Diwali In Ayodhya: અયોધ્યા મા દિવાળી: દિવાળી એ પ્રકાશ અને ઉમંગનો તહેવાર છે. દિવાળીની આખા દેશમા ધામધૂમથીએ ઉજવણી કરવામા આવે છે. એમા પણ અયોધ્યામા દિવાળી ની ઉજવણી દર વર્ષે અનોખી રીતે ખૂબ જ ધામધૂમ થી કરવામા આવે છે. ઉતરપ્રદેશના અયોધ્યામા દિવાળી ની પૂર્વસંધ્યાએ દિપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમા 51 ઘાટ પર 2 22 લાખથી વધુ દિવડા પ્રગટાવી વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો.
Diwali In Ayodhya
- અયોધ્યામા યોજાયો ભવ્ય દિપોત્સવ કાર્યક્રમ
- 51 ઘાટ બન્યા રોશનીમય
- 22 લાખથી વધુ દિવડા પ્રગટાવ્યા
- નોંધાયો વર્લ્ડ રેકોર્ડ
- ભગવાન રામ ની નગરી નો અદભુત નઝારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદિ એ અયોઘ્યાના દિપોત્સવ કાર્યક્રમ ને અદભુત તસવિરો શેર કરી હતી.
ભગવાન રામની નગરી અયોધ્યામા દિવાળી પૂર્વસંધ્યાએ ધામધૂમ થી ઉજવણી કરવામા આવી હતી. જેમા 22 લાખથી વધુ દિવા પ્રગટાવવામા આવ્યા હતા. જેમા રામની પૌડી ઘાટ પર જ 21 લાખ દિવડા પ્રગટાવવામા આવ્યા હતા. એકીસાથી આટલી મોટી સંખ્યામા દિવડા પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો.
#WATCH उत्तर प्रदेश: दिवाली की पूर्व संध्या अयोध्या में दीपोत्सव समारोह जारी है।#Diwali pic.twitter.com/MQ6w1PvjOG
— ANI_HindiNews (@AHindinews) November 11, 2023
નોંધાયો વર્લ્ડ રેકોર્ડ
અયોધ્યામા દર વર્ષે લાખોની સંખ્યામા દિવા પ્રગટાવી દિવાળી ની ઉજવણી કરવામા આવે છે. ગયા વર્ષે દિવાળી મા 18 લાખ જેટલા દિવા પ્રગટાવવામા આવ્યા હતા. જયારે આ વર્ષે 22 લાખ કરતા વધુ દિવા પ્રગટાવી વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામા આવ્યો છે. આટલી સંખ્યામા દિવા ની ગણતરી કેમ કરવામા આવી તે પણ રસપ્રદ બાબત છે. ડ્રોન થી દિવા ની ગણતરી કરવામા આવી હતી.
સીએમ યોગીએ સરયુ નદીની આરતી કરી હતી. આ દિપોત્સવ કાર્યક્રમ મા 50 થી વધુ દેશોના રાજદૂતો અને અન્ય મહાનુભાવિ જોડાયા હતા.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |