Maha shivratri Melo | જૂનાગઢ શિવરાત્રી મેળો: દર વર્ષે આ મહાપર્વ નિમિત્તે જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં ભવ્ય શિવરાત્રી મેળો ભરાય છે. આ મેળામાં દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. અહી ઉલ્લેખનીય છે કે ભવનાથમાં અનાદિ કાળથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢમાં ભગવાન શ્રી કૃષ્ણના સમયથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Maha shivratri Melo | જુનાગઢ મહાશિવરાત્રિ મહોત્સવ 2024
આ મહા શિવરાત્રીના મેળાને લઈને હવે ધીમે-ધીમે સમગ્ર દેશ માંથી નાગા સાધુ સન્યાસી ગિરનાર તળેટી તરફ આવી રહ્યા છે. જુનાગઢ ભવનાથની તળેટીમાં હવે 5 દિવસ સુધી નાગા સાધુ ધૂણી ધખાવીને શિવજીના સૈનિક એવા નાગા સન્યાસીઓ અલખને ઓટલે ભોળાનાથ શિવજી આરાધના કરતા જોવા મળશે. સમગ્ર દેશમાંથી આવતા શિવજીના ભક્તો નાગા સંન્યાસીઓમાં પણ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમા મહા શિવરાત્રિના મેળાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નાગા સાધુનું ગિરનાર તળેટીમાં આગમન
Maha shivratri Melo: જુનાગઢ મહાશિવરાત્રી મહોત્સવ 2024 લઈને ભવનાથની ગિરનાર તળેટી શિવમય બનતી જોવા મળશે. દર વર્ષે ભારતીય પંચાંગ મુજબ મહા વદ નોમના દિવસે ભવનાથ મહાદેવ પર ધ્વજા રોહણ કરીને મહા શિવરાત્રીના મેળાની શરૂઆત થતી હોય છે. 5 દિવસ ચાલતા આ મેળા ના અંતે શિવરાત્રીના દિવસે ભવનાથમાં આવેલા મૃગી કુંડમાં નાગા સન્યાસીઓ દ્વારા મધ્ય રાત્રીએ સ્નાન પૂર્ણ થયા બાદ શિવરાત્રિ મેળાને વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવે છે.
નાગા સન્યાસીઓએ તૈયારી શરૂ કરી
મહાશિવરાત્રિ 2024 ભવનાથની ગીરી તળેટીમાં આયોજિત મહા શિવરાત્રીનો મેળો નાગા સન્યાસીઓને સમર્પિત હોય છે, ત્યારે ધીમે ધીમે સમગ્ર ભારત દેશમાંથી નાગા સન્યાસીઓ ગિરનારની તળેટીમાં આવી રહ્યા છે. અહીં અલખને ઓટલે પાંચ દિવસ સુધી ધૂણી ધખાવીને શિવની આરાધના કરતા જોવા મળશે. ત્યારે નાગા સન્યાસીઓ દ્વારા ભવનાથ તળેટી પરીક્ષેત્રમાં ઘુણા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. મહા શિવરાત્રીના મેળા સાથે અનેક ધાર્મિક વાયકા પણ જોડાયેલી છે. શિવ પરિવાર માં નાગા સન્યાસીઓને સૈનિક તરીકે આજે પણ પૂજવામાં આવે છે. એવું કહેવાય છે કે સનાતન ધર્મની પરંપરા મુજબ મહા શિવરાત્રીના આ દિવસો દરમિયાન દેવાધી દેવ મહાદેવ શિવનું રૂપ ધારણ કરીને ગિરનાર તળેટીમાં હાજર હોય છે. આથી પણ શિવરાત્રીના મેળાનું ધાર્મિક મહત્વ આદિ અનાદિ કાળથી જોવા મળી રહ્યું છે.
મહાશિવરાત્રી મહોત્સવ માં ડાયરાનો કાર્યક્રમ
Maha shivratri Melo: ગરવા ગિરનારની ગોદમાં, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત, જે સિદ્ધ ચોરાસીનું સ્થાનક છે, એવા ગિરનારમાં સાધુ સંતોની હાજરીમાં, ગરવા ગિરનારની ગોદમાં, દેવાધિ દેવ શિવ ની આરાધનાનો તહેવાર એટ્લે મહા શિવરાત્રીનો મેળો છે, જે તારીખ 05-03-2024 થી 08-03-2024 દરમિયાન જૂનાગઢ ના ભવનાથ તળેટી ખાતે યોજાઇ રહેલ છે. જેના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરો અને સાથે સંતવાણીનો કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભવનાથના પ્રકૃતિધામ ખાતે યોજાનાર છે.
સંત, સુરા અને સંતવાણી
Maha shivratri Melo: શિવરાત્રીનો મેળો એટ્લે કે શિવના સૈનિક એવા નાગા સન્યાસીઓનું આગમન ગિરનાર તળેટીમાં ધીમે ધીમે થઈ રહ્યું છે. મહા શિવરાત્રિના આ મેળાનું ધાર્મિક મહત્વ ખૂબ વધતું જાય છે, તે ઉપરાંત ગુજરાતની પરંપરા અનુસાર મેળા માં ડાયરો થાય છે જેમાં સાત સુરાના સંગમનું આયોજન થતું હોય છે. આ ડાયરામાં વિવિધ કલાકારો દ્વારા સંતવાણીનું ગાયન કરવામાં આવે છે. તે ઉપરાંત દેશ વિદેશથી ભક્તો પણ જૂનાગઢના મહા શિવરાત્રી મહોત્સવનો લ્હાવો લેવા આવતા હોય છે.
Maha shivratri Melo પ્રકૃતિધામ માં યોજાનાર કાર્યક્રમો
| તારીખ | સમય | કલાકાર |
| 05/03/2024 – મંગળવાર | સાંજે 7.00 થી 10.00 | સાઈ રામ દવે ગીતા રબારી શિવરાજ વાળા |
| 06/03/2024 – બુધવાર | સાંજે 7.00 થી 10.00 | કીર્તીદાન ગઢવી અનુદાન ગઢવી જીતુ દાદ જગદીશ માહેર |
| 07/03/2024 – ગુરુવાર | સાંજે 7.00 થી 10.00 | ભૂમિ ત્રિવેદી અનિરુદ્ધ આહીર દિપક જોશી દિવ્યેશ જેઠવા |

અગત્યની લીંક
| મહાશિવરાત્રી મહોત્સવ માં ડાયરાનો કાર્યક્રમ PDF | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
1 thought on “Maha shivratri Melo: જુનાગઢ મહાશિવરાત્રિ મેળો 2024”