Whatsapp LPG Booking: વર્તમાન ડીઝીટલાઇજેશન ના યુગમા ઘણી સેવાઓ હવે ઓંલાઇન મળે છે અને કામ માટે ક્યાય ઓફીસો સુધી ધક્કા ખાવા નથી પડતા. હવે તો Whatsapp પર જ કેટલીબધી સુવિધાઓ મળે છે. પછી તે બેંકનુ બેલેન્સ ચેક કરવાનુ હોય કે ડીઝીલોકરના ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવાના હોય. આવી જ એક સુવિધા એટલે Whatsapp LPG Booking જેની હરકોઇ માણસને જરૂર પડતી હોય છે. આજે આપણે Whatsapp દ્વારા ઘરના રાંધણગેસ એટલે કે LPG બોટલ કેમ બુક કરાવવી તેની પ્રોસેસ જોઇશુ.
Whatsapp LPG Booking
હાલ પેટ્રોલીયમ કંપનીઓ આ સુવિધા તેના ગ્રાહકોને આપી રહિ છે. જેમા Whatsapp દ્વારા જ તેના ગ્રાહકો ઘરેબેઠા 24 X 7 ગમે ત્યારે Whatsapp LPG Booking કરાવી શકે છે.
- પેટ્રોલિયમ કંપનીઓએ તેના ગ્રાહકો માટે ખૂબ જ ખાસ આ સુવિધા શરૂ કરી છે.
- WhatsApp ની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકાય છે.
- Indane, HP અને Bharat Gas ના ગ્રાહક બુકીંગ કરાવી શકે છે.
આ પણ વાંચો: આધારકાર્ડને ગલતા તમામ કામની માહિતી એક જ ક્લીકમા મેળવો
ઈન્ટરનેટ અને મોબાઈલ ના યુગમા હવે આપણે ડિજિટલ દુનિયામાં ઘણી સુવિધાઓ ઓનલાઇન થઇ ગઇ છે. અને આવી સ્થિતિમાં હવે મોટાભાગના કામ ડિજિટલ થઈ ગયા છે. જો કે આ બાદ ઘણા કામો ખૂબ જ સહેલા બની ગયા છે. એવામાં હાલ પેટ્રોલિયમ કંપનીઓએ ગ્રાહકો માટે ખૂબ જ સારી સુવિધા શરૂ કરી છે અને આ સુવિધા હેઠળ લોકો WhatsAppની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકાય છે. વોટ્સએપ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરવું ખૂબ જ સરળ છે.
WhatsAppની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે તમારે કોઇ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ઘણા લોકો ફોન કોલ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરાવે છે. ગેસ સિલિન્ડર બુકિંગની આ પ્રોસેસ પણ વધુ મુશ્કેલ નથી એવામાં હવે તમે WhatsApp દ્વારા એલપીજી ગેસ સિલિન્ડર ખૂબ જ સરળતાથી બુક કરી શકો છો. ચાલો તેની પ્રોસેસ વિગતવાર જાણીએ..
Whatsapp LPG Booking પ્રોસેસ
આપને જણાવી દઈએ કે WhatsApp દ્વારા Indane, HP અને Bharat Gas ના ગ્રાહક હોય તો જ બુક કરી શકો છો. એવામાં જો તમે અન્ય કોઈપણ ગેસ કંપનીઓના ગ્રાહક છો તો આવી સ્થિતિમાં તમે આ સુવિધાનો લાભ લઈ શકશો નહીં.
આ પણ વાંચો: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઇન
Indane WhatsApp LPG Booking
જો તમે ઈન્ડેન ગેસના ગ્રાહક હોય તો વોટસઅપની મદદથી LPG બોટલ બુકીંગ કરાવવા નીચેની પ્રોસેસ ફોલો કરો.
- સૌથી પહેલા તમારે મોબાઈલમાં 7588888824 આ નંબર સેવ કરવો પડશે,
- ત્યારબાદ Book અથવા Refill લખીને મેસેજ મોકલવાનો રહેશે, સાથે જ મેસેજમાં તમારે બુકિંગની તારીખ પણ લખવાની રહેશે. જણાવી દઈએ કે તમે બુકીંગ કરાવતી વખતે જે ઓર્ડર નંબર આપવામા આવે છે તેના દ્વારા ગેસ બુકિંગનુ સ્ટેટસ પણ ચકાસી શકો છો.
Bharat Gas WhatsApp LPG Booking
જો તમે ભારત ગેસના કસ્ટમર હોય તો તમે 1800224344 આ નંબર પર મેસેજ મોકલીને ગેસ બોટલ બુક કરાવી શકો છો.
HP WhatsApp LPG Booking
જો તમે એચપી ગેસના ગ્રાહક હોય . તો તમે 9222201122 આ નંબર સેવ કરીને WhatsApp દ્વારા તમારી ગેસ બોટલ બુક કરાવી શકો છો.
આમ ઉપર મુજબ ગેસ ની બોટલ બુક કરાવવા માટે whatsapp સર્વીસનો લાભ લઇ તમે સમય ની બચત કરી શકો છો. ઉપરાંત આ સેવા 24 X 7 ગમે ત્યારે ઉપલબ્ધ હોય છે. હવે ગેસ બોટલ બુક કરાવવા માટે whatsapp પર જ આ સુવિધા મળવાથી સમય ની બચત થાય છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Indane WhatsApp LPG Booking માટે કયો નંબર છે ?
7588888824
Bharat Gas WhatsApp LPG Booking માટે કયો નંબર છે ?
1800224344
HP WhatsApp LPG Booking માટે કયો નંબર છે ?
9222201122
123