વર્લ્ડ કપ સેમી ફાઇનલ: સેમી ફાઇનલ નુ થયુ ફાઇનલ, 15 તારીખે ભારત અને ન્યુઝીલેન્ડ રમશે મુંબઇ મા સેમીફાઇનલ

વર્લ્ડ કપ સેમી ફાઇનલ: ભારત વિ ન્યુઝીલેન્ડ: World cup semi final date: હાલ ક્રિકેટનો મહાકુંભ વન ડે વર્લ્ડ કપ ખૂબ જ રોમાંચક તબક્કામા ચાલી રહ્યો છે. અને છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી ક્રિકેટ ચાહકો તેનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. એમી પણ ભારતીય ટીમે અભૂતપૂર્વ પ્રદર્શન આ વર્લ્ડ કપ મા કરતા ક્રિકેટ રસિયાઓ ખૂબ જ મોજમા આવી ગયા છે. ભારતે સેમી ફાઇનલ મા અગાઉ જ સૌથી પહેલા એન્ટ્રી મેળવી લીધી છે. ભારત સામે કઇ ટીમ સેમી ફાઇનલ મા રમશે તે જ નક્કી થવાનુ બાકી હતુ. જે પણ હવે ફાઇનલ થઇ ગયુ છે.

વર્લ્ડ કપ સેમી ફાઇનલ

લીગ રાઉન્ડ મા ભારત સિવાય બાકીની તમામ ટીમોને સેમી ફાઇનલ મા પ્રવેશ માટે ફાફા મારવા પડયા હતા. ભારત સિવાય સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલીયા સેમી ફાઇનલ માટે ક્વોલીફાઇ થયા છે. ભારત સામે નંબર 4 પર રહેનારી ટીમ રમવાની છે. આવા સંજોગોમા નંબર 4 પર ક્વોલીફાય થવા માટે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે હરિફાઇ હતી. પરંતુ પાકિસ્તાન ને તેની અંતિમ મેચ ઇંગ્લેન્ડ સામે ખૂબ જ મોટા માર્જીનથી જીતવાની હતી તો જ પાકિસ્તાન સેમી ફાઇનલ મા પ્રવેશી શકે. પરંતુ તે શક્ય ન બનતા ન્યુઝીલેન્ડે સેમી ફાઇનલ માટે એન્ટ્રી મેળવી લીધી છે. ન્યુઝીલેન્ડ 15 નવેમ્બરે મુંબઇના વાનખેડે સ્ટેડીયમ મા ભારત સામે સેમી ફાઇનલ રમશે.

વર્લ્ડ કપના સેમીફાઇનલ નુ ટાઇમ ટેબલ નીચે મુજબ છે.

તારીખટીમસ્થળ
15 નવેમ્બરભારત વિ. ન્યુઝીલેન્ડમુંબઇ
16 નવેમ્બરઓસ્ટ્રેલીયા વિ. સાઉથ આફ્રીકાકોલકતા

ભારયીય ટીમ પાસે બદલાની તક

ઉલ્લેખનીય છે કે 2019 ના વર્લ્ડ કપમા ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે જ સેમી ફાઇનલ મા ટકરાણી હતી. જેમા મહેન્દ્રસિંહ ધોની ની કેપ્ટનશીપ મા રોમાંચક સેમીફાઇનલ મા ભારત ની હાર થઇ હતી. ભારતીય ટીમની હાર થતા કરોડો ક્રિકેટ ચાહકોની આશા પર પાણી ફરી વળ્યુ હતુ. હવે ફરી એક વખત ભારત અને ન્યુઝીલેન્ડ સેમી ફાઇનલ મા ટક્કર થવાની છે. ત્યારે રોહિત શર્માની આગેવાની મા જબરજસ્ત પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ ને હરાવી 2019 ના વર્લ્ડ કપની હારનો હિસાબ પુરો કરશે તેવી ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલ વર્લ્ડ કપમા ભારતીય ટીમે એકહથ્થુ શાસન જાળૅવી રાખતા વિરોધી તમામ ટીમોને લીગ રાઉન્ડ મા એકતરફી રીતે હરાવી છે. બેટીંગ, બોલીંગ તમામ ક્ષેત્રમા ભારતીય ટીમ નુ ખૂબ જ ધારદાર પ્રદર્શન જોવા મળી રહ્યુ છે.

અગત્યની લીંક

ICC WORLD CUP Official Websiteઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

ભારતની સેમીફાઇનલ ની તારીખ શું છે ?

15 નવેમ્બર ન્યુઝીલેન્ડ સામે

Leave a Comment

error: Content is protected !!