Shivratri Melo Live: શિવરાત્રી મેળો લાઇવ 2024: 8 માર્ચ ના રોજ મહાશિવરાત્રી હોઇ શિવરાત્રી મહાપર્વને લઈ જુનાગઢ ખાતે ગિરનારની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી ના મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે લાખો ભક્તો તેમનાં પરિવાર સાથે મેળાનો આનંદ માણવા આવી રહ્યા છે. તો બીજી તરફ નાગા સાધુઓ પણ ધુણો ધકાવીને બેઠા છે. ઠેર ઠેર વિવિધ ઉતારા ઓ મા લોકોને ભોજન કરાવી રહ્યા છે. એવુ કહેવાય છે કે ભજન અને ભોજન નોમેળો એટલે મહાશિવરાત્રી નો ભવનાથ નો મેળો.
Shivratri Melo Live
ભવનાથ તળેટીમા મહાશિવરાત્રી ના મેળાનો પ્રારંભ થયો છે. મોડી રાત સુધી ભાવિક ભક્તોની અવર જવર જોવા મળી હતી. ગુજરાત સહિત ભારતભરમાંથી લાખો ભાવિક ભક્તો દર્શનાર્થે આવી ભજન તેમજ ભક્તિનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ત્યારે હજુ ત્રણ દિવસ ચાલનારા આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મહાદેવનાં દર્શને આવનાર છે. શિવરાત્રીની રાત્રે નાગા સાધુઓની રવાડીનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવે છે.
ભવનાથ શિવરાત્રી ના મેળામાં દિગમ્બર સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે. તેમના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.
મહાશિવરાત્રીના મેળામાં છ દિવસ સુધી હર હર મહાદેવ ના નાદ સાથે ધાર્મિકતાની રંગત જોવા મળતા હોય છે. જેમાં દેશભરના સાધુઓ જોડાતા હોય છે. મેળામાં આવતા દિગમ્બર સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.જે ધૂણી ધખાવીને ભવનાથ મેળામાં આવતા શિવભક્તોને દર્શન આપે છે. ત્યારે આ વખતે શિવરાત્રિના મેળામાં દિગમ્બર સાધુઓ અવનવા રંગરૂપમાં જોવા મળ્યા. કોઈ ચહેરા પર ગોગલ્સમાં તો કોઈ ચલમ ફુંકતા પણ જોવા મળી રહ્યા છે.
લોકડાયરા ના કાર્યક્રમો
મહાશિવરાત્રી ના મેળામા યોજાતા લોકડાયરા ના ભજન ના કાર્યક્રમો ખાસ જોવા માટે લોકો આવતા હોય છે. મહાશિવરાત્રી ના મેળામા ગુજરાત ના નાના મોટા નામી અનામી તમામ કલાકારો જોવા મળે છે. ત્યારે આ ભજનીક કલાકારો ને માણવા માટે ભજન પ્રેમીઓ ગુજરાત અને સમગ્ર દેશ માથી આવતા હોય છે. ઠેર ઠેર ઉતારાઓમા ભજન અને ભોજન નો મેળાવળો હોય છે.
ભજનીક કલાકારોમા જોઇએ તો કિર્તીદાન ગઢવી,ઓસમાણ મીર, ગીતાબેન રબારી, કિંજલ દવે, બીરજુ બારોટ, જિજ્ઞેસ બારોટ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો તમને અહિં જોવા મળે છે.
યુ ટયુબ મા વિવિધ ચેનલો મા મહાશિવરાત્રી ના મેળાનુ લાઇવ ટેલીકાસ્ટ પણ કરવામા આવતુ હોય છે. જે ઘરેબેઠા નિહાળી રૂબરૂ ન પહોંચી શકતા લોકો ધન્યતા અનુભવતા હોય છે.
અગત્યની લીંક
| Shivratri Melo Live | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

1 thought on “Shivratri Melo Live: જુનાગઢ ભવનાથ શિવરાત્રી મેળો જુઓ લાઇવ, રવાડી ના દર્શન કરો લાઇવ”