. એક બાઉલ દુધમાં રાતભર મસૂરની દાળ પલાળી રાખો બીજે દિવસે સવારે તેને મિક્સરમાં ક્રશ કરી લો. આ મિક્સ્ચરને ચહેરા પર લગાવો અને જ્યારે સુકાય જાય ત્યારે ચોખ્ખા પાણી વડે ધોઈ નાખો.

यह भी पढे:  Fig Benefits: અંજીર ખાવાના છે કમાલના ફાયદા, રોજ ખાશો તો થશે સુપર ફાયદા

ઓટમીલ ફેસ પેક 

ઓટમીલ તેની હિલિંગ પ્રોપર્ટીના કારણે ડાઘથી છૂટકારો અપાવશે. એક ચતુર્થાંશ કપ ઓટમીલમાં 2 મોટી ચમચી મધ મેળવીને ડાઘવાળા એરિયા પર 15થી 20 મિનિટ લગાવીને રાખો અને પછી હળવા ગરમ પાણીથી ધોઇ લો.

ફાયદો –  ઓટમીલ તેની હિલિંગ પ્રોપર્ટીઝના કારણે ડાઘથી છૂટકારો અપાવશે.

ટી-ટ્રી ઓઇલ 

ટી-ટ્રી ઓઇલ તેની એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી અને હિલિંગ પ્રોપર્ટીઝના કારણે ડાઘને ખતમ કરવામાં અસરદાર હોય છે. 4 ટીપાં ટી-ટ્રી ઓઇલમાં 2 મોટી ચમચી પાણી મેળવીને ડાઘવાળી જગ્યા પર લગાવો. તમે ઇચ્છો તો પાણીને બદલે બદામનું તેલ પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ ક્યારેય ડાયલ્યૂટ કર્યા વગર ટી-ટ્રી ઓઇલનો ઉપયોગ ના કરો.

ફાયદો – 4 ટીપાં ટી-ટ્રી ઓઇલમાં 2 મોટી ચમચી પાણી મેળવીને ડાઘવાળી જગ્યાએ લગાવો.

ઓલિવ તેલ અને મધ

આ બંને ઘટકો ત્વચાને નરમ અને હાઇડ્રેટેડ બનાવવાની ગુણવત્તા ધરાવે છે. જો નુકસાન અને શુષ્કતાને કારણે ત્વચા પર કાળા ફોલ્લીઓ હોય, તો તમે તેને મધ અને ઓલિવ તેલથી દૂર કરી શકો છો. એક વાસણમાં બે ચમચી ઓલિવ ઓઈલ લો અને તેમાં એક ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને ડાઘવાળી જગ્યાઓ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો.

વિટામિન E કેપ્સ્યૂલ કરશે કમાલ 

વિટામિન E સ્કિનને હાઇડ્રેટ કરે છે અને ડેમેજ ટિશ્યૂને રિપેર કરીને ડાઘથી છૂટકારો અપાવે છે. તેના ઉપયોગ પહેલાં ગરમ પાણીની વરાળ લેવાનું ના ભૂલો. તે ચહેરાના પોર્સ ખોલવામાં મદદ કરે છે. વિટામિન E કેપ્સૂલને કાપીને તેના ઓઇલને કાઢી લો. હવે ડાઘવાળા એરિયા પર તેનાથી 10 મિનિટ સુધી મસાજ કરો, ત્યારબાદ 15થી 20 મિનિટ સુધી આમ જ છોડી દો અને ત્યારબાદ હળવા ગરમ પાણીથી ચહેરો ધોઇ લો.

ફાયદો – વિટામિન E ડેમેજ ટિશ્યૂને રિપેર કરીને ડાઘથી છૂટકારો અપાવે છે.

કાચા દૂધ ને ચહેરા પર લગાવવું

દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધમાં વિટામિન, બાયોટિન, લેક્ટિક એસિડ, મેગ્નેશિયમ, પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ખાસ વાત એ છે કે સ્વાસ્થ્ય માટે માત્ર દૂધ જ નહીં, ત્વચાની સંભાળ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગ્લોઈંગ સ્કિન માટે પણ કાચું દૂધ ખૂબ જ ફાયદાકારક છે. કરચલીઓ અને ડાર્ક સ્પોર્ટ્સ માં કાચા દૂધ ને લગાવવાના ઘણા ફાયદા છે.

यह भी पढे:  મગફળીના ફાયદા: ગરીબોની બદામ મગફળી ના ફાયદા જોઇ તમે પણ ચાલુ કરી દેશો ખાવાનુ

એલોવેરા જેલ 

એલોવેરામાં એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટી મોજૂદ હોય છે. સાથે સાથે તે ડેડ સ્કિન હટાવવામાં પણ મદદ કરે છે. એલોવેરાના બહારના ભાગને છીણીને જેલ કાઢી લો. ડાઘવાળા એરિયા પર સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. 30 મિનિટ બાદ તેને ધોઇ લો, તેને ક્યારેય ખુલ્લા ઘા પર ના લગાવો.

ફાયદો – એલોવેરાને સર્ક્યુલર મોશનમાં ડાઘવાળી જગ્યા પર લગાવો.

અગત્યની લીંક

વધુ હેલ્થ ટીપ્સ વાંચોઅહિં ક્લીક કરો
whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Skin Tips
Skin Tips

લીંબુ સ્કીન મુલાયમ કરવા શું ફાયદો આપે છે ?

લીંબુંમાં અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ મોજૂદ હોય છે, જે ડાઘ-ધબ્બાથી છૂટકારો અપાવે છે.

નોંધ- અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. healthy-chart આની પુષ્ટિ કરતું નથી.

1 thought on “Skin Tips: ચહેરા પર કાળા ડાઘ અથવા ચહેરો કાળો થઈ ગયો છે, અકસીર છે આ નુસખા; નહીં કરવો પડે વધારે ખર્ચ”

Leave a Comment

error: Content is protected !!