LPG Price Reduce: રાંધણ ગેસ ના ભાવ: વધતી મોંઘવારીમા માસિક બજેટ જાળવવુ તે દરેક મધ્યમ વર્ગ પરિવાર માટે મોટી સમસ્યા હોય છે. મધ્યમ વર્ગ પરિવારોનુ બજેટ રાંધણ ગેસ અને દૂધ શાકભાજી જેવી જીવનજરૂરી ચીજ વસ્તુઓને લીધે મુખ્ય ખોરવાઇ જતુ હોય છે. એવામા મોદિ સરકારે ઉજજવલ યોજના ના લાભાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો છે.
LPG Price Reduce
મોદી કેબિનેટે મધ્યમ વર્ગ પરિવારો માટે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો છે. હવે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને રાંધણ ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે.
- મોદી કેબિનેટે સામાન્ય જનતા માટે લીધો મોટો નિર્ણય
- ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને હવે LPG સીલીન્ડર 600 રૂપિયામાં મળશે
- સબસીડીને 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામા આવી છે.
મોદી કેબિનેટે મધ્યમ વર્ગ પરિવારો માટે મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓ ને રાંધણ ગેસના બાટલામા રાહત આપતો નિર્ણય કર્યો છે. LPG ની સબ્સિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામા આવી છે. કેબિનેટે રક્ષાબંધન અને ઓણમનાં દિવસે LPGમાં 200 રૂપિયાનાં ઘટાડાની જાહેરાત કરી હતી હવે આજે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓ માટે સબસીડી ની રકમ 200 થી વધારીને 300 રૂપિયાની કરવામા આવી છે.
આ પણ વાંચો: Cricket World Cup Live: હોટસ્ટાર ની મોટી જાહેરાત, વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા જોઇ શકાસે
#Cabinet has raised the subsidy amount for Pradhan Mantri Ujjwala Yojana beneficiaries from Rs 200 to Rs 300 per LPG cylinder
— PIB India (@PIB_India) October 4, 2023
– Union Minister @ianuragthakur #CabinetDecisions pic.twitter.com/pgu85Hpg6B
600 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મીટિંગ બાદની પ્રેસ કોન્ફેરેન્સમાં જણાવ્યુ હતુ કે, PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ મીટિંગ યોજાઇ હતી. સરકારે રક્ષાબંધન અને ઓણમનાં તહેવાર પર રાંધણ ગેસનાં સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારે રાંધણ ગેસની કિંમત 1100 થી ઘટીને 900 રૂપિયા થઈ હતી. તે સમયે ઊજ્જવલા યોજના ના લાભાર્થીઓને સબસીડી બાદ કરતા 700 રૂપિયામાં સિલિન્ડર મળતો હતો. હવે ઊજ્જવલા યોજનાની લાભાર્થી બહેનોને 300 રૂપિયાની સબસીડી મળશે એટલે કે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને હવેથી માત્ર ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે’
કેબીનેટમા લેવાયેલા અન્ય નિર્ણયો
આજે મળેલી કેબિનેટે વન દેવતાના નામ પર તેલંગણામાં કેન્દ્રીય આદિવાસી વિશ્વવિદ્યાલય શરૂ કરવાની પણ મંજૂરી આપી છે. આ સેન્ટ્રલ ટ્રાયબલ યુનિવર્સિટી 889 કરોડ રૂપિયાના ખર્ચથી બનનાર છે. કેબિનેટે સેન્ટ્રલ ટર્મરિક બોર્ડ બનાવવાની પણ મંજૂરી આપી છે. પીએમ મોદીએ તેની જાહેરાત પણ તેલંગણામાં કરી હતી.
ભારત હળદરનું સૌથી મોટુ ઉત્પાદન અને વપરાશ કરતો દેશ છે. ચાલુ વર્ષે 8400 કરોડના હળદરની નિકાસ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તે માટે સેન્ટ્રલ ટર્મરિક બોર્ડની રચના કરવાની કેબીનેટે મંજૂરી આપી છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
